Site icon News Gujarat

હવે નહિં લાગે ઉનાળામાં ગરમી, AC હેલ્મેટ માર્કેટમાં મચાવે છે ધૂમ, કિંમત જાણીને તમને પણ થઇ જશે લેવાની ઇચ્છા

માર્કેટમાં આવી ગઇ છે એસી હેલ્મેટ,માર્કેટમાં આવી ગઇ છે એસી હેલ્મેટ!કિંમત માત્ર એટલી કે ખરીદવા પર મજબૂર થઇ જશો

દેશમાં રોડ સેફટી માટે મોદી સરકાર દ્વારા વધુને વધુ કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે. થોડા મહિના પહેલા જ સરકાર દ્વારા બધા નિયમો કડક કરવામાં આવ્યા હતા ત્યારે હવે હલકી હેલ્મેટ પહેરવું ભારે પડી શકે છે. સરકાર આ મુદ્દે નવો કાયદો અમલમાં લાવી રહી છે જેના માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.નવા ટ્રાફિક નિયમો દેશભરમાં સુધારેલા વાહન અધિનિયમ હેઠળ લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમ ટૂંક સમયમાં દરેક જગ્યાએ લાગુ કરવામાં આવશે. ટ્રાફિકના નિયમોની વાત કરીએ તો સરકારે ટુ-વ્હીલરને સુરક્ષિત રાખવા માટે કડક કાયદો બનાવ્યો છે. હાલમાં, ટુ-વ્હીલર અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે.

image source

તેથી ટુ-વ્હીલરને હેલ્મેટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. હેલ્મેટ પહેર્યા પછી ઘણા લોકોને માથામાં પરસેવો આવે છે, તેથી ઘણા લોકો હેલ્મેટ પહેરતા નથી અને આ સમસ્યાનું સમાધાન પણ શોધી કાઢ્યું છે. હવે માર્કેટમાં અનેક પ્રકારના એર કન્ડીશનર હેલ્મેટનું વેચાણ પણ થઈ રહ્યું છે. જેનું નામ એર કન્ડીશનર હેલ્મેટ છે.

આ હેલ્મેટ બાઇકની બેટરી દ્વારા પૂરા પાડવામાં આવેલ ડીસી પાવર (12 વોલ્ટ) પર કામ કરે છે. ઉપરાંત આ હેલ્મેટ સાથે મોબાઇલ પણ ચાર્જ કરી શકાય છે. તમને 2000થી 3000 રૂપિયાની વચ્ચે સરળતાથી આવા હેલ્મેટ મળશે, જો તમે ઇચ્છો તો તમે એમેઝોનથી પણ ખરીદી શકો છો.

ઉલ્લેખનીય છે કે, શહેરી વિસ્તારમાં ટ્રાફિકને કારણે આમેય ટુ-વ્હીલરની ગતિ ભાગ્યે જ કલાકના 50 કિ.મી.થી ઉપર જતી હોય છે. બીજીતરફ હેલ્મેટને સાચવવા અને તેની જાળવણીમાં ઘણી તકલીફ પડતી હોવાની પણ ટુ-વ્હીલરચાલકોની ઘણા સમયથી ફરિયાદ હતી.

image source

અમુક કાનૂની જોગવાઈઓને ટાંકીને પણ ટુ-વ્હીલરચાલકો ઘણા લાંબા સમયથી માગણી કરી રહ્યા હતા કે, કમસેકમ શહેરી કે અર્ધ-શહેરી વિસ્તારોમાં ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમમાં છૂટ આપવામાં આવે. જો કે, ગુજરાત સરકારની કેબિનેટમાં સ્ટેટ તથા નેશનલ હાઈવે પર વાહન હંકારતા ટુ-વ્હીલરચાલકો માટે હેલ્મેટ ફરજિયાત હોવાનો નિયમ ચાલુ રાખ્યો છે.

image source

હાઈવે પર વાહનની ગતિ કલાકના 50 કિ.મી.થી પણ વધુ રહેતી હોય છે. આ સંજોગોમાં અકસ્માત થાય તો ટુ-વ્હીલરચાલકને માથામાં ઈજા પહોંચવાનું જોખમ વધી જાય છે. આ સંજોગોમાં હાઈવે પર ટુ-વ્હીલરચાલક માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો નિયમ ચાલુ રખાયો છે. આ નિયમના ઉલ્લંઘન પર દંડની જોગવાઈ પણ ચાલુ રહેશે.

image source

નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે હેલ્મેટના ઉત્પાદન અને વેચાણ માટે નવો નિયમ લાગૂ કરવામાં આવી રહ્યો છે. પહેલી માર્ચ 2021થી આ નિયમ દેશભરમાં લાગૂ કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરવા પર દંડ અને જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. નિયમ લાગૂ થઇ ગયા પછી જે તે હેલ્મેટ પર ક્વોલિટી માપદંડ અનુસાર દરેક હેલ્મેટ પર BIS વિનિયમ, 2018 અનુસાર ભારતીય માનક બ્યુરો દ્વારા એક લાયસન્સ હેઠળ લોગો પ્રિન્ટ કરેલ હોવું અનિવાર્ય રહેશે. જો આ હેલ્મેટની નિકાસ કરવામાં આવે છે તો તેના પર વિદેશી ગ્રાહકની માંગ અનુસાર જ હેલ્મેટનું ઉત્પાદન કરવાની છૂટ આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version