યુક્રેનની ‘બ્યુટી ક્વીન’ સેનામાં જોડાઈ, રશિયા સાથે યુદ્ધ માટે ઉપાડી બંદૂક! તસવીરો જોઈ મોહી જશો

રશિયા વિરુદ્ધ જંગમાં યુક્રેનની સેનાનો સાથ ઘણા સામાન્ય નાગરિક પણ આપી રહ્યો છે. એ જ ક્રમમાં યુક્રેનની બ્યુટી કવિન અનાસ્તાસિયા લેના પણ સેનામાં સામેલ થઇ ગઈ છે. વર્ષ 2015માં મિસ યુક્રેન ખિતાબ જીતી ચુકેલી અનાસ્તાસિયાની બંદૂક પકડેલી તસવીરો સામે આવી રહી છે.

‘ડેઇલી સ્ટાર’ના અહેવાલ અનુસાર, 2015માં જ્યારે તે 24 વર્ષની હતી ત્યારે તેણે મિસ યુક્રેનનો ખિતાબ જીત્યો હતો. જો કે, હવે તેની ગ્લેમરસ લાઈફસ્ટાઈલથી વિપરીત, તે એક સૈનિકની જેમ રશિયન સેના સાથે યુદ્ધ લડવા માટે તૈયાર છે. અનાસ્તાસિયા લેનાના ઇન્સ્ટાગ્રામ અનુસાર, તે શસ્ત્રો ચલાવવા માટે કોઈ અજાણી વ્યક્તિ નથી. હથિયારો સાથે તેની તમામ તસવીરો વાયરલ થઈ ગઈ છે.

‘યુક્રેનની સરહદમાં જે કોઈ પ્રવેશ કરશે તેને મારી નાખવામાં આવશે’

ભૂતપૂર્વ મિસ યુક્રેન અનાસ્તાસિયાએ ઇન્સ્ટાગરમને જણાવ્યું હતું કે તેણીએ પોતાના ‘ઘર’ને બચાવવા માટે હથિયારો ઉપાડ્યા હતા. સોશિયલ મીડિયા પર હથિયારો સાથેની પોતાની તસવીરો શેર કરતા તેણે લખ્યું- ‘જે કોઈ કબજાના ઈરાદાથી યુક્રેનની સરહદમાં પ્રવેશ કરશે તેને મારી નાખવામાં આવશે.’

અન્ય પોસ્ટમાં અનાસ્તાસિયાએ કહ્યું- ‘અમારી સેના એ રીતે લડી રહી છે કે NATOએ યુક્રેનમાં જોડાવા માટે અરજી કરવી જોઈએ.’ આટલું જ નહીં, અનાસ્તાસિયાએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીનો ફોટો પણ શેર કર્યો અને તેમને ‘સાચા અને મજબૂત નેતા’ ગણાવ્યા.

Instagram લોકપ્રિય છે Anastasia

તમને જણાવી દઈએ કે યુક્રેનની બ્યુટી ક્વીન અનાસ્તાસિયા લેનાના ઈન્સ્ટાગ્રામ પર લગભગ એક લાખ ફોલોઅર્સ છે. રશિયા સાથેના યુદ્ધ દરમિયાન પણ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેણે પોતાની તસવીરો પોસ્ટ કરી છે. કેટલીક તસવીરોમાં રાઈફલ્સ જોવા મળી રહી છે.