Site icon News Gujarat

જેમ્સ બોન્ડ ની ફિલ્મો ગમતી હશે તો વિશ્વના રહસ્યોથી ભરપૂર આ લેખ વાંચવાનો તમને જલસો પડી જશે

આપણી પૃથ્વીથી લઈને આકાશ સુધી કે પછી એમ કહીએ કે આખી દુનિયા રહસ્યોથી ભરેલી છે તો પણ ખોટું નહીં કહેવાય. વિશ્વમાં ઘણા વૈજ્ઞાનિકો અને સંશોધનકારો આવ્યા અને ગયા પણ દુનિયાના ઘણા ખરા એવા રહસ્યો હજુ પણ અકબંધ રહી ગયા છે અને તેના પરથી હજુ સુધી રહસ્યનો પડદો ઊંચકાયો નથી. ત્યારે આજે અમે તમને એવા જ થોડા રહસ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આજના આધુનિક યુગમાં પણ એક વણઉકેલ કોયડો બનેલા છે.

image source

તાઓસ હ્મમ (ગુંજ)

ન્યૂ મેક્સિકોમાં આવેલું એક નાનકડું ગામ કે જેનું નામ તાઓસ છે. આ ગામ વિશે એવું કહેવાય છે કે, આ ગામના બહારના વિસ્તારમાં ડીઝલ એન્જિન ચાલતું હોય તેવો અવાજ સંભળાતો હતો. આ અવાજને લોકો પોતાના કાનોથી સ્પષ્ટ સાંભળી શકતા હતા. પણ આ અવાજ ક્યાંથી આવતો હતો એ વિશે કોઈને પણ માહિતી ન હતી. તપાસ માટે ઘણાં ડિટેક્ટિવ મશીનો પણ મુકવામાં આવ્યા તેમ છતાં આ અવાજનો સાચો સ્ત્રોત જાણી ન શકાયો. આ રહસ્યમય અવાજને તાઓસ હ્મમ (ગુંજ) ના નામથી ઓળખવામાં આવે છે.

ક્રિપટોસ (વર્જીનીયા)

image source

વર્જીનીયાના લાંગલેમાં આવેલા સીઆઈએના મુખ્ય મથકની બહાર એક આકૃતિ મુકવામાં આવી છે તેને ક્રિપટોસના નામથી ઓળખવામાં આવે છે. આ આકૃતિમાં અમુક ગુપ્ત કોડ લખેલા છે. જેમાંના ત્રણ કોડને તો ડીકોડ કરી નાખવામાં આવ્યા છે પણ ચોથા કોડને દુનિયાના બુદ્ધિશાળી માણસો પણ ડીકોડ નથી કરી શક્યા. આ આકૃતિને અમેરિકી કલાકાર જિમ સેનબોર્નએ બનાવી હતી. એ હજી રહસ્ય બનેલું છે કે આખરે એ ચોથા કોડમાં એવું શું હતું કે જેને દુનિયાના મોટા બુદ્ધિશાળી લોકો પણ હલ નથી કરી શક્યા.

વોયનીક મૈનુસ્ક્રિપ્ટ (હસ્તલિપિ)

image source

600 વર્ષ જુના આ પુસ્તકને દુનિયાનું સૌથી રહસ્યમયી પુસ્તક માનવામાં આવે છે. 240 પેજ ધરાવતા આ પુસ્તકને હાથ વડે લખવામાં આવ્યું છે. પણ આ લખાણ શું લખેલું છે ? અને કઈ ભાષામાં લખેલું છે ? તે આજ સુધી કોઈપણ જાણી નથી શક્યું. આજના સમયમાં પણ આ પુસ્તક એક વણઉકેલાયેલા કોયડા સમાન છે. આ પુસ્તકને વોયનીક મૈનુસ્ક્રિપ્ટનું નામ આપવામાં આવ્યું છે.

રહસ્યમય ઈલેક્ટ્રીક પ્લગ

image source

અમેરિકામાં રહેતા એક વ્યક્તિને ક્યાંકથી એક રહસ્યમય શીલા જેવો પથ્થર મળી આવ્યો હતો આ પથ્થરમાં ઈલેક્ટ્રીક પ્લગ જેવો આકાર જોવા મળતો હતો. નવાઈની વાત તો એ છે કે જ્યારે વૈજ્ઞાનિકોએ આ શિલાની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ શીલા લાખો વર્ષો જૂની હતી. વૈજ્ઞાનિકોએ તે વ્યક્તિને એ જગ્યાએ વિશે પૂછ્યું જ્યાંથી તેને આ શીલનો પથ્થર મળ્યો હતો. પણ તે વ્યક્તિએ વૈજ્ઞાનિકોને એ જગ્યા વિશે માહિતી આપવાનો ઇનકાર કરી દીધો હતો.

રહસ્યમય સ્ક્રુ

image source

વર્ષ 1998 માં રશિયાના મોસ્કો શહેરના છેવાડાના વિસ્તારમાંથી ખોદકામ દરમ્યાન વૈજ્ઞાનિકોને એક અજબ-ગજબ પથ્થરનો ટુકડો મળ્યો. આ પથ્થરના ટુકડાનીની અંદર સ્ક્રુ જેવી દેખાતી કોઈ વસ્તુ ફસાયેલી હતી. જ્યારે આ પથ્થરને તપાસ માટે મોકલવામાં આવ્યો તો જાણવા મળ્યું કે પથ્થરની અંદર ફસાયેલો એ સ્ક્રૂ 300 કરોડ વર્ષ જૂનો હતો એટલે ડાયનોસોર યુગના સમયથી હતો. આ શોધ વૈજ્ઞાનિકો માટે આજે પણ એક રહસ્ય બનેલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version