યુક્રેનના રાષ્ટ્રપતિએ કર્યો ઘટસ્ફોટ, કહ્યું – અમે 6 દિવસમાં 6000 રશિયા સૈનિકોને મારી નાખ્યાં

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 6000 રશિયન નાગરિકોના મોત થયા છે. આ દાવો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કર્યો છે. ઝેલેન્સકીએ કહ્યું છે કે મોસ્કો હુમલાના પ્રથમ છ દિવસમાં લગભગ 6000 રશિયન નાગરિકો માર્યા ગયા છે. તેમણે કહ્યું કે રશિયા બોમ્બ અને હવાઈ હુમલા દ્વારા યુક્રેન પર કબજો કરી શકશે નહીં.

બાબીય યાર પર રશિયાના હુમલાનો ઉલ્લેખ કરતા યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે અહીં હુમલો સાબિત કરે છે કે રશિયાના ઘણા લોકો માટે આપણું કિવ એક વિદેશી ભાગ જેવું છે. “આ લોકો કિવ વિશે કશું જાણતા નથી,” તેમણે કહ્યું. તેઓ આપણા ઇતિહાસ વિશે જાણતા નથી. આ લોકોનો એક જ આદેશ છે કે આપણો ઈતિહાસ, આપણો દેશ અને આપણા બધાનો નાશ કરવો.