Site icon News Gujarat

2017માં કુંભ મેળા બાદ 2020માં દુર્ગા પૂજાને UNESCOએ આપ્યું સાસ્કૃતિક વિરાસતનું સ્થાન

પશ્ચિમ બંગાળના લોકો માટે ઉજવણીનો અવસર દુર્ગાપૂજા પહેલા દુર્ગાપૂજાના કારણે આવ્યો છે. જી હાં સંયુક્ત રાષ્ટ્રની સાંસ્કૃતિક સંસ્થા યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરતા તહેવારોની યાદીમાં બંગાળની વિશ્વવિખ્યાત દુર્ગા પૂજાનો સમાવેશ કર્યાની જાહેરાત કરી છે. આ વાત સામે આવતાંની સાથે જ બંગાળના લોકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.

image soucre

મહત્વનું છે કે દર વર્ષે બંગાળમાં દુર્ગા પૂજા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને દુર્ગા પૂજા બંગાળની સંસ્કૃતિ સાથે જોડાયેલી મહત્વની પરંપરા છે. દેશના વડાપ્રધાને આ અંગે ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે દરેક બંગાળી માટે આ ગર્વની વાત છે કારણ કે દુર્ગા પૂજા અમારા માટે પૂજા જ નહીં એક ભાવના છે. ઉલ્લેખનીય છે કે બંગાળ સરકારે યુનેસ્કોને દુર્ગા પૂજાને હેરિટેજનો દરજ્જો આપવા માટે અરજી કરી હતી. હવે યુનેસ્કોએ તેના પર મંજૂરીની મહોર મારી દીધી છે. આ મંજૂરી મળી જવાના કારણે બંગાળની દુર્ગા પૂજાને વિશ્વ સ્તરે ઓળખ મળી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ગા પૂજાને યુનેસ્કો હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, ભારતીયો માટે આ ખૂબ જ ગર્વ અને આનંદની વાત છે. દુર્ગા પૂજા સર્વશ્રેષ્ઠ પરંપરાઓ અને નીતિશાસ્ત્રનું ઉદાહરણ આપે છે અને કોલકાતાની દુર્ગા પૂજા એ એવો અનુભવ છે જે દરેકે લેવો જોઈએ.

યુનેસ્કોએ કહ્યું હતું કે, તેઓ ભારત અને ભારતીયને શુભેચ્છા આપે છે. દુર્ગા પૂજાને આમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવિષ્ટ કર્યાની વાતથી સ્થાનિકોમાં ઉત્સાહ હશે. સાંસ્કૃતિક વિરાસત માત્ર નિશાની કે વસ્તુઓનું સંકલન નથી. તેમાં પરંપરા અને પૂર્વજોની ભાવનાઓ જોડાયેલી છે જે આવનાર પેઢીને મળે છે. દુર્ગા પૂજા દરમિયાન વર્ગ, ધર્મ, જાતીનું વિભાજન તૂટી જાય છે. દુર્ગા પૂજા ધર્મ અને કલાનું સૌથી શ્રેષ્ટ ઉદાહરણ છે.

image source

મહત્વનું એ છે કે વર્ષ 2016માં આ યાદીમાં નવરોઝ અને યોગને જોડવામાં આવ્યા હતા. આ ઉપરાંત વર્ષ 2008માં રામલીલા અને વર્ષ 2017માં કુંભ મેળાને પણ આ મહત્વપૂર્ણ યાદીમાં સ્થાન મળ્યું હતું. ત્યારે વર્ષ 2020માં દુર્ગાપૂજાને સ્થાન મળ્યું છે.

Exit mobile version