પૃથ્વી પર શાનદાર અને આલીશાન છે આ 5 સ્થળો, જે આવેલા છે જમીનની અંદર, તસવીરો તો જુઓ કેટલી મસ્ત છે…

આલીશાન માહોલમાં રહેવાની કોની ઈચ્છા ન હોય. લોકો મનમોહક અને આલીશાન જગ્યાઓએ રહેવા માટે ઉત્સુક હોય છે પરંતુ આવી જગ્યાઓ ક્યાં છે તેના વિષે મોટાભાગના લોકો અજાણ હોય છે.

image source

ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને ધરતીની અંદર આવેલા અમુક એવા સ્થાનો વિષે જણાવવાના છીએ જેની ખુબસુરતી તમને મંત્રમુગ્ધ કરી દેશે. તો ક્યાં આવેલી છે તે જગ્યાઓ અને શું છે તેની ખાસિયત ? ચાલો જરા વિસ્તારથી વાત કરીએ.

અમેરિકાના મિસૌરી પ્રાંતમાં સ્થિત આ ગુફાને 1880 ના દશકામાં શોધવામાં આવી હતી. ગુફાનું નામ ઓઝાર્કસ કવેનર્સ છે અને તે એન્જેલ શોવર્સ નામથી ઓળખાતા ફુવારાઓને કારણે વિશ્વપ્રસિદ્ધ છે. વળી, ગુફાની છતના પાણીની ધાર કેલ્સાઈટ વડે બનેલા બાથટબ જેવી આકૃતિમાં પડતી હોય તેવું દેખાય છે. આ મનમોહક નજારો જોવા અહીં પર્યટકોનો ઘસારો પણ સારો એવો રહે છે.

image source

અલગ અલગ રંગોના પ્રકાશથી સજ્જ લાઇમસ્ટોનની આ ગુફા લગભગ 180 મિલિયન વર્ષ જૂની હોવાનું મનાય છે. ચીનમાં આવેલી આ ગુફાની શોધ દ્રિતીય વિશ્વયુદ્ધ દરમિયાન એક જાપાની સૈનિકે કરી હતી. આ ગુફાને રીડ ફ્લૂડ ગુફાના નામથી પણ ઓળખવામાં આવે છે.

image source

આ દુનિયાની સૌથી લાંબી ભૂમિગત નદી છે અને તેને પ્યુર્ટો પ્રિંસેસાની ભૂમિગત નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2012 માં દુનિયાની સાત નવી અજાયબીઓમાં શામેલ એવી આ નદી ફિલિપાઇન્સના પલાવન ટાપુ પર સ્થિત છે. અહીંનો નજારો ખુબ આહલાદક છે.

image source

રોમાનિયાના ટ્રાંસીલ્વાનીયા નજીક આવેલા મીઠાના આ ખાણ ભંડારને વર્ષ 1992 માં સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી આ ખાણમાં 20 લાખથી વધુ લોકો આ સ્થાને રૂબરૂ આવી અહીંની સુંદરતા માણી ચુક્યા છે. આ સ્થાનનું નામ સલીના તુરડા છે. અહીં પણ સમયાંતરે વિશ્વભારથી પર્યટકો આવતા રહે છે.

image source

ગ્લોવોર્મ નામથી ઓળખાતી આ ખાસ ફંગસ માત્ર ન્યુઝીલેન્ડમાં જ જોવા માળે છે. ગ્લોવોર્મની ઉપસ્તીથીને કારણે આ ગુફામાં કાયમ એક પ્રકાશ જોવા મળે છે. આ ગુફાનું નામ વાઇટોમો ગ્લોવોર્મ કેવ છે. આ સ્થાન પણ પર્યટકો માટે આકર્ષણનું ખાસ કેન્દ્ર બનેલું છે. એ સિવાય પણ ન્યુઝીલેન્ડ એક એવો દેશ છે જ્યાં અનેક કુદરતી સૌંદર્ય ધરાવતા ટ્રાવેલ ડેસ્ટિનેશન આવેલા છે.