ઊભા રહીને પાણી પીવાથી હેલ્થને થાય છે 7 મોટા નુકસાન, જાણો તમે પણ

તમે આજ સુધી પાણી પીવાના ફાયદા તો જાણ્યા અને સાંભળ્યા હશે. પણ શું તમે ખોટી રીતે પાણી પીવાથી હેલ્થને મોટા નુકસાન થાય છે તે વિશે જાણ્યું છે. આ વાત ઓછા લોકોને ખ્યાલ હોય છે કે કઈ પોઝિશનમાં પાણી પીવામાં આવે તો તેની હેલ્થ પર સારી અને ખરાબ અસર થાય છે. આયુર્વેદમાં ઊભા રહીને પાણી પીવાની મનાઈ છે. આ રીતે પાણી પીવાથી એક તો વ્યક્તિની તરસ છીપાતી નથી અને સાથે જ તેના શરીરના અનેક અંગો પર પણ અસર થતી જોવા મળે છે. ઊભા રહીને પાણી પીવાથી શરીરને આ 7 મોટા નુકસાન થાય છે.

જમ્યા બાદ તરત પાણી પીવું નહીં

image source

માનવામાં આવે છે કે જમ્યા બાદ તરત પાણીમી પીવું નહીં. તેનાથી શરીરની પાચનક્રિયા પર અસર થાય છે. જમ્યા પછી લગભગ અડધાથી એક કલાક બાદ પાણી પીવું. આમ કરવાથી પાચનક્રિયા સારી રહે છે અને હેલ્થને નુકસાન થતું નથી. જો તીખું ખાવાનું ખાઈ લીધું હોય તો એક બે ગૂંટડા પાણી પીઓ. એક સાથે વધારે પાણી પીવાથી ખાવાનું પચવામાં તકલીફ થાય છે.

ઊભા રહીને પાણી પીવાથી થાય છે નુકસાન

જ્યારે તમે ઊભા રહીને પાણી પીઓ છો તો ઓક્સીજન સપ્લાય રોકાઈ જાય છે. ઊભા રહીને પાણી પીવાથી ફૂડ અને વિંડ પાઈપમાં થનારો ઓક્સીજન સપ્લાય રોકાઈ જાય છે. તેની અસર ફેફસા પર અને દિલ પર પણ થાય છે.

હર્નિયાની તકલીફ

image source

ઊભા રહીને પાણી પીવાથી પેટની નીચેના ભાગની દિવાલ પર દબાણ વધે છે. તેનાથી પેટની આસપાસના અંગોને નુકસાન થાય છે. આ ખરાબ આદત છે. તેનાથી તમને હર્નિયાની તકલીફ થઈ શકે છે.

સાંધામાં દર્દની શરૂઆત

ઊભા રહીને પાણી પીવાની આદતથી પાણીનો પ્રવાહ ઝડપથી શરીરથી થઈને સાંધામાં જમા થાય છે. તેના કારણે હાડકા અને સાંધા પર અસર થાય છે. હાડકાના જોડાણવાળા ભાગમાં તરલ પદાર્થોની ખામીના કારણે સાંધામાં દર્દની સાથે હાડકા નબળા પડવાનું શરૂ થાય છે. નબળા હાડકાને કારણે વ્યક્તિ ગઠિયા જેવી બીમારીથી પીડાય છે.

કિડની પર અસર

image source

જ્યારે કોઈ વ્યક્તિ ઊભા રહીને પાણી પીએ છે ત્યારે તે પાણી ફિલ્ટર થયા વિના નીચે પેટની તરફ વહે છે. જેનાથી પાણીમાં જમા અશુદ્ધિઓ પિત્તાશયમાં જમા થાય છે. જે કિડનીને માટે હાનિકારક બને છે.

તરસ છીપાતી નથી

ઊભા રહીને પાણી પીવાથી પેટ ભરાય છે પણ તરસ છીપાતી નથી. તરસ છૂપાવવા માટે બેસીને પાણીના નાના નાના ગૂંટડા પીવાથી લાભ થાય છે.

અપચાની સમસ્યા

image source

વ્યક્તિ જ્યારે બેસીને પાણી પીએ છે તો મસલ્સ અને નર્વસ સિસ્ટમ રિલેક્સ થાય છે અને પાણી સરળતાથી પચે છે. જ્યારે ઊભા રહીને પાણી પીવાથી અપચાની સમસ્યા જન્મે છે.

એસિડનું સ્તર ખતમ થતું નથી

ઊભા રહીને પાણી પીવાની આદતથી શરીરમાં એસિડનું સ્તર ખતમ થતું નથી અને સાથે હંમેશા પાણી બેસીને શાંતિથી પીવુ જોઈએ.

જાણો બેસીને પાણી પીવાના શું છે ખાસ ફાયદા

પાણી બેસીને પીવાથી પાણી સારી રીતે પચીને શરીરના સેલ્સ સુધી પહોંચે છે. વ્યક્તિની બોડીને જેટલા પાણીની જરૂર છે તેટલું પાણી શોષીને બાકીનું પાણી અને ટોક્સિન્સ યૂરીનના મદદથી શરીરની બહાર નીકળે છે.

image source

ગરમ પાણી પીવાથી વધારે ચરબી બનતી નથી અને વજન પણ કંટ્રોલમાં રહે છે.

બેસીને પાણી પીવાથી લોહીમાં હાનિકારક તત્વો ભળતા નથી અને લોહીને સાફ રાખવામાં મદદ મળી રહે છે.

નાના ગૂંટડામાં પાણી પીવાની આદત રાખવાથી એસિડનું સ્તર વધશે નહીં અને શરીરમાંથી વધારાનો એસિડ બહાર નીકળશે.

આયુર્વેદ અનુસાર વ્યક્તિ જે પાણીને પીવાના ઉપયોગમાં લે છે તેનું તાપમાન શરીરના તાપમાનથી ઠંડુ હોવું જોઈએ નહીં. ગરમીમાં બહારથી આવતાની સાથે ફ્રિઝનું પાણી પીવાથી શરીરને નુકસાન થઈ શકે છે. એવામાં વ્યક્તિએ હંમેશા ઠંડુ અને બરફવાળું પાણી ન પીવું. પીવા માટે નોર્મલ પાણીનો ઉપયોગ કરશો તો શરીરને નુકસાન ઓછું થશે.