ઉનાળામાં ઉકાળા પીવો એ પહેલા ખાસ વાંચી લો સિવિલના આર્યુવેદિક પ્રોફેસરે શું કહ્યું આ વિશે…

સિવિલના આયુર્વેદિક પ્રોફેસરનું નિવેદન: ગરમીમાં ઠંડા પીણા નહી, પીવો દેશી ઠંડા ઉકાળા!

કોરોના વાયરસની મહામારીના કારણે એક તરફ લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે તો બીજી બાજુ સામાન્ય બીમારી હોય તો પણ ઘરે જ રહીને ‘ક્યાંક કોરોનાનો ચેપ લાગી જશે તો’ એવા ભયથી હોસ્પિટલ અથવા તો દવાખાને જવાનું ટાળતા હોય છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ વિવિધ જાતના ઉપચારો ફોરવર્ડ થતા હોય છે. જેનું પણ આંધળુ અનુકરણ ઘણીવાર મુશ્કેલીમાં મૂકી દે છે.

image source

કોરોનાકાળમાં તબીયત સ્વસ્થ રાખવા ઉકાળા અને ઘરગથ્થુ ઉપચાર અજમાવી રહ્યાં છે પણ ધ્યાન રાખવું હિતાવહ છે. અત્યારે આખી દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે, ત્યારે આયુષ મંત્રાલયે ભારતીયોને તેમની ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ બનાવવા પર ભાર મુકવા કહ્યું છે. એમ પણ ભારતીયોની ઇમ્યુનિટી વિદેશીઓની સરખામણીમાં સ્ટ્રોન્ગ હોય છે. આપણે પહેલેથી જ નાની નાની બિમારીઓ માટે આયુર્વેદિક ઉપચારો કરતા હોઇએ છીએ.

image source

આપણી આયુર્વેદિક દવાઓની તો વિદેશમાં પણ ડિમાન્ડ હોય છે. આપણી પાસે તો ઔષધીઓનો ખજાનો છે. આયુષ મંત્રાલયે આવા સમયમાં તુલસીના પાંદડા, તજ, મરી, સુંઠ, ગોળ, સુકી દ્રાક્ષ અને લીંબુ મિક્સ કરીને પીવાની સલાહ આપી છે.

image source

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસનો નવો સ્ટેઈન પ્રસરાઈ ગયો છે. જેથી લોકોએ ફરીથી ઈમ્યુનિટી પાવર વધારવા માટે ઉકાળાથી માંડીને આયુર્વેદિક દવાઓનું સેવન ચાલું કરી દીધું છે. સામાન્ય રીતે શિયાળો હોવાથી ઉકાળો લોકોએ પીધો, પરંતુ ઉનાળામાં ઉકાળો કેવી રીતે પીવો? શું કોરોનાથી બચવા પીવો છો ઉકાળા? ઉનાળામાં કેવા ઉકાળા પીવા જોઈએ? ગરમ ઉકાળાથી તમારા શરીરને નુકશાન થશે? જેથી ઉનાળામાં ઠંડા ઉકાળા પીવાની સલાહ અપાઈ રહી છે.

image source

સર્વેમાં જણાવવામાં આવી રહ્યું છે કે યોગ્ય માત્રામાં ઉકાળા લેવા જોઈએ. આયુર્વેદિક ડોક્ટરોની સલાહ ખુબ જ જરૂરી છે. વધારે પડતા ઉકાળા પીશો તો કોરોનાથી બચશો, પણ બીજા રોગ થઇ શકે છે. જેથી કોરોનાથી બચવા માટે લોકો ઉકાળો પીવે છે. આ ઉકાળો ઉનાળામાં પીવાય કે નહિ તે એક સવાલ છે. શિયાળાના ઉકાળા અને ઉનાળાના ઉકાળામાં શું ફર્ક હોય છે.

image source

આ વિશે મળતી માહિતી પ્રમાણે ઉનાળામાં વધતા તાપનો આકાશમાંથી પ્રકોપ અને વધતા કોરોના કેસોના લીધે લોકો ચિંતિત છે. કોરોનાથી બચવા માટે લોકો ઉકાળા પીતા હોય છે. જેના લીધે તેમની ઇમ્યુનીટી વધે છે. પરંતુ શું ઉનાળામાં ઉકાળા પીવાથી નુકશાન થાય ખરું..?? ઉનાળામાં કેવો ઉકાળા પીવા જોઈએ. જેનાથી શરીરને નુકશાન ના થાય. અમદાવાદ સિવિલના આયુર્વેદિક પ્રોફેસર સુરેશ સોનીએ કહ્યું કે, ઉનાળામાં શરીરને ઠંડક આપે તેવા ઉકાળો લેવો જોઈએ અને તેમાં પણ ગરમ વસ્તુઓ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું. ગરમીમાં વધારે પડતો ગરમ વસ્તુ લેવાથી શરીરમાં નુકસાન થાય છે.

image source

જેના લીધે ઘણીવાર પેટમાં ચાંદા પણ પડી જતા હોય છે. આંતરડામાં સોજા આવવા કે પછી અન્નનળીમાં બળતરા થવી આવી સમસ્યાનો સામનો લોકો કરે છે. કોરોના સમયમાં લોકોએ તકેદારી અને સાવચેતી રાખવી એટલી જ જરૂરી છે. પરંતુ સાથે સાથે સીઝન પ્રમાણે આયુર્વેદિક દવાઓ લેવાની સલાહ ડોકટરો આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!