ઉંમર નાની પરંતુ ઇરાદા મોટા, નાસાએ આપ્યું યુવા વૈજ્ઞાનિક તરીકેનુ સર્ટીફિકેટ, જાણો એવું તો શું કર્યું નાની ઉંમરમાં

ઉંમર ભલે નાની હોય પરંતુ ઇરાદા મોટા હોય તો પણ ઘણું છે.. અને તે જ મોટા ઇરાદા મોટી સિદ્ધિ પણ અપાવી શકે છે, જેનો પુરાવો મળ્યો કચ્છના માંડવીમાં.. એક નાનકડા બાળકે મોટા મોટા વૈજ્ઞાનિકો કરે તેવી મોટી શોધ કરી નાંખી.. અને બદલામાં તેને નાસાએ સર્ટીફિકેટ આપીને સન્માનિત પણ કર્યો.. તેને યુવા વૈજ્ઞાનિક તરીકેનુ બિરૂદ પણ મળ્યું.. આખરે કોણ છે આ યુવા વૈજ્ઞાનિક આવો જાણીએ..

આ છે દક્ષ ફોફિંડી જે માત્ર પંદરેક વર્ષની ઉંમરનો છે.. પરંતુ તેની શોધની ચર્ચાઓ છેક નાસા સુધી થાય છે.. કચ્છના માંડવીમાં રહેતા દક્ષ ફોકિંડીએ કિશોર વયે એક એવી શોધ કરી નાંખી કે લોકોના આશ્ચર્યનો પાર ન રહ્યો.. કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી જડતો, અડગ મનના માનવીને હિમાલય નડતો નથી, આ ઉક્તિને સાર્થક કરતા માંડવીના વિદ્યાર્થીએ પૃથ્વી તેમજ સમસ્ત માનવજાતને નુકસાન કરતા ઉલ્કાપિંડની શોધ કરી છે અને આ સિદ્ધિ બદલ અમેરિકાસ્થિત અંતરિક્ષ પર ખોજ કરતી વિશ્વની સૌથી મોટી સંસ્થા નાસાની સહયોગી સંસ્થા ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ સર્ચ કોલેબ્રેશન દ્વારા આ બાળ વૈજ્ઞાનિકને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે, જેને લઈને પરિવાર સહિત માંડવીનું ગૌરવ વધ્યું છે.

એન્કરવાલા સરસ્વતી વિદ્યાલયનુ નામ રોશન કર્યું

માંડવીની એન્કરવાલા સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા દક્ષ મધુસૂદન ફોફિંડીએ ઉલ્કાપિંડની શોધ કરી છે. નાસા દ્વારા આપવામાં આવતા રિસર્ચમાં આ વિદ્યાર્થીએ સફળ થઈ ડી.એમ.એસ 00007 નામના એક ઉલ્કાપિંડની શોધ કરી છે. આ રિસર્ચને ધ્યાનમાં રાખી યુવા વૈજ્ઞાનિકને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરાયો છે. હાલ દક્ષ અંતરિક્ષ અને ઉલ્કાપિંડ પર ખોજ કરતી ભારતની સ્ટાર ગેઝિંગ સંસ્થા સાથે જોડાયેલો છે. દક્ષે વિજ્ઞાનક્ષેત્રે કચ્છ- ગુજરાતનું નામ રોશન કરવાની લાગણી દર્શાવી હતી. સરસ્વતી વિદ્યાલયના ટ્રસ્ટી મંડળ અને આચાર્ય ધર્મેશ જોશીએ વિદ્યાર્થીની સિદ્ધિને બિરદાવી હતી.

image soucre

દક્ષ ફોફિંડીએ થોડા સમય પહેલા આવેલી થ્રી ઇડીયટ્સ મૂવીની યાદ અપાવી દીધી.. તેમાં પણ આમીરખાન વારંવાર કહે છે કે એક્સેલન્સ પાછળ ભાગો.. નંબરની પાછળ નહીં.. પ્રગતિ ઝખ મારીને તમારી પાછળ આવશે.. જો આ જ રીતે દરેક શાળામાં બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે અને વર્ગ શિક્ષક પોતાના ખંડમાં રહેલા વિદ્યાર્થીઓની પ્રતિભાને બહાર લાવવામાં રસ દાખવે તો દક્ષ જેવા અસંખ્ય યુવા વૈજ્ઞાનિકો દેશને મળી શકે છે.. બની શકે કે સચિન જેવા ક્રિકેટર મળી શકે, મોટા ડૉક્ટર, એન્જિનિયર્સ કે ક્રિએટર્સ મળી શકે.. બસ જરૂર છે વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભાને ઓળખીને તેને બહાર લાવવાની.