જાણો કરણ જોહરની આ અજાણી વાતો, જે વાંચીને તમને પણ લાગશે નવાઇ

ગે હોવાનો આક્ષેપ સહન કરનાર કરણ જોહર વિશે આ વાતો ચોક્કસ તમે નહિ જ જાણતા હોવ.

image source

પોતાની લાગણીશીલ ફિલ્મોથી દર્શકોની આંખોમાં આંસુ લાવી દેનાર ફિલ્મ મેકર કરણ જોહરે હમણાં જ પોતાનો 48મો જન્મદિવસ ઉજવ્યો હતો. ડાયરેકટર, પ્રોડ્યુસર, સ્ક્રીન રાઇટર, કોસ્ચ્યુમ ડિઝાઈનર અને અભિનેતા બનીને કરણ જોહરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ નામના મેળવી છે. ફિલ્મ પ્રોડ્યુસર યશ જોહર અને હિરું જોહરના દીકરા કરણ જોહરનો જન્મ મુંબઈમાં થયો હતો. કરણના પિતા યશ જોહર એમને એકટર બનાવવા માંગતા હતા. પણ કરણના નસીબમાં કઈક બીજું જ લખાયેલું હતું.

કરણ જોહરે પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ 1989માં ટીવી સિરિયલ “શ્રીકાંત” થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ સિરિયલનું પ્રકાશન દૂરદર્શન પર થતું હતું. કરણનું વજન બાળપણમાં ઘણું વધારે હતું. એટલે એમના પિતા યશ જોહર હંમેશા કરણ જોહરને કહેતા રહેતા કે 5-6 કિલો વજન ઓછું કરી નાખ અને એકટર બની જા.

image source

પણ કરણ જોહરના નસીબમાં કદાચ એકટર બનવાનું નહિ લખેલું હોય એટલે કરણ જોહરે ડાયરેક્શન ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવ્યું અને “કુછ કુછ હોતા હે” જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપી. તો ચાલો જાણીએ કરણ જોહર વિશેના એવા કેટલાક કિસ્સા જે આજ પહેલા તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય.

કરણ જોહરે જ્યારે ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું હતું ત્યારે એમને “K” અક્ષર સાથે ઘણો પ્રેમ હતો. કરણ જોહર પોતાની દરેક ફિલ્મનું નામ “K” અક્ષરથી જ રાખતા હતા. પણ જ્યારે કરણ જોહરે રાજકુમાર હીરાનીની ફિલ્મ “લગે રહો મુન્નાભાઈ” જોઈ તો એમને “K” અક્ષરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું. આ ફિલ્મમાં ન્યૂમોરોલોજીને ક્રિટીસાઈઝ કરવમાં આવ્યું હતું.

image source

કરણ જોહરની ડાયરેકટર તરીકે પહેલી ફિલ્મ “કુછ કુછ હોતા હે” હતી. આ ફિલ્મ સાથે જોડાયેલા ઘણા બધા રોચક કિસ્સાઓ છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે કાજોલ પહેલી પસંદ નહોતી. કરણ જોહર પહેલા જુહી ચાવલાને આ ફિલ્મ માટે કાસ્ટ કરવા માંગતા હતા. પણ જુહી ચાવલાએ સ્ક્રીપટ સાંભળીને તરત જ આ ફિલ્મ માટે ના પાડી દીધી. અને એ પછી કાજોલની આ ફિલ્મ માટે સાઈન કરવામાં આવી. એવી જ રીતે રાની મુખર્જી દ્વારા ભજવેલા ટીનાના રોલ માટે પણ કરણ જોહર સૌથી પહેલા રવીના ટંડન, ઐશ્વર્યા રાય, તબ્બુ, ઉર્મિલા મારતોડકર અને કરિશ્મા કપૂર પાસે ગયા હતા.

આ સિવાય જાણો કેટલીક અજાણી વાતો કરણ જોહર વિશે.

image source

1.કાજોલને કરણ જોહર પોતાની લકી ચાર્મ માને છે એટલે એમની દરેક ફિલ્મમાં કાજોલ હોય જ પછી ભલે એ ફક્ત ગેસ્ટ અપિરિયન્સ જ કેમ ન હોય

2.ઘણા લોકોને ખબર નહિ હોય પણ કરણ જોહર ફ્રેન્ચ ભાષા માતૃભાષાની જેમ જ કડકડાટ બોલી શકે છે. એમને ફ્રેન્ચ ભાષામાં માસ્ટર્સ કર્યું છે.

3.કરણ જોહરે અભિનેતા તરીકે અનુરાગ કશ્યપની બોમ્બે વેલવેટથી પોતાનું ડેબ્યુ કર્યું હતું. અને એ માટે એમને ફી તરીકે ફક્ત 11 રૂપિયા જ લીધા હતા.

image source

4.કરણ જોહરનું એક જ સપનું છે કે એ ઓસ્કર એવોર્ડ જીતે અને પોતાના દેશને એ સમર્પિત કરે.

5.મનમોહન સિંહ સિવાય ફક્ત કરણ જોહર જ એવા ભારતીય છે જેમને લંડન ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં મહેમાન તરીકે આમંત્રણ મળ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત