હાડ થીજાવતી ઠંડીમાં ઉનાળાનો આકરો તાપ દઝાડશે, આ તારીખથી તાપમાનમાં થશે વધારો

હાડ થીજાવતી ઠંડી બાદ લોકોને હવે થોડી રાહત મળી છે અને બપોરના સમયે થોડી ગરમી શરૂ થઈ ગઈ છે. થોડા દિવસ બાદ રાજ્યમાં વિધિવત રીતે ઉનાળાની શરૂઆત થઈ જશે. જેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી માર્ચ મહિનામાં જ અમદાવાદ સહિત રાજ્યમાં 38થી 40 ડિગ્રી સુધી પારો પહોંચીજશે. તો બીજી તરફ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતાઓ તેમજ કમોસમી વરસાદની પણ શંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. નોંધનિય છે હિમવર્ષા અને બરફના લીધે પાણીનો સ્ત્રોત પ્રવાહ પણ વધતો જશે. પહાડી પ્રદેશોની નદીઓમાં જળશ્રોત વધશે.

image source

21 ફેબ્રુઆરીથી દિવસનું તાપમાન વધવાની શરૂઆત થશે

તો બીજી તરફ તા.21 અને 22 ફેબ્રુઆરીના રોજ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યાતા છે જેથી વધતી ઓછી અસર 25 ફેબ્રુઆરી સુધી રહેશે. વાત કરીએ ગુજરાતની તો તારીખ 23થી 26 ફેબ્રુઆરીનાં હવામાનમાં ફેરફાર જોવા મળશે જ્યારે તારીખ 27 ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતમાં પણ પશ્ચિમ વિક્ષેપની અસરો ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે બરફવર્ષાના કારણે આગામી સમયમાં રાજ્યમાં સવારના ટાઈમે ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે. જેથી લોકોને હળવી ઠંડીનો અહેસાસ થશે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં 21 ફેબ્રુઆરીથી દિવસનું તાપમાન વધવાની શરૂઆત થશે જ્યારે 25 ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાનમાં ઘણો વધારો થવાની શંભાવના રહેલી છે.

image source

વિદર્ભના ભાગોમાં 40 ડિગ્રી સુધી પારો પહોંચી શકે છે

તમને જણાવી દઈએ કે રાજ્યના અમુક ભાગોમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીથી પણ ઉપર જવાની શંભાવનાઓ રહેલી છે. તો બીજી તરફ આવનાર 4 માર્ચથી મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યાતા છે અને વિદર્ભના ભાગોમાં 40 ડિગ્રી સુધી પારો પહોંચી શકે છે. તો બીજી તરફ રાજ્યના સુરેન્દ્રનગર,વડોદરા, સુરત, પંચમહાલ, રાજકોટ સહિતના વિસ્તારમાં તાપમાન પણ વધારો થવાની શક્યતા છે. વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. નોંધનિય છે તે વારંવાર પશ્ચિમી વિક્ષેપની શૃખંલાથી ગુજરાતના હવામાનમાં પણ અપ-ડાઉન, વાદળવાયું અને હવામાન કથળી જવાની પણ શંભાવનાઓ રહેલી છે.

image source

વાદળછાયું વાતાવરણ જોવા મળશે

તમને જણાવી દઈએ કે તારીખ 7 માર્ચથી 9 માર્ચ સુધી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં હવામાનમાં પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જો કે બીજી તરફ માર્ચ મહિનામાં પણ દેશના ઘણા વિસ્તારોમાં વાદળવાયુ વાતાવરણ રહશે અને કમોસમી વરસાદ પડવાની શંભાવના રહેલી છે. તો બીજી તરફ ઉત્તરાણય અને વસંત પંચમી બાદ જ સામાન્ય રીતે ઠંડીનું પ્રમાણ ઘટવાનું શરુ થવાની સાથે ગરમીમાં વધારો થવાની શરૂઆત થઈ જાય છે.

image source

નોંધનિય છે કે આ વર્ષે પણ માર્ચની શરૂઆત પહેલા જ હળવી ગરમીનું પ્રમાણ શરૂ થઈ ગયું છે. નોંધનિય છે કે વિતેલા વર્ષે દરમિયાન લોકડાઉનના કારણે વાહન અને ફેક્ટરી સહિતના પ્રદૂષણ ફેલાવતી જગ્યાઓ બંધ હોવાના કારણે ગરમીનું પ્રમાણ પ્રમાણમાં ઓછું રહ્યું હતું. જો કે આ વર્ષે કોરોનાના લોકડાઉન પછી બધું ફરીથી શરૂ થઈ જતા ગરમીમાં વધારો થશે તે નક્કી છે.

image source

તો બીજી તરફ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાનું શરુ થઈ ગયું છે ત્યારે વાલીઓની ચિંતા વધી ગઈ છે કેમ કોરોનાના કારણે લાંબો સમય સ્કૂલો બંધ રહી જેથી આ વર્ષે શાળાઓના વેકેશનમાં ઘટાડો કરવામાં આવશે તેવી શક્યાતા છે જેથી ઉનાળાના ધોમધખતા તાપમાં બાળકો કઈ રીતે સ્કૂલે જશે તેને લઈએ વાલીઓ ચિંતામાં છે. નોંધનિય છે કે દેશમાં ઘણા વિસ્તારોમાં પાણીની તંગી અને આકરા તાપના કારણે ઉનાળું વેકેશનમાં વધારો કરવામાં આવતો હોય છે પંરતુ આ વર્ષે સ્થિતિ ઉલટી છે. શાળામાં આ વર્ષે વેકેશન ઘટવાની શક્યાત રહેલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!