25 જૂનથી શરુ થનારી યુનિવર્સિટીની પરીક્ષાઓ રહી મોકૂફ, જાણો હવે કઈ તારીખથી થશે પરીક્ષા શરુ

કોરોનાનું સંક્રમણ જ્યારથી ફેલાઈ રહ્યું છે ત્યારથી શાળા-કોલેજોમાં તાળા લાગી ચુક્યા છે. તેવામાં કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે મોટી મુશ્કેલી પરીક્ષાઓને લઈને ઊભી થઈ છે. એક તરફ રાજ્ય સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે કોરોનાનું સંક્રમણ છે ત્યાં સુધી કોલેજો પણ બંધ રહેશે. તેવામાં રાજ્યની અલગ અલગ યુનિવર્સિટીની પરીક્ષાઓ અધ્ધર તાલ રહી ગઈ છે. આવી જ સ્થિતિ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જોવા મળી છે.

image source

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા થોડા સમય અગાઉ પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી હતી. પરંતુ હાલ શહેરમાં સુરતમાં અને આસપાસના જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી ફરી એકવાર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ માટેની નવી તારીખ પણ જાહેર કરવામાં આવી છે.

image source

અગાઉ યુનિવર્સિટી દ્વારા 25મી જૂનથી કોલેજના થર્ડ યરના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસો દરમિયાન રાજ્યભરમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા પરીક્ષાઓ મોકૂફ રાખવા જે પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી જૂનના અંતે શરુ થતી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.

વિદ્યાર્થી સંગઠનોનું કહેવું છે કે હાલ કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે તેવામાં વિદ્યાર્થીઓ પરીક્ષાઓ માટે આવે તેમાં તેમનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ શકે છે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ કોઈ કારણસર કોરોનાગ્રસ્ત થાય તો તેની જવાબદારી કોણ લેશે. આ વાત સાથે તેમણે પરીક્ષાઓ મોકૂફ રાખવા અથવા તો મોડી લેવા માટે માંગ કરી હતી.

image source

આ મામલે લેખિત આવેદનપત્ર કુલપતિને આપવામાં આવ્યું હતું. જેને ધ્યાનમાં લઈ અને યુનિવર્સિટી દ્વારા 25 જૂનથી શરુ થતી પરીક્ષા મોકૂફ રાખી અને 13મી જુલાઈથી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સિવાય જાહેર કરવામાં આવ્યું છે કે નવી તારીખોએ શરુ થનાર પરીક્ષાનું ટાઈમટેબલ યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

image source

મહત્વપૂર્ણ છે કે આ ફેરફાર મેડિકલના વિદ્યાર્થીઓ માટે લાગુ નહીં થાય. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મેડિકલના વિદ્યાર્થીઓની પરીક્ષા નક્કી કરેલી તારીખે જ લેવાશે. તેમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેની નોંધ મેડિકલના વિદ્યાર્થીઓએ ખાસ લેવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત