સમુદ્રના તળિયેથી મળી આવેલા અનમોલ ખજાનાની કિંમત પણ અનમોલ જ છે, વાંચો વાંચવાની મજા પડે એવી રસપ્રદ માહિતી

સમુદ્રમાં છુપાયેલા ખજાનાની શોધ હંમેશાં લોકોને આકર્ષિત કરતી હોય છે આ ટોપિક પર બનેલી ઘણી બધી મૂવીઝ અને ડોક્યુમેન્ટરી ઓ તમે જોઈ જ હશે જેની અંદર અમુક લોકો ખજાનાને શોધવા મથી રહ્યા હોય છે આ પ્રકારના મૂવી દર્શકો ને ખૂબ જ પસંદ આવે છે કારણ કે ખજાનો શોધવા ની યાત્રા જોખમો અને સાહસો થી ભરેલી હોય છે. ખજાનો શોધવા ની આ યાત્રા માં જોખમો ની સાથે સાથે અમીર બનવાની સંભાવના પણ હોય છે આજ સુધી ના જાણે કેટલા લોકો ખજાનાની ઝંખનામાં પોતાનો જીવ ગુમાવી ચુક્યા હતા પરંતુ તેમાંના કેટલાક ચંદ લોકો ને જ સમુદ્ર મા રહેલો ખજાનો નસીબ થતો હોય છે .

image source

આજે આ લેખમાં, અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે સમુદ્રમાંથી આજ સુધી ઘણા ખજાના મળી આવ્યા છે જેની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવે છે, આજે અમે તમને એવી જ કેટલીક બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ , જે સમુદ્રના તળિયેથી બહાર કાઢવામાં આવી હતી અને તે વસ્તુઓ ના અભ્યાસ થી માનવ ને ઇતિહાસ વિશે અનોખી માહિતી જાણવા મળતી હતી અને માહિતીઓ વાંચીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો .

1 : – વિશ્વનું સૌથી પહેલુ કમ્પ્યુટર જે 2000 વર્ષ જૂનું છે , આ કમ્પ્યુટર સન 1900 માં ગ્રીક સમુદ્રના ટાપુ એન્ટિકી થેરા નજીક સમુદ્ર ની તળેટીમાંથી કાઢવામાં આવ્યો હતો, જેના કારણે આ કમ્પ્યુટર ને ” એન્ટિકી થેરા મિકેનિજમ ” તરીકે પણ ઓળખવા માં આવે છે કમ્પ્યુટર ની વિશેષતાઓ નો પુરાવો એ હકીકત પરથી પણ લગાવી શકાય છે કે આ કમ્પ્યુટર ખૂબ જટિલ પદ્ધતિ થી બનેલું હતું આ કમ્પ્યુટર 82 જેટલા વિવિધ ભાગો ને એકસાથે જોડીને બનાવવામાં આવ્યું હતું . આ કમ્પ્યુટર નો ઉપયોગ ચંદ્ર અને સૂર્ય ની જુદી જુદી સ્થિતિની આગાહી કરવા માટે કરવામાં આવ્યો હતો

image source

જ્યારે વેજ્ઞાનિકો એ ” ઇનફાઈનાઈટ ઇમેજિંગ ટેકનોલોજી ” ની મદદથી આ કમ્પ્યુટરને ડીકોડ કર્યું હતું ત્યારે વૈજ્ઞાનિકો ને આ કમ્પ્યુટર પર ગ્રીક ભાષામાં લખેલા કેટલાક નંબરો મળી આવ્યા હતા આ નંબરો ની સાથે સાથે ચંદ્ર – સૂર્ય અને અન્ય ગ્રહોની માહિતી હોવા નું પણ માલુમ પડ્યું હતું . અને કેટલાક વૈજ્ઞાનિકો નું એવું પણ કહેવું હતું કે આ મશીન નો ઉપયોગ મંગળ, બૃહસ્પતિ, પૃથ્વી, શુક્ર અને શનિ પાંચ ગ્રહોના સ્થાન ને શોધવા માટે કરી શકાય છે ઘણા લોકો ના મત મુજબ આ આ કમ્પ્યુટર નો ઉપયોગ તારાઓ ની ગણતરી કરવા માટે પણ કરવામાં આવતો હતો અને આ મશીન નો ઉપયોગ હકીકતમા શા માટે થતો તેનો પતો આજ સુધી લગાવી શકાયો નથી .

2 : – રોમન મેડિસિન ટસ્કી ના પૂર્વ કિનારે થી થોડે દુર સમુદ્રના પેટાળ માંથી ઇટાલિયન ગોતાખોરો ને રોમ નું જહાજ મળી આવ્યું હતું જહાજ તે સમય નું હતું કે જે સમય મા રોમન સામ્રાજ્ય ને વિશ્વનું સૌથી મોટું સામ્રાજ્ય માનવામાં આવતું હતું .આ વહાણ લગભગ 2000 વર્ષ જૂનું હતું અને તેમાથી ઘણી વસ્તુઓ એવી પણ મળી આવી હતી જે આશ્ચર્ય પમાડે તેવી હતી.

image source

જેમાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે ઝીંક, સ્ટાર્ચ, ઝાડની છાલ અને મીણના ના જટિલ મિશ્રણ થી બનાવવામાં આવેલી દવાના ભરેલા ટીનના વાસણો મળી આવ્યા હતા તાજેતર માં જ, તબીબી વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું હતું કે આ દવા તે સમયે આંખોની સારવાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી પરંતુ આ દવાઓનો અસલી ઉપયોગ શું હતો તે અંગે કોઈ ચોકકસ જાણકારી મળી હતી નહીં , આ પ્રાચીન દવા વિશેની સૌથી આશ્ચર્યજનક બાબત તો એ હતી કે 2000 વર્ષ પહેલાં લોકોને દવાઓ બનાવવાનું શિક્ષણ કઈ જગ્યાએ થી મેળવ્યું હતુ .

3 : – અન્ડરવોટર ટ્રેન

image source

દરિયાની નીચે વહાણ નું મળી આવવુ એક ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ જો અમે તમને કહીએ કે પાટા પર દોડતી એક ટ્રેન પણ સમુદ્ર ના પેટાળ માં થી મળી આવી હતી તો તમે તેનો વિશ્વાસ કરશો ? અને દરિયામાં મળી આવેલી આ ટ્રેન વિશે સૌથી વિચિત્ર વાત તો એ છે કે આ ટ્રેનની આજુબાજુ કોઈ દરિયાઇ જહાજ ના અવશેષો મળ્યા ન હતા , તો સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે આ ટ્રેન સમુદ્રમાં ક્યાંથી અને કેવી રીતે આવી ? નિષ્ણાંતો અને ઇતિહાસકારો માટે આ એક મોટો પ્રશ્ન બની ગયો હતો કેટલાક લોકોનું એવુ માનવું હતું કે વધારે ભાર થવાની લીધે આ ટ્રેન ને જાણી જોઈને અહીં વહાણમા થી કાઢી નાખવામાં આવી હતી. આ ટ્રેન વિશે બિજી ઍક રસપ્રદ વેટ તો એ છે કે આજદિન સુધી આ ટ્રેનના ગુમ થયાના અહેવાલ ક્યાંય થી મળ્યા નથી .

image source

4 : – વિશ્વમાં મોટા ભાગના લોકો એવા છે જે માને છે કે ક્રિસ્ટોફર કોલમ્બસ એવા પહેલા માણસ હતા કે જેણે અમેરિકાની શોધ સૌથી પહેલા પરંતુ જ્યારે તાજેતર માં થયેલી શોધની વાત આવે છે ત્યારે લાગે છે કે ક્રિસ્ટોફર કોલમ્બસ પહેલા કદાચ કેટલાક લોકો અમેરિકા આવી ગયા હતા અથવાતો તેઓ અમેરિકા સુધી જવાના તમામ રસ્તાઓ થઈ વાકેફ હતા, જેનો પુરાવો બહામાસ નજીક આવેલા એક બીચથી થોડાક માઇલ દૂર સમુદ્રની તળેટીમાં થી વર્ષો જૂની ઇજિપ્તની એક મૂર્તિ મળી આવી હતી વેજ્ઞાનિકોએ કહ્યું કે આ મૂર્તિ 2500 વર્ષ જૂની છે જે સૂચવે છે કે ક્રિસ્ટોફર કોલંબસ પહેલા માણસોની કેટલીક પ્રજાતિઓ હતી જે અમેરિકા પર આશરે 2500 વર્ષ પહેલાં આવ્યા હતા આ લોકોની હાજરી પર કેટલીક અલગ અલગ સંભાવનાઓ દર્શાવવામાં આવે છે જેમ કે આ લોકો કા તો અમેરિકા આવવા જવા ના રસ્તા ના જાણકાર હતા અથવાતો આ લોકો ભટકેલા નાવિકો હતા કે જે ભૂલ થઈ અહીં આવી ચડ્યા હતા .

image source

5 :- સાન ગેલન જોસ કેરેબિયન સમુદ્રના કોલમ્બિયન કાંઠેથી થોડે દૂર લગભગ 707 વર્ષ જૂનું જહાજ મળી આવ્યુ હતું જે જોવામાં સામાન્ય જહાજ જેવું જ લાગતું હતું પરંતુ જ્યારે સી ડાઇવર્સની ટીમે આ જહાજનું પરીક્ષણ કર્યું ત્યારે તે એક યુદ્ધ જહાજ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં મળેલા ખજાના ની કિંમત 4 અબજ ડોલરથી 17 અબજ ડોલર સુધી હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો આ ખજાના માં 70 નાની મોટી તોપો સોના અને ચાંદીના અસંખ્ય સિક્કાઓ અને તે સમયમાં પેરુમાં મળી આવતા ખૂબ જ કિંમતી અને દુર્લભ પ્રકારના મોતીના દાગીના નો સમાવેશ થાય છે તમે લોકો ખજાના ની કિંમતનો અંદાજ એ વાત પર થી લગાવી શકો છો જો કોલમ્બિયા ની સરકાર આ ખજાનાને ચલણિ નાણા માં ફેરવે છે, તો કોલમ્બિયા ની કુલ માથા દીઠ આવક હાલ ની માથાદીઠ આવક કરતા લગભગ બમણી થઈ જાય .

image source

જો તમને આજે અમારો સમુદ્રમાંથી મળી આવેલી કેટલીક આશ્ચર્યજનક વસ્તુઓ પર લખેલ લેખ ગમ્યો હોય, તો પછી તેને તમારા મિત્રો સાથે શેયર કરવાનું ભૂલશો નહીં અને જો તમારી પાસે આ લેખ સાથે સંબંધિત કોઈ માહિતી છે, તો તમે નીચેની કમેન્ટ દ્વારા અમને જણાવી શકો છો.