જાણો વૈજ્ઞાનિકો કોઇ પણ દવાનો પ્રયોગ કેમ ઉંદર પર કરે છે બીજી કોઇ વસ્તુ પર નહિં…

દોસ્તો, આપણે ઘણી જગ્યાએ વાંચીએ અને સાંભળીએ છીએ કે કોઈપણ ભયાનક બીમારી નો ઉકેલ લાવવા માટે અને તેને લગતા કોઇપણ પ્રકાર ના રિસર્ચ કરવા માટે સૌપ્રથમ વૈજ્ઞાનિકો દ્વારા ઉંદર પર પ્રયોગ કરવામાં આવે છે. વૈજ્ઞાનિકો ઉંદર ને જ પોતાના પ્રયોગ માટે પસંદ કરે છે અને તેના ઘણા કારણો છે. જે કદાચ તમે જાણતા નહીં હોય તો ચાલો, આજે તમને તેના કારણો જણાવી દઈએ.

આમ જોવા જઈએ તો સામાન્ય રીતે ઉંદર નું શરીર પણ મનુષ્ય ની જેમ વાળ, માથું, ડોક, આંખ, નાક, કાન વગેરે ભાગોમા વહેંચાયેલું હોય છે. વળી ઉંદર કોઈપણ સ્થાન નું અનુરૂપ પોતાની જાતને વાળી શકે છે. આથી એ માનવજાત સાથે ઘણી રીતે અનુરૂપ છે, તેમ કહી શકાય. ઉંદર નું મગજ અને તેની કામ કરવાની રીત લગભગ માણસ જેવી જ છે.

image source

આથી જ્યારે કોઈ દવા કે રસી ની શોધ કરવાની હોય અથવા તો કોઈપણ પ્રકાર ની દવાની અસર વિશે જાણવાનું હોય. ત્યારે વૈજ્ઞાનિકો મનુષ્ય પર પ્રયોગ કરતા પહેલા ઉંદર પર જ પ્રયોગ કરતા હોય છે. આ વૈજ્ઞાનિકો મનુષ્ય પર અમુક સંશોધન કરવાનું જોખમ લેતા નથી. કેમ કે આજ થી આશરે ૨૦૦ વર્ષ પહેલાં મનુષ્ય શરીર પર ઓક્સિજન થી થતી અસરો માટે નો એક પ્રયોગ ઉંદર કરવામાં આવ્યો હતો.

image source

ત્યારે વિવિધ પ્રકાર ના ખોરાક લેવાથી કે ન લેવાથી મનુષ્ય શરીર પર થતી અસરો વિશે ના પ્રયોગ પણ પહેલા ઉંદર પર કરવામાં આવતો હતો. આ થી જ લગભગ મોટાભાગના વૈજ્ઞાનિકો પોતાના પ્રયોગ માટે ઉંદર પર જ રિસર્ચ કરવાનું વધુ પસંદ કરે છે. એમાં પણ નોબલ પ્રાઈઝ વિજેતા એવા ૩૦ જેટલા વૈજ્ઞાનિકો પણ પોતાના પ્રયોગ માટે ઉંદર ની પસંદગી કરી હતી.

image source

આમ જોવા જઈએ તો સામાન્ય રીતે આપણે ઉંદર ને કપડા અથવા તો ચીજ વસ્તુઓ કાતરતા એક પ્રાણી તરીકે જ જોયો છે. પરંતુ એ માનવજાત માટે એક અમૂલ્ય સેવા પ્રદાન કરતું પ્રાણી છે, તેવું પણ કહી શકાય. આ રીતે જોઈએ તો દરેક પ્રકારના પ્રયોગ આ ઉંદર ઉપર કરવાનો મુખ્ય હેતુ એ પણ છે કે ઉંદરની શારીરિક રચના માનવ સમાન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત