અનલોક 1 પછી કેવું રહેશે અનલોક 2 : જાણો સંપૂર્ણ માહિતી અને નીતિનિયમો અંગે

ભારતમાં અનલોક 1 હવે સમાપ્ત થવા પર છે ત્યારે ભારત સરકાર દ્વારા કોરોનાને ધ્યાનમાં લઈને અનલોક 2 માટેની ગાઇડલાઈન સોમવારે રાત્રે જ દેશમાં રજૂ કરવામાં આવી છે.

image source

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને અનલોક 2 એ જુલાઈના અંત સુધી લાગુ રહેશે. જો કે અનલોક 2માં પણ લોકડાઉનના બીજા તબક્કામાં એટલે કે માર્ચના છેલ્લા અઠવાડિયાંથી બંધ કરવામાં આવેલ ઇન્ટરનેશનલ ફ્લાઇટને શરુ કરવા અંગે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો કે, એ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને ઉડાનની મંજૂરી આપવામાં આવશે. આ નિર્ણયને ભારતીય ગૃહ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

image source

આ સિવાય અનલોક 2માં પણ આખાય દેશભરમાં મેટ્રો સેવાઓ બંધ રાખવામાં આવશે. આ સાથે જ ડોમેસ્ટિક ફ્લાઈટ અને ટ્રેન સેવાઓમાં ધીરે ધીરે વધારો કરવામાં આવી રહ્યો છે. દેશભરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા ૨૨ માર્ચના દિવસે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. જો કે શરૂઆતમાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પણ બંધ કરવામાં આવી હતી જેના અનલોક 1 પહેલા એટલે કે 25 મેથી શરૂ કરવામાં આવી છે. જો કે આ માટે 21મેના રોજ વિગતવાર ગાઇડલાઇન્સ બહાર પાડીને પુરતી જાણકારી આપવામાં આવી હતી.

230 સ્પેશ્યલ ટ્રેન સિવાયની તમામ ટ્રેન 12 ઓગસ્ટ સુધી બંધ રહેશે

image source

કોરોના મહામારી દ્વારા ફેલાયેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને રેલવેની નિયમિત ટ્રેન સર્વિસ 12 ઓગસ્ટ સુધી શરૂ કરવામાં આવશે નહી. જો કે આ પહેલા પણ 30 જૂનના સુધી રેગ્યુલર ટ્રેન સેવા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં 230 જેટલી મેલ અને સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનો દોડી રહી છે, આ ટ્રેન અનલોક 2 પણ ચાલુ જ રહેશે. જો કે 12 ઓગસ્ટ સુધી રદ કરવામાં આવેલી ટ્રેનોમાં અગાઉથી ટિકિટ બુક કરનારા મુસાફરોને 100% રિફંડ પરત આપી દેવામાં આવી રહ્યું છે.

વંદે ભારત મિશન : ત્રીજા ફેઝમાં 1.82 લાખથી વધુ ભારતીયો પરત ફર્યા

image source

સરકાર વિદેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવી રહી છે. આ યોજના અંતર્ગત મિશનનો ચોથો ફેઝ 3 જુલાઈથી 15 જુલાઇ સુધીનો રહેશે. આ ત્રીજા ફેજમાં ૨૪ જુન સુધીમાં લગભગ 1 લાખ 82 હજાર 313 જેટલા ભાટીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે. આ વ્યવસ્થા માટે સરકાર દ્વારા 1441 જેટલી ફ્લાઇટ્સ ચલાવવામાં આવી હતી.

20 એરપોર્ટ્સથી 55 દેશના 80 શહેર સુધી જઈ શકાય

image source

ભારત દેશમાં કુલ 20 જેટલા એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ મળે છે. આ એરપોર્ટ્સ પરથી 55 દેશોના 80 જેટલા શહેરો સુધી સીધા જ પહોંચી શકાય છે. જો કે વર્તમાન સમયમાં વિશ્વના ઘણા દેશો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. આ સ્થિતિમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ ચાલુ રાખવો પણ અગત્યનો છે. જો કે સ્ટેટિસ્ટાના આંકડાઓ પ્રમાણે જોઈએ તો વર્ષ 2019માં ભારત ભરમાંથી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં લગભગ 7 કરોડ જેટલા લોકોએ મુસાફરી કરી હતી.

અનલોક 2માં પ્રતિબંધો યથાવત

image source

અનલોક 2 શરુ થયા પછી પણ હજુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ અંગે કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. જો કે આ પ્રતિબંધ છેક ૨૨ જુનથી મુકવામાં આવ્યો છે. ત્યારબાદ 25થી ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ કરી દેવામાં આવી હતી. જો કે મહત્વનો નિર્ણય એ છે કે અનલોક -2માં પણ મેટ્રો સર્વિસ, સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, થિયેટર અને બાર જેવા સ્થળો પર પ્રતિબંધ યથાવત રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત