UPમાં હિસ્ટ્રી શીટરની ધરપકડ કરવા ગયેલી પોલીસ પર અંધાધુધ ફાયરિંગ, 8 જવાનો શહીદ

કાનપુરમાં હિસ્ટ્રી શીટરને પકડવા ગયેલા પોલીસ જવાનો પર થયું ફાયરિંગ, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ, 3 હુમલાખોર ઠાર મરાયા

image source

ઉત્તરપ્રદેશના કાનપુરમાં ગુરુવારે મોડી રાત્રે એક વાગ્યે હિસ્ટ્રી શીટર વિકાસ દૂબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર વિકાસ દૂબેના માણસો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સર્કલ ઓફિસર(DSP) અને 3 સબ ઇન્સપેક્ટર સહિત 8 પોલીસકર્મીઓ શહીદ થયા છે. મળેલી માહિતી અનુસાર બિઠૂરના એક ગામમાં પોલીસ વિકાસ દૂબેને પકડવા ગઇ હતી ત્યારે છત પરથી તેના સાથીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. આ હુમલાખોર પોલીસના હથિયારો પણ લૂંટીને જતા રહ્યાં હોવાના જાણવા મળ્યું છે. બીજી તરફ પોલીસે જણાવ્યું છે કે, આ ઝપાઝપી બાદ પોલીસકર્મીઓ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. અને આ એન્કાઉન્ટરમાં વિકાસ દૂબેના ત્રણ સાથીઓ ઠાર મરાયા છે.

image source

જે તે વિસ્તારના DGPએ જણાવ્યું છે કે, વિકાસ દૂબે વિરુદ્ધ કાનપુરના રાહુલ તિવારીએ હત્યાના પ્રયત્નની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ વિકાસ દુબેને પકડવા માટે બિકરુ ગામમાં ગઇ હતી. પોલીસને એમની કાર્યવાહી કરતા અટકાવવા માટે જ જેસીબી સહિતના વાહનોથી રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો.અને જોતજોતામાં જ અચાનક છત પરથી આડેધડ ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે STFની ટીમને કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. પોલીસ દ્વારા યુપીની તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે.

ઘાયલ પોલીસકર્મીઓને કાનપુરની રીજેન્સ હોસ્પિટલમાં દાખલ કરાવામાં આવ્યા છે

આ પોલીસકર્મીઓ ઝપાઝપીમાં શહીદ થયા.

image source

DSP દેવેન્દ્ર મિશ્ર, SI અનૂપ કુમાર સિંહ, SI નેવૂલાલ, SO મહેશ ચંદ્ર યાદવ, કોન્સ્ટેબલ સુલ્તાન સિંહ, કોન્સ્ટેબલ રાહુલ, કોન્સ્ટેબલ જિતેન્દ્ર અને કોન્સ્ટેબલ બબલૂના મૃત્યુ થયું છે. આ ઉપરાંત બિઠૂર પોલીસ સ્ટેશન પ્રભારી કૌશલેન્દ્ર પ્રતાપ સિંહ સહિત 7 પોલીસકર્મીઓને ગોળી વાગતા ઘાયલ થયા છે. તેમની સારવાર કાનપુરના રીજેન્સી હોસ્પિટલમાં ચાલી રહી છે.

કોણ છે આ વિકાસ દુબે?

image source

વિકાસ દુબે ઉત્તરપ્રદેશનો કુખ્યાત બદમાશ છે. STFએ વિકાસ દુબેને 31 ઓક્ટોબર 2017ના રોજ લખનઉના કૃષ્ણાનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. કાનપુર પોલીસે તેની પકડ માટે 25 હજારનું ઈનામ રાખ્યું હતું. અને વિકાસ દુબે થોડા દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો.

વિકાસ દુબેએ વર્ષ 2001માં પોલીસ સ્ટેશનમાં ઘુસીને ભાજપ નેતા અને રાજ્યમંત્રી સંતોષ શુક્લાની હત્યા કરી હતી.આટલું જ નહિ તે પોલીસ સ્ટેશનમાં ઘુસીને પોલીસકર્મી સહિત ઘણા લોકોની હત્યા કરી ચુક્યો છે. વિકાસ દુબે પર 60થી વધુ કેસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. તે પ્રધાન અને જીલ્લા પંચાયતનો પણ સભ્ય રહી ચુક્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત