ક્યારેય એવું સાંભળ્યુ છે કે બે અજાણ્યા શખ્સો ગરીબોને ત્રીસ હજાર રૂપિયાનું દાન આપી શકે! જાણો આ વિશે
ક્યારેય એવું સાંભળ્યુ છે કે બે અજાણ્યા શખ્સો ગરીબોને ત્રીસ હજાર રૂપિયાનું દાન આપી શકે! જાણો આ વિશે

કોરોનાની મહામારીમાં એક તરફ દાનનો અભાવ થતા દેશના અનેક મંદિરોની સ્થિતિ બગડી રહી છે. તો બીજી બાજુ મધ્યપ્રદેશના સતનામાં પૈસાના દાન કરવાના અજીબ કિસ્સા સામે આવી રહ્યાં છે. અહીં બે અજાણ્યા શખ્સો જગતદેવ તળાવના શિવ મંદિરની આસપાસ બેસતા ભીખારીઓને ૫૦૦, ૨૦૦ અને ૧૦૦ની નોટમાં અંદાજે ૩૦ હજાર રૂપિયા વેંચીને અચાનક ગાયબ થઇ ગયા. જો કે બંનેની તસવીરો અહીં નજીક આવેલા પેટ્રોલ પમ્પ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

સિટી કોતવાલીના થાના પ્રભારી સંતોષ તિવારીએ જણાવ્યું કે કાલે આ વાત અમને જાણવા મળી કે કેટલાક લોકોએ ભીખારીઓને પૈસા વહેંચ્યા છે. પ્રથમ દ્રષ્ટીએ પૈસા વહેંચવા કોઇ ગુનો નથી પરંતુ કોરોનાથી હાલ દેશમાં ભયનો માહોલ છે અને એવી અફવાહ પણ છે કે કોરોનાથી સંબંધિત વસ્તુઓ રસ્તા પર ફેંકવામાં આવી રહી છે. આથી કંઇ ખોટું તો નથી થયું એ અંગે અમે ટીમ મોકલી અને સીસીટીવી ચેક કર્યા છે. તેઓએ જણાવ્યું કે સીસીટીવી ફૂટેજમાં બ્લૂ શર્ટ પહેરી એક વ્યક્તિ પૈસા આપતો દેખાઇ રહ્યો છે.

દેશના અલગ અલગ ભાગમાં રસ્તા પર પડેલી લાવારિસ નોટ મળી આવી હોવાની ઘટના સામે આવી ચૂકી છે. કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે રોકડ વહેંચવાની વાત માટે સતના પોલીસને તમામ આશંકાઓ થઇ રહી છે. હવે સતનામાં ૩૦ હજાર રૂપિયાની મોટી રકમ ભીખારીઓને વહેંચવામાં આવી એ વાત હજમ થતી નથી. લોકડાઉનમાં એક તરફ દરેક વ્યક્તિ પ્રભાવિત છે એવામાં ભીખારીઓને રોકડ નોટ વહેંચવાની વાત પોલીસને ગળે નથી ઉતરી રહી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. તો એક ભીખારીએ જણાવ્યું કે કાલે બે લોકો આવ્યા હતાં. એ લોકોએ પહેલા અહીં ૨-૩ વખત ચક્કર લગાવ્યા.

સીઢીઓથી ઉપર નીચે થયા હતાં. ત્યાંથી નોટના ખુલ્લા પણ કરાવ્યા. ખુલ્લા કરાવ્યા બાદ પૈસા વહેંચ્યા છે. સામે બેઠેલા લોકોને ૫૦૦-૫૦૦ રૂપિયા વહેંચ્યા છે અને અહીં બેઠેલા લોકોને ૧૦૦-૧૦૦ રૂપિયા પણ વેંચ્યા હતાં. આ ઘટના રાતે પાંચ વાગ્યાની આસપાસની છે. રાજકુમારે જણાવ્યું કે અહીં બે લોકો આવ્યા હતા અને ભિખારીને ગુપ્ત રીતે આશરે જુદી-જુદી રૂપિયાની નોટો વહેંચતા સીઢીથી નીચે જતા રહ્યાં. તેઓ બોલી રહ્યાં હતાં કે દૂર-દૂરથી પૈસા લઇ લો.

આ વાત માટે ભીખારીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો અને તેમના પૈસા સેનેટાઇઝ પણ કરવામાં આવ્યા છે. પોલિસ ઓફિસર સંતોષ તિવારીનું કહેવું છે કે આ આખી ઘટનાની સામાન્ય રીતે તપાસ કરવામાં આવી રહી છે. જો ગુનાહિત કૃત્ય સામેલ હશે તો જ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. જો કોઇપણ વ્યક્તિએ દાન કર્યું છે તો તેઓએ સામે આવીને પોતાની ઓળખ આપવી જોઇએ કે મેં ભીખારીઓને દાન આપ્યું છે આ કોઇ ગુનો નથી. હાલમાં કોરોના સંક્રમણના સમયમાં જો કોઇ પૈસા આપી રહ્યા હોય તો તેને પણ શંકાની નજરથી જોવામાં આવી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત