માત્ર 13 મહિનામાં કરોડપતિ બનેલી યુપીની શિક્ષીકાની ખુલી ગઇ પોલ, અને પકડાયુ કૌભાંડ, પૂરી ઘટના વાંચીને તમને પણ લાગશે નવાઇ

ફક્ત 13 મહિનામાં યુપીની શીક્ષિકાએ કમાવી લીધા 1 કરોડ રૂપિયા – કૌભાંડ જાણી તમારા પણ ઉડી જશે હોશ

યુપીની શિક્ષિકાએ લાલચની બધી જ હદો કરી પાર. એક સાથે અઢળક શાળાઓમાં નોંધણી કરાવીને કમાઈ રહી છે લાખો રૂપિયા. માત્ર તેર મહિનામાં કરી લીધી એક કરોડની કમાણી. યુપીના શાળા શિક્ષક મહાનિર્દેશક વિજય કિરન આનંદે હાલ આ શિક્ષિકા વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. શિક્ષીકાએ આ ભ્રષ્ટાચારમાં એવી તે ચાલાકી કરી છે કે 13 મહિના સુધી તેને કોઈ પકડી ના શક્યું.

image source

ઉત્તર પ્રદેશના કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વિજ્ઞાન ભણાવનારી એક શિક્ષિકાએ એક સાથે 25 શાળાઓમાં કથિત રીતે કામ કરીને 13 મિહનામાં એક કરોડ રૂપિયાની સેલેરી કમાવી લીધી છે. ટીચર્સનો ડેટાબેસ તૈયાર કરતી વખતે આ ગોટાળો સામે આવ્યો હતો. યુપીની પ્રાઈમરી શાળાઓમાં ટીચર્સના એટેન્ડન્સની રિયલ ટાઇમ મોનિટરિંગ છતાં અનામિકા શુક્લા નામની આ શીક્ષિકા આમ કરવામાં સફળ રહી છે. હાલ તો આ મામલાની તાબતોડ તપાસ શરૂ કરી દેવામા આવી છે.

આ શિક્ષિકા મૈનપુરીમાં રહે છે. તેણીએ જે શાળાઓમા કામ કર્યું છે તેના રેકોર્ડ્સ પ્રમાણે તેણી છેલ્લા એક વર્ષથી પણ વધારે સમયથી શિક્ષિકા તરીકે નિયુક્ત થયેલી છે. શાળા શિક્ષા મહાનિર્દેશક વિજય કિરન આનંદના જણાવ્યા પ્રમાણે આ શિક્ષિકાની તપાસ ચાલી રહી છે. તેમણે જણાવ્યું છે, ‘જ્યારે બધા જ ટીચર્સે પ્રેરણા પોર્ટલ પર ઓનલાઇ પોતાની હાજરી પુરાવવાની હોય છે તો પછી કેવી રીતે એક ટીચર કેટેલીએ જગ્યા પર પોતાની હાજરી નોંધાવી શકે છે. હાલ આ બાબતે વિસ્તૃત તપાસની જરૂર છે.’

image source

માર્ચમાં અનામિકા શુક્લા વિરુદ્ધ ફરિયાદ મેળવનાર વિજય જણાવે છે, ‘અમે અમારા અધિકારીઓને આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. લોકડાઉનના કારણે ટીચર્સના રેકોર્ડ્સ નથી મળી શકતા. મેં 26 મેના રોજ અધિકારીઓને રિમાઇન્ડર મોકલી દીધા છે. જો આ શિક્ષિકા વિષેની જાણકારી સચી હશે તો તેણી વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે.’

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, આંબેડકરનગર, અલીગઢ, સહારનપુર, બાગપત જેવા જિલ્લાઓમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની શાળાઓમાં અનામિકાનું પોસ્ટિંગ મળી આવ્યું છે. આ શાળાઓમાં ટીચર્સની નિમણૂક કોન્ટ્રાક્ટ બેઝ્ડ હોય છે અને દર મહિને તેમને પગાર રૂપે 30 હજાર રૂપિયા આપવામાં આવે છે. જિલ્લાના દરેક બ્લોકમાં એક કસ્તૂરબા ગાંધી શાળા છે. સમાજના નબળા વર્ગમાંથી આવનારી બાળકીઓ માટે આ શાળામાં આવાસીય સુવિધાઓ પણ હોય છે.

image source

વિજયે જણાવ્યું, ‘હજુ સુધી અનામિકાની ઓરિજનલ પોસ્ટિંગ વિષે કશું જ જાણવા નથી મળ્યું, પણ ફરિયાદમાં નોંધવામા આવેલા દરેક જિલ્લામાં તે બાબતે વેરિફિકેશન ચાલી રહ્યું છે. જો મળેલી ફરિયાદ યોગ્ય ઠરશે તો તેણી વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવશે. હાલ તેણી આ બધી જ શાળાઓ માટે એક જ બેંક એકાઉન્ટ વાપરી રહી હતી કે નહીં તે બાબતે તપાસ ચાલી રહી છે.’

જ્યારે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો ત્યારે અનામિકા શુક્લાને ફેબ્રુઆરી સુધી રાયબરેલીની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય(KGBV)માં કાર્યરત જોવામાં આવી છે. રાયબરેલીના બેસિક શિક્ષા અધિકારી આનંદ પ્રકાશના જણાવ્યા પ્રમાણે સર્વ શિક્ષા અભિયાન તરફથી છ જિલ્લાઓમાં લેટર મોકલીને KGBVમાં અનામિકા શુક્લા નામની શિક્ષિકા વિષે તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. રાયબરેલીનું નામ જોકે તે લિસ્ટમાં નહોતું પણ અમે ક્રોસ ચેક કર્યું અને જાણવા મળ્યું કે તે મહિલા તેમની KGBVમાં પણ કામ કરી રહી છે. તેણીને એક નોટિસ મોકલી દેવામાં આવી છે.

image source

તેમણે વધારામાં જણાવ્યું, ‘શિક્ષિકાને રીપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું છે પણ તેણી આવી નથી. તેણીના ડોક્યુમેન્ટ્સને પણ ઉપરના સ્તરે તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. તેણીનો પગાર પણ તરત જ રોકી લેવામાં આવ્યો છે.’ રાયબરેલી જિલ્લા કોઓર્ડિનેટર અનિલ ત્રિપાઠીએ અનામિકા શુક્લાના KGBVમાં ભણાવતી હોવાની પુષ્ટી કરી છે. પણ તે સિવાય તેણી બીજે ક્યાં ક્યાં ભણાવે છે તે બાબતે કોઈ જ કશું નથી જાણતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત