આ ખાસ કારણને લઇને ઉજ્જૈનમાં થાય છે ભસ્મ આરતી..સાથે જાણો તેના રહસ્ય વિશે પણ..

શ્રાવણ માસ એટલે કે ભગવાન શિવજીની ભક્તિમાં લીન થવાનો માસ. શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવજીની પૂજા- અર્ચના અને આરાધના વિશેષ પ્રકારથી કરીને ભગવાન શિવજીના આશીર્વાદ મેળવવાનું ભક્ત જનો ચુકતા નથી. હિંદુ ધર્મના શાસ્ત્રોમાં શ્રાવણ માસનું ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે, કેમ કે, શ્રાવણ માસ સામાન્ય રીતે ભગવાન શિવજીનો પ્રિય માસ માનવામાં આવે છે ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન જ ઘણા બધા ઉત્સવો પણ ઉજવવામાં આવે છે.

image source

દેશમાં ભગવાન શિવજીના ૧૨ જ્યોતિર્લીંગ આવેલા છે. આ ૧૨ જ્યોતિર્લીંગ માંથી એક જ્યોતિર્લીંગ મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલ મહાકાલેશ્વર જ્યોતિર્લીંગ છે. ભગવાન શિવના મહાકાલેશ્વર જ્યોતિર્લીંગ પર રોજ નિયમિતપણે ભસ્મની આરતી કરવામાં આવે છે. આ સાથે જ મહાકાલેશ્વર જ્યોતિર્લીંગને ભસ્મની મદદથી જ શણગાર કરવામાં આવે છે. શિવ પુરાણના કથાકાર અને ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના પંડિત એવા મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ભગવાન શિવને ભસ્મ ખુબ પ્રિય છે.

image source

-કેમ કરવામાં આવે છે ઉજ્જૈનમાં ભસ્મ આરતી.

-ભગવાન શિવની લીલા અપરંપાર.

-ભગવાન શિવનો શણગાર ભસ્મ છે.

image source

હિંદુ ધર્મના અન્ય દેવી- દેવતાઓનો શ્રુંગાર સોના- ચાંદીના આભૂષણોની મદદથી કરવામાં આવે છે જયારે ભગવાન શિવનું વ્યક્તિત્વ અન્ય દેવી- દેવતાઓ કરતા ખુબ જ ભિન્ન છે. ભગવાન શિવ પોતાના શરીર પર ભસ્મ અને નાગને ધારણ કર્યા છે. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન શિવની ભસ્મ આરતી કરવાની પ્રથા ઘણા વર્ષોથી ચાલી આવે છે. તેમજ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન શિવની ભસ્મ આરતી કરવા પાછળ ઘણી બધી માન્યતાઓ પ્રચલિત છે.

ભસ્મ એ જ સૃષ્ટિનો સાર છે.:

image source

ભસ્મને સૃષ્ટિનો સાર માનવામાં આવે છે. કેટલીક હિંદુ માન્યતાઓ મુજબ એક દિવસ એવો આવશે જયારે આખી દુનિયા સમાપ્ત થઈ જશે અને સમગ્ર સૃષ્ટિ રાખમાં પરિવર્તિત થઈ જશે, અને આ રાખ ભગવાન શિવ પોતાના શરીર પર ધારણ કરે છે. જયારે સમગ્ર સૃષ્ટિનો નાશ થઈ જશે ત્યારે સૃષ્ટિના બધા જ પ્રાણીઓ, મનુષ્ય દરેક જીવની આત્મા સહિત સમગ્ર સૃષ્ટિ ભગવાન શિવમાં વિલીન થઈ જશે. હિંદુ શાસ્ત્રોની માન્યતા મુજબ સમયે સમયે દુનિયામાં પ્રલય આવે છે અને સમગ્ર સૃષ્ટિ નાશ પામે છે. ત્યાર પછી બ્રહ્માજી ફરીથી સૃષ્ટિનું સર્જન કરે છે અને આ રીતે આ ક્રમ ચાલ્યા જ કરે છે.

આવી રીતે ભસ્મ તૈયાર કરવામાં આવે છે.:

image source

હિંદુ શાસ્ત્ર શિવપુરાણમાં જણાવ્યા મુજબ ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લીંગની ભસ્મ આરતી માટે ભસ્મ તૈયાર કરવામાં આવે છે. આ ભસ્મ તૈયાર કરવા માટે કપિલા ગાયના છાણ, પીપળો, વડ, ગરમાળો અને બોરના વ્રુક્ષના લાકડાઓને એકસાથે અગ્નિ આપી દીધા પછી આ અગ્નિ સમક્ષ મંત્રોચ્ચાર કરવામાં આવે છે. આ બધા જ લાકડાઓના બાળીને અને મંત્રોચ્ચારના પ્રભાવથી તૈયાર થયેલ ભસ્મને કપડાની મદદથી ચાળવામાં આવે છે આ રીતે તૈયાર કરવામાં આવેલ ભસ્મથી જ ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લીંગની ભસ્મ આરતી કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત