મહોત્સવની ઉજવણી: ઉમિયાધામ ખાતે 22 ડિસેમ્બરે ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ, લાખો ભક્તો માટે કોરોના કાળમાં આ રીતે સાવચેતી સાથે થશે સંપૂર્ણ આયોજન

લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર એવા ઊંઝા ધામમાં જ્યારે પણ કોઈ કાર્યક્રમ થાય છે તો તેનો વિશ્વ રેકોર્ડ સર્જાય છે. તેવામાં ઊંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞના પ્રથમ વાર્ષિક દિવસની ઉજવણીના ભાગરુપે મંદિર ટ્રસ્ટ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ થયો તેના પ્રથમ વાર્ષિક દિવસ નિમિત્તે એટલે કે 22મી ડિસેમ્બરના રોજ ઉમિયા માતાજી સંસ્થાન ખાસ ઉજવણી કરશે. આ ખાસ ઉજવણી એક દિવસની જ હશે.

image source

ઊંઝામાં આ ખાસ અવસરે નવચંડી યજ્ઞ, ધ્વજારોહણ તેમજ માં ઉમિયાને છપ્પનભોગનો અન્નકૂટ ધરાવવામાં આવશે. આ તકે મંદિરને રોશનીથી અને હજારો દિવાથી ઝળહળતું કરવામાં આવશે. આ સમગ્ર ઉજવણી માટે ટ્રસ્ટ દ્વારા 12 સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ સમગ્ર આયોજનને આકાર આપશે. જેના પરિણામે 22મી ડિસેમ્બરે ઉમિયાધામ ખાતે યજ્ઞ, ધ્વજયાત્રા, અન્નકૂટ સહિતના કાર્યક્રમનું આયોજન થશે. આ આયોજન પણ કેટલું ભવ્ય હશે તેનો અંદાજ તમે તેની તૈયારીઓની જાણકારી પરથી લગાવી શકો છો.

image source

આ આયોજન અંગે મળતી જાણકારી અનુસાર અહીં નવચંડી યજ્ઞ માટે મંદિર પરિસરમાં 50થી વધુ યજ્ઞકુંડ બનાવવામાં આવશે, અહીં પ્રદક્ષિણા કરવાની વ્યવસ્થા કરાશે. આ દિવસે સાંજે મંદિરમાં 5555 દીવડાં પ્રજ્વલિત કરવામાં આવશે. મંદિરમાં અવનવી રંગોળીઓ થશે રોશની કરવામાં આવશે. આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે થાય તે માટે ટ્રસ્ટ દ્વારા સ્વાગત કમિટી, યજ્ઞ કમિટી, દર્શન કમિટી, અન્નકૂટ કમિટી, સિક્યુરિટી કમિટી, ધ્વજયાત્રા કમિટી, મંદિર સુશોભન કમિટી, ભોજન વ્યવસ્થા કમિટી, દીવા પ્રાગટય કમિટી, સંગઠન કમિટી, પ્રકાશન કમિટી અને સોશિયલ મીડિયા કમિટી તૈયાર કરવામાં આવી છે. દીવડાં કરવા માટે 70થી વધુ બહેનો સાથે ખાસ સમિતિ બનાવવામાં આવી છે.

image source

આ સમગ્ર આયોજન એક ખાસ કારણથી થઈ રહ્યું છે. ગત વર્ષે 18થી 22 ડિસેમ્બર સુધી ઊંઝા ખાતે ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં 60 લાખથી વધુ લોકો જોડાયા હતા. આ ઉજવણી એક રેકોર્ડ સમાન હતી. આ ઉજવણીને આ વર્ષે 1 વર્ષ પૂર્ણ થતું હોવાથી ફરી વાર લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ વખતે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી ખાસ તકેદારી રાખવામાં આવી છે કે મોટી સંખ્યામાં લોકો એકત્ર ન થાય. આ સમગ્ર ઉજવણી સરકારી માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવશે.

image source

22મી તારીખે સવારે 9 કલાકે લક્ષચંડી મહાયજ્ઞ શરુ થશે. જેમાં માતાજીની મંદિર પ્રદક્ષિણા કરી ધ્વજારોહણ થશે. ત્યારબાદ 11.15 કલાક અન્નકૂટ થશે. ભક્તોને 11.30 કલાકે દર્શનનો લાભ મળશે. યજ્ઞની પૂર્ણાહુતી સાંજે 4.30 કલાકે થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત