જાણી લો આજે તમે પણ સૂર્યગ્રહણના આ પ્રકારો વિશે, જેમાં જાણો દરેક વચ્ચે શું હોય છે તફાવત

શું તમે જાણો છો કે સૂર્ય ગ્રહણ કેટલા પ્રકારના હોય છે, અને શું હોય છે દરેકમાં તફાવત

image source

21 જુનના સૂર્યગ્રહણને લઈને અનેક અમાચારો વચ્ચે કાલે સૂર્યગ્રહણ વીત્યું હતું. આવા સમયે અનેક લોકોએ આ સૂર્યગ્રહણને વિવિધ માધ્યમો દ્વારા નિહાળ્યું હતું. જો કે હવે તો અનેક ચેનલ દ્વારા આ સૂર્ય ગ્રહણને વિશાળ ટેલિસ્કોપની મદદથી લાઈવ પણ બતાવવામાં આવ્યા હતા. જો કે શું તમે એ જાણો છો કે સૂર્ય ગ્રહણ શું હોય છે? અને તેના કેટલા પરાર છે?

image source

આપને જણાવી દઈએ કે સૂર્ય ગ્રહણ ત્યારે થયું કહેવાય છે, જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની બરાબર વચ્ચે આવી જાય છે. આ સમયે જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જાય છે, ત્યારે આ ચંદ્રની પાછળ સૂર્ય કેટલાક સમય માટે ઢંકાઈ જતો હોય છે. આમ ઢંકાઈ જવાથી સૂર્યનો પ્રકાશ ગ્રસિત થાય છે જે ઘટનાને સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ ઘટના દ્વારા સૂર્યનો પ્રકાશ નથી છીનવાતો. પણ ચંદ્રના કારણે સૂર્યના પ્રકાશનો માર્ગ અવરોધાય છે, જેને સૂર્યનું ગ્રહણ કહેવાય છે.

image source

સામાન્ય રીતે સૂર્ય ગ્રહણ ત્રણ પ્રકારના હોય છે. આજે આપણે આ ત્રણેય પ્રકારના સૂર્ય ગ્રહણ વિશે વધુ જાણીશું. કે આ સૂર્ય ગ્રહણ કેવા હોય છે અને એમાં કેવા તફાવત હોય છે.

પૂર્ણ સૂર્ય ગ્રહણ

image source

પૂર્ણ સૂર્ય ગ્રહણ એ સૂર્ય ગ્રહણનો પહેલો પ્રકાર છે. જ્યારે ચંદ્ર પૃથ્વીની વધારે પડતા નજીકથી પસાર થાય અને આ સમય દરમિયાન તે પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે. આ સમયે ચંદ્ર પૂર્ણ રુપે સૂર્યના પ્રકાશને ઢાંકી શકે છે, પરિણામે સૂર્ય જાણે ચંદ્ર પાછળ પૂર્ણ પણે અદ્રશ્ય થઇ જાય છે. આમ થવાથી પૃથ્વી પર સૂર્યનો પ્રકાશ પડતો નથી અને દિવસે પણ રાત્રી જેવો અંધકાર છવાઈ જાય છે, આ પ્રકારના ગ્રહણને પૂર્ણ સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે.

આંશિક સૂર્ય ગ્રહણ

image source

આંશિક સૂર્ય ગ્રહણ એ સૂર્ય ગ્રહણનો બીજો પ્રકાર છે. આ ઘટનામાં ચંદ્ર પૃથ્વી અને સૂર્યના વચ્ચે એવી રીતે આવે છે કે સંપૂર્ણ સૂર્ય નહિ પણ સૂર્યનો કેટલોક ભાગ પૃથ્વી પર દેખાતો બંધ થાય છે. આ પ્રકારના ગ્રહણમાં બહુ સામાન્ય અસરો પૃથ્વી પર વર્તાય છે. આ પ્રકારના ગ્રહણને આંશિક સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે.

વલયાકાર સૂર્ય ગ્રહણ

image source

વલયાકાર સૂર્ય ગ્રહણ એ સૂર્ય ગ્રહણનો ત્રીજો અને અંતીમ પ્રકાર છે. ચંદ્ર જયારે પૃથ્વીથી ઘણો દૂર હોય, અને આ દરમિયાન તે પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય. આવા સમયે ચંદ્ર પૂર્ણ પણે સૂર્યને ઢાંકી શકતો નથી અને તે એવી રીતે સૂર્યના મધ્યમાં આવે છે જેથી માત્ર એનો મધ્ય ભાગ જ ઢંકાય. આમ આ પ્રકારના ગ્રહણથી સૂર્ય વલય અથવા કંકણની જેમ ચમકતો દેખાય છે. જેને વલયાકાર અથવા કંકણાકૃતિ ગ્રહણ પણ કહેવાય છે.

21 જૂનના સૂર્ય ગ્રહણ આ કારણે ખાસ

image source

21 જૂનના દિવસે થયેલ ગ્રહણને ખાસ એટલે મનાય છે કે આ પૂર્ણ સૂર્યગ્રહણ છે અને આ લગભગ 3 કલાક અને 25 મિનિટ સુધી ચાલ્યું હતું. 21 જૂનના સવારે 10.17 વાગ્યાથી આ શરું થયું હતું, બપોરના 12.10 વાગ્યે એ મધ્યમાં હતું અને અને બપોરે 2.02 વાગ્યે ગ્રહણ પૂર્ણ થયું હતું. આ ગ્રહણ ભારતમાં પણ જોવા મળ્યું હતું. જો કે હમેશા સૂર્ય ગ્રહણને સીધી દ્રષ્ટીએ જોવાનું ટાળવું જોઈએ, આમ કરવાથી આંખોને નુકશાન થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત