Site icon News Gujarat

એક સમયે ઋષિ કપૂર પીતા હતા દિવસમાં બહુ બધી સિગારેટ, પણ દીકરીની આ કોમેન્ટથી છોડી દીધી

ઋષિ કપૂરની અજાણી વાતો

image source

બોલીવુડના જાણીતા અભિનેતા ઋષિ કપૂર હવે આપણી વચ્ચે નથી રહ્યા. ત્યારે ઋષિ કપૂરના જીવનના કેટલાક યાદગાર કિસ્સાઓ છે. જેને ઋષિ કપૂરે પોતાની ઓટોબાયોગ્રાફી ‘ખુલ્લમ ખુલ્લા: ઋષિ કપૂર અનસેંસર્ડ’ માંથી આવા જ કેટલાક કિસ્સાઓ વિષે જાણીશું. ઋષિ કપૂરની ઓટોબાયોગ્રાફી ‘ખુલ્લમ ખુલ્લા: ઋષિ કપૂર અનસેંસર્ડ’ બુક મીના ઐય્યર દ્વારા લખવામાં આવી છે.

દીકરીએ એક જ કમેન્ટ કર્યા પછી સ્મોકિંગ છોડી દીધું.:

image source

ઋષિ કપૂરે પોતાની ઓટોબાયોગ્રાફી ‘ખુલ્લમ ખુલ્લા: ઋષિ કપૂર અનસેંસર્ડ’ લખ્યું છે કે, તેઓ પહેલા અતિશય સિગરેટ પીતા હતા. પણ દીકરી રીદ્ધીમાની એક કમેન્ટ કર્યા પછી ઋષિ કપૂરે હંમેશા માટે સિગરેટનો ત્યાગ કરી દીધો હતો. તેઓ લખે છે કે, હું ખુબ જ વધારે સિગરેટ પીતો હતો. પણ પછી જયારે મારી દીકરી રીદ્ધીમાએ મને જયારે એમ કહ્યું કે, હું તમને સવારમાં કિસ કરીશ નહી, કેમ કે તમારા મોમાંથી ઘણી દુર્ગંધ આવે છે. રીદ્ધીમાએ ઋષિ કપૂરનું પ્રથમ સંતાન છે. વર્ષ ૧૯૮૦માં રીદ્ધીમાનો જન્મ થયો હતો. ઋષિ કપૂરના જણાવ્યા મુજબ, જયારે રીદ્ધીમાનો જન્મ થયો ત્યારે નીતુ ખુબ જ ખુશ હતા. ત્યાર પછી રણબીરનો જન્મ થયો અને તેઓનો પરિવાર સંપૂર્ણ થયો.

બાળકોનું પુરતું ધ્યાન રાખતા.:

image source

ઋષિ કપૂરની ઓટોબાયોગ્રાફી બુક મુજબ ઋષિ કપૂર ખુબ જ વ્યસ્ત રહેતા હતા અને ત્યારે બાળકો પણ નાના હતા. તેમછતાં ઋષિ કપૂર બાળકોને પુરતો સમય આપવાનો પ્રયત્ન હંમેશા કરતા હતા. રવિવારના દિવસે ઋષિ કપૂર રજા રાખતા હતા અને ઋષિ કપૂર દર વર્ષે બાળકોને એક મહિના માટે વિદેશ ટુર પર લઈને જતા હતા. ઉપરાંત ઘરે હોય ત્યારે ઋષિ કપૂર બાળકોની સાથે બહાર ફરવા જતા હતા. તેમજ ઋષિ કપૂર બાળકોનું પુરતું ધ્યાન રાખતા હતા. ઋષિ કપૂર જયારે પણ આઉટડોર શુટિંગ કરવા માટે જતા ત્યારે ઋષિ કપૂર પોતાની બધા જ નોકર-ચાકરને પણ સાથે જ લઈ જતા તે પછી શેફ હોય કે પછી મેડ હોય.

આઉટડોર શુટીંગમાં ઋષિ કપૂરની સાથે વિડીયો કેમેરા, વિડીયો પ્લેયર અને ટીવી સેટ સાથે રાખતા. કેમ કે, દીકરી રીદ્ધીમા ભોજન સમયે પોતાનું મનપસંદ કાર્ટુન જોઈ શકે. ઉપરાંત ઋષિ કપૂર શરુઆતના દિવસોમાં જયારે તેમને આઉટડોર શુટિંગ માટે કાશ્મીર, મૈસુર કે પછી યુએસ જવાનું થાય ત્યારે ઋષિ કપૂર દીકરી રીદ્ધીમા માટે ખાસ શેફ પણ રાખવામાં આવતા હતા, જેથી કરીને દીકરી રીદ્ધીમા પોતાનું મનપસંદ ભોજન ખાઈ શકે. ડોમેસ્ટિક સ્ટાફ માંથી ઋષિ કપૂર બહાદુર અને અમ્માને પણ બધી જ જગ્યાએ સાથે જ લઈને જતા. કૃ પણ સાથે હોય તો પત્ની નીતુ અને દીકરી રીદ્ધીમા કમ્ફર્ટેબલ અને સેફ અનુભવી શકે.

image source

સંજય દત્ત નશામાં ઋષિ કપૂરની પ્રેમિકા નીતુ સાથે ઝઘડો કરવા ગયા હતા.:

ઋષિ કપૂર પોતાની બુકમાં જણાવે છે કે, ટીના મુનીમએ સ્ક્રીન પર અલગ આકર્ષણ ઉભું કર્યું હતું. મેં તેના જેવી ખુબસુરત કો-સ્ટાર સાથે ક્યારેય કામ નથી કર્યું. દર્શકોનું પણ કહેવું હતું કે, અમે સ્ક્રીન પર ખુબ જ સારા લાગીએ છીએ. ઋષિ કપૂર અને ટીના મુનીમએ ફિલ્મ ‘કર્જ’માં સાથે કામ કર્યું હતું. અમારા બન્નેની વચ્ચે ફક્ત મિત્રતા જ હતી. ફિલ્મ ‘કર્જ’ના સમયે અમારા લગ્ન થયા ના હોવાથી કોઈએ અમારા બેની વચ્ચે અફેર હોવાની અફવા ઉડાવી હતી. ઉપરાંત લોકો વાતો પણ કરવા લાગ્યા હતા. ટીના મુનીમના સંબંધો સંજય દત્ત સાથે હતા. જયારે સંજય દત્તએ અમારા અફેરની અફવા સાંભળી ત્યારે સંજય એક દિવસ ડ્રગ્સના નશામાં ગુલશન ગ્રોવરને સાથે લઈને નીતુ સિંહના પાલી વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટમાં ઝઘડો કરવા માટે પહોચ્યા હતા.

ઋષિ કપૂરે બુકમાં કહ્યું છે કે, ગુલશન ગ્રોવરે પાછળથી મને જણાવ્યું હતું કે ફિલ્મ ‘રોકી’ના શુટિંગ દરમિયાન સંજય દત્ત નીતુના ઘરે ઝઘડો કરવા માટે ગયા હતા. પરંતુ નીતુએ આવી પરિસ્થિતિને ઘણી સારી રીતે સાંભળી લીધી હતી. તેમજ સંજય દત્તને સમજાવ્યું હતું કે, આ અફેરની વાત ફક્ત એક અફવા જ છે. નીતુ એ કહ્યું કે, ટીના અને ચિન્ટુ(ઋષિ કપૂરનું નીકનેમ) ની વચ્ચે આવું કઈજ નથી. તેઓ બન્ને ફક્ત સારા મિત્રો જ છે. વાત થયાના કેટલાક સમય પછી હું અને સંજય અ વાતને યાદ કરીને ખુબ હસ્યા હતા. જયારે મારા અને નીતુના મેરેજ થયા ત્યારે મારી સાથે કામ કરેલ દરેક અભિનેત્રીઓ મેરેજમાં સામેલ થઈ હતી.

image source

અમિતાભ બચ્ચન સાથે કારણ વગર જ તણાવ રહ્યો હતો.:

ઋષિ કપૂરે પોતાની ઓટોબાયોગ્રાફીમાં જણાવ્યું છે કે, અમિતાભ બચ્ચન મહાન એક્ટર છે. ૭૦ના દશકની શરુઆતમાં જ અમિતાભ બચ્ચને ફિલ્મનો ટ્રેન્ડ બદલી દીધો હતો. ફિલ્મોમાં એક્શનની શરુઆત અમિતાભ બચ્ચનથી જ કરવામાં આવી હતી. ત્યારે અમિતાભ બચ્ચને કેટલાક એક્ટર્સને બેરોજગાર કરી દીધા હતા. મેં ૨૧ વર્ષની ઉમરમાં મારા ફિલ્મ કરિયરની શરુઆત કરી હતી. તેમજ મારી સફળતાનો રાઝ પણ એ જ છે કે, હું મારા કામને લઈને ખુબ જ પેશન ધરાવતો હતો. મારા માટે પેશન જ આપને સફળતા અપાવવામાં મદદ કરે છે. ત્યારના દિવસોમાં મારી અને અમિતાભ બચ્ચનની વચ્ચે એક કારણ વગરનો સ્ટ્રેસ રહેતો હતો. પણ અમે ક્યારેય આ સ્ટ્રેસને દુર કરવાનો પ્રયત્ન કર્યો નથી અને આ સ્ટ્રેસ એમ જ દુર ન પણ થઈ ગયો હતો. ત્યાર પછી મેં અને અમિતાભ બચ્ચનએ ફિલ્મ ‘અમર અકબર એન્થોની’માં એકસાથે કામ કર્યું હતું. આ ફિલ્મ કર્યા પછી અમારા બંને વચ્ચે મિત્રતા ઘણી ગાઢ થતી ગઈ હતી.

image source

અભિનેતા જીતેન્દ્ર સાથે મારે ઘણા સારા સંબંધો હતા પણ અમિતાભ બચ્ચન સાથે સંબંધો એટલા સારા હતા નહી. હું અમિતાભ બચ્ચનની સાથે કમ્ફર્ટેબલ ફિલ કરતો નહી. અમિતાભ બચ્ચન મારાથી ઉમરમાં દસ વર્ષ મોટા હોવા છતાં હું તેમને અમિતજી કહેવાની જગ્યા અમિતાભ કહીને બોલાવતો હતો. હું ખરેખર મુર્ખ હતો. ફિલ્મ ‘કભી કભી’નું શુટિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન પણ અમે બંને એકબીજા સાથે વાત કરી રહ્યા હતા નહી. હા જો કે, પછીથી આ બધું ઠીક થઈ જાય છે. ઉપરાંત અમારા બંનેની વચ્ચે ઘણા સારા સંબંધો બંધાઈ જાય છે. અને હવે તો અમારી વચ્ચે પારિવારિક સંબંધ પણ છે. અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચનના લગ્ન મારી બહેન રીતુ નંદાના દીકરા નીખીલ નંદા સાથે કરવામાં આવ્યા છે.

૩૦ હજારમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ ખરીદ્યો હતો.:

image source

ઋષિ કપૂરએ કહ્યું હતું કે, ફિલ્મ ‘બોબી’ માટે જયારે મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો ત્યારે મને એવું લાગ્યું કે અમિતાભ બચ્ચન નારાજ થઈ ગયા છે. અમિતાભ બચ્ચનને એવું હતું કે, તેમને બેસ્ટ એક્ટર એવોર્ડ ફિલ્મ ‘જંજીર’ માટે મળશે. ફિલ્મ ‘બોબી’ અને ‘જંજીર’ બંને એક જ વર્ષે રીલીઝ કરવામાં આવી હતી. મને એ વાતે શરમ આવે છે કે, મેં એ એવોર્ડ પૈસાથી ખરીદ્યો હતો. ત્યારે હું એકદમ ભોળો હતો. તારકનાથ ગાંધી નામના પીઆરઓએ પણ મને કહ્યું હતું કે, ૩૦ હજાર આપો હું આપને એવોર્ડ અપાવી દઈશ. ત્યારે મેં પણ કઈપણ વધારે વિચાર્યા વગર તરત જ પૈસા આપી દીધા હતા.

ત્યારે મારા સેક્રેટરી ઘનશ્યામએ પણ આ વાતમાં સુર પુરાવતા કહ્યું કે, સર, પૈસા આપી દો. એવોર્ડ મળી જશે. આ વાતની જાણ અમિતાભ બચ્ચનને થઈ ગઈ હતી કે, મેં પૈસા આપીને એવોર્ડ ખરીદ્યો હતો. આ વિષે હું માત્ર એટલું જ કહીશ કે, વર્ષ ૧૯૭૪માં મારી ઉમર ફક્ત ૨૨ વર્ષની જ હતી. પૈસા ક્યાં અને કેવી રીતે ખર્ચ કરવા એની મને કઈ ખબર હતી નહી. પાછળથી મને મારી ભૂલનો ઘણો પસ્તાવો થયો હતો. ફિલ્મ ‘કભી કભી’માં અમિતાભ બચ્ચનનું પાત્ર ગંભીર હતું. જયારે ફિલ્મ કભી કભી’માં મારો રોલ નાનો અને રોમેન્ટિક પ્રકારનો હતો. પહેલા તો એવું લાગ્યું કે, અમિતાભ બચ્ચન રોલની ગંભીરતા જાળવવા માટે ફિલ્મના સેટ પર અલગ રહેતા હતા. પણ સાચી વાત એ હતી કે, ત્યાં બધાને ખબર પડી ગઈ હતી કે મેં એવોર્ડ ખરીદ્યો હતો.

image source

ઋષિ કપૂરએ કહ્યું કે, રણબીર મારા જેવો પિતા નથી બનવા ઈચ્છતો.:

ઋષિ કપૂરએ પોતાની ઓટોબાયોગ્રાફી બુક ‘ખુલ્લમ ખુલ્લા: અનસેંસર્ડ ઋષિ કપૂર’ના લોંચિંગ સમયે કહ્યું હતું કે, રણબીર જયારે નાનો હતો તે સમયે હું ફિલ્મ અને અન્ય કામમાં ખુબ વ્યસ્ત રહતો હતો. રણબીર નાનપણથી જ માતા નીતુની નજીક રહ્યો છે. રણબીરને હંમેશા પોતાના પિતાની ખામી મહેસુસ થતી હતી. એના માટે હું માફી માંગું છું. રણબીરને એવું લાગે છે કે, જયારે તેના પોતાના બાળકો થશે ત્યારે તે મારા વર્તન નહી કરે. જો કે, આ એક જનરેશન ગેપ છે. હું મારા દીકરાને મારો મિત્ર બનાવી શક્યો નહી. મેં હંમેશા રણબીર અને મારી વચ્ચે એક અંતર બનાવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો અને આ વાત રણબીરને પસંદ આવી નહી.

ઋષિ, રાજ કપૂરને પિતા કરતા ગુરુ વધારે માને છે.:

image source

ઋષિ કપૂર પોતાના પિતા રાજ કપૂરને પોતાના પિતા કરતા ગુરુ વધારે માનતા હતા. ઋષિ કપૂર કહે છે કે, લોકો મને કહેતા હતા કે, હું ચાંદીની ચમચી સાથે જન્મ્યો છું. આ વાત તો હું પણ માંનું છું અને આm થવામાં મારો કોઈ વાંક નથી. મને ફિલ્મ ‘બોબી’થી સફળતા અને લોકપ્રિય મળી હતી. તેમછતાં હું અલગ પ્રકારના સંઘર્ષ માંથી પસાર થયો છું. મારા માટે રાજ કપૂર ફક્ત મારા પિતા જ નહી, ઉપરાંત ગુરુ પણ છે. આજે હું જે કઈપણ છું જ્યાં છું એ મારા પિતાના કારણે જ છું.

વર્ષ ૧૯૮૮માં દાઉદ સાથે મુલાકાત કરી હતી.:

દાઉદ સાથેની મુલાકાતની રોમાંચક કિસ્સો પણ આ પુસ્તકમાં લખવામાં આવ્યો છે. ઋષિ કપૂરએ લખ્યું છે કે, પ્રસિદ્ધિ મળવાના કારણે હું ઘણા બધા સારા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યો. તેમજ કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓના સંપર્કમાં પણ આવ્યો. શંકાસ્પદ વ્યક્તિઓ માંથી એક દાઉદ ઈબ્રાહીમ હતા. વર્ષ ૧૯૮૮માં હું નજીકના મિત્ર બિટ્ટુ આનંદની સાથે દુબઈ ગયા હતા. દુબઈમાં મારે આશા ભોસલે અને આરડી બર્મનના નાઈટ પ્રોગ્રામમાં હાજરી આપવાની હતી. દાઉદ ઇબ્રાહીમનો એક વ્યક્તિ એરપોર્ટ પર હાજર હતો. ત્યારે એક વ્યક્તિએ મને ફોન આપતા કહ્યું કે, દાઉદસાહેબ સાથ બાત કરો. આ વાત વર્ષ ૧૯૯૩માં થયેલ મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પહેલાની વાત હતી. મને ખબર ના હતી કે, દાઉદ ભાગી ગયો હતો અને તે દેશનો દુશ્મન હતો. દાઉદએ મારું સ્વાગત કરતા કહ્યું કે, કોઇપણ વસ્તુની જરૂરિયાત હોય તો મને કહેવાનું. દાઉદએ મને પોતાના ઘરે પણ બોલાવ્યો હતો.

image source

દાઉદએ ઋષિ કપૂરને ચા પર બોલાવ્યા હતા.:

ઋષિ કપૂરએ આગળ જણાવતા કહ્યું હતું કે, થોડાક સમય પછી મને એક યુવાન મળ્યો હતો, જે બ્રીટીશર જેવો લાગતો હતો. તે બાબા હતો, દાઉદનો રાઈટ હેન્ડ હતો. તે વ્યક્તિએ મને કહ્યું કે,દાઉદ સાહેબએ ચા પર બોલાવ્યા છે. મને એમાં કઈ જ ખરાબ કે ખોટું લાગ્યું નહી. એટલે મેં આમંત્રણ સ્વીકાર્યું. ત્યાર પછી હું અને બિટ્ટુ રોલ્સ રોયસમાં ગયા હતા. રોલ્સ રોયસ કારમાં અંદર કચ્છી ભાષામાં વાતચીત કરી રહ્યા હતા. મને આ વિષે કઈ ખબર ના હતી પણ મારા ફ્રેન્ડને તેની જાણકારી હતી. તેઓ અમને ગોળ ગોળ ફેરવતા લઈને જવામાં આવ્યા હતા. જેના કારણે અમને ખ્યાલ ના આવે કે અમે કઈ લોકેશન પણ છીએ. જયારે અમે ત્યાં પહોચ્યા ત્યારે દાઉદએ સુટ પહેર્યો હતો. દાઉદએ કહ્યું હતું કે, તે દારૂ પીતો નથી અને એટલે જ આપને ચા પર બોલાવ્યા છે. અમે બંનેએ ચા અને બિસ્કીટનું સેવન કર્યું. અમે ચાર કલાક સુધી એકસાથે બેઠા હતા. આ દરમિયાન અમે બંનેએ અનેક વિષયો પર ચર્ચા કરી. તેમણે ક્રિમીનલ એક્ટીવીટી પર પણ ચર્ચા કરી.

દાઉદ ઈબ્રાહીમને ઋષિ કપૂરની ફિલ્મ ‘તવાયફ’ પસંદ આવી હતી.:

image source

ઋષિ કપૂર દાઉદ ઈબ્રાહીમ સાથેના કિસ્સા વિષે વધુ જણાવતા કહે છે કે, દાઉદ ઈબ્રાહીમને મારી ફિલ્મ ‘તવાયફ’ પસંદ આવી હતી. કારણ કે ફિલ્મ ‘તવાયફ’માં મારું નામ દાઉદ હતું. દાઉદ ઈબ્રાહિમે કહ્યું હતું કે, દાઉદ ઈબ્રાહીમને મારા પિતા રાજ કપૂર, અંકલ, દિલીપ કુમાર, મહેમુદ, મુકરી જેવા કલાકારો દાઉદ ઈબ્રાહીમને પસંદ હતા. વર્ષ ૧૯૮૯માં એક વાર ફરીથી દાઉદ ઈબ્રાહીમ સાથે મુલાકાત થઈ હતી. આ મુલાકાત શોપિંગ મોલમાં થઈ હતી. ત્યાં હું અને નીતુ મોલમાં સાથે હતા. ત્યારે દાઉદ સાથે મુલાકાત થઈ હતી.

Exit mobile version