તમે જાતે જ જોઈ લો આ માસીનું કારનામું, ધગધગતા તેલમાં હાથ નાખીને તળે છે પકોડા, વીડિયો જોઈ ચોંકી જશો

મિત્રો આપણે આપણા જીવનમાં ઘણી વખત એવા લોકોને જોયા હશે કે જે અશક્ય કાર્ય કરીને આપણને આશ્ચર્યમાં મૂકી દેતા હોય છે. લગભગ એવા ઘણા કિસ્સાઓ વિશે પણ સાંભળ્યું હશે કે જે અશક્ય હોય છતાં કોઈ વ્યક્તિ તે કાર્ય કરવામાં સક્ષમ હોય. હમણાં જ એક એવો કિસ્સો જોવા મળ્યો છે, જેને જાણીને તમને પહેલા તો આશ્ચર્યજનક લાગશે.

image source

જ્યારે કોઈ વસ્તુમા વઘાર સમયે તડકો લગાવતી વખતે ભારે કાળજી લેવી પડે છે કારણ કે ગરમ તેલનું એક ટીપું પણ હાથને સ્પર્શી ગયું કે ક્યાં બીજે ઉડી ગયું તો બધાને ખબર છે કે કેવી રાડ બોલી જાય.પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોથી લોકોને આશ્ચર્ય થયું છે. એક મહિલા ગરમ તેલથી ભરેલા ટોપિયામાં હાથ મૂકીને ‘પકોડા’ તરતી કરતી જોવા મળે છે, જાણે તેલ ઠંડુ પાણી ના હોય એ રીતે મહિલા બિંદાસથી પડોકા તરી રહી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેલ કેટલું ગરમ છે! અને હા, આ આશ્ચર્યજનક પરાક્રમ કર્યા પછી પણ એ માસીના હાથમાં કંઈ જ થતું નથી. આ જ કારણ છે કે ટ્વિટરની જનતા આ દ્રશ્ય જોઈને ચોંકી ગઈ છે. નક્કી વીડિયો જોઈ તમે પણ ચોકી જશો. પરંતુ અહીં બધાને એક ખાસ ખાસ નમ્ર વિંનતી કરવામાં આવી રહી છે કે કોઈએ આ સીન ઘરે કરવાનો પ્રયત્ન કરવો નહીં કારણ કે તેમાં મોટું રિસ્ક છે.

આ ચોંકાવનારો વીડિયો ટ્વિટર યુઝર @firstwefeast દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને લેખ લખવાના સમય સુધીમાં 23 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. વીડિયોમાં, તે જોઈ શકાય છે કે ટોપિયામાં તેલ સણસણી રહ્યું છે. એક માસી તેમાં ફ્રાય કરવા માટે કંઈક મૂકે છે. તે પણ એના પોતાના હાથથી! તમને જણાવી દઈએ કે, અલ્હાબાદમાં પણ એક 60 વર્ષિય વ્યક્તિ આવું જ કામ કરે છે, જેનું નામ રામ બાબુ છે. તે ઉકળતા તેલમાં હાથ નાખે છે અને પકોડા બહાર કાઢે છે. તે આ કામ ઘણા વર્ષોથી કરી રહ્યો છે.

આ બધા પાછળ એક ટ્રિક હોવાનું પણ કહેવાય રહ્યું છે

ખરેખર આ કોઈ મિરેકલ નથી. એક સામાન્ય એવું વિજ્ઞાન છે જેની સહાયતાથી કોઈપણ સામાન્ય વ્યક્તિ આ મિરેકલ કરી શકે છે.

image source

જાણીતા અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર, આ વ્યક્તિ ગરમ ઉકળતા તેલમાં હાથ નાખતા પહેલા તેના હાથ એકદમ ઠંડા પાણીથી ધોઈ લે છે તથા વારંવાર આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરે છે. જેથી ગરમ તેલમાં હાથ બોળતા સમયે તેને કોઈ પણ જાતની સમસ્યા ઉદ્દભવતી નથી.

image source

ઠંડા પાણીની અસરના લીધે તેલની ગરમીનો સહેજ પણ અહેસાસ થતો નથી. જેથી તે સરળતાથી હાથો વડે પકોડા તળી શકે છે. આ કાર્ય કરતા પહેલા તેના વિશેની સંપૂર્ણ તથા યોગ્ય માહિતી હોવી જોઈએ તથા આ પ્રક્રિયાને લાંબા સમયગાળા સુધી પ્રેક્ટીસ કર્યા બાદ તેમાં સફળતા મળે. માટે આવા પ્રયોગ કરતા પૂર્વે થોડી સાવચેતી જરૂરથી રાખવી જોઈએ નહિ તો ઈજા પહોચી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત