ઉર્ફી જાવેદને ડેટ કરી ચુક્યો છે અનુપમાનો લાડલો સમર, જાણી લો કેમ તૂટી ગયો બન્નેનો સંબંધ

ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદના ફોટા અને વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. અમુક લોકોને એમની ફેશન સેન્સ ખૂબ જ ગમે છે તો અમુક લોકો એમની ફેશનની આલોચના પણ કરે છે. પણ ઉર્ફી જાવેદ આ બધી વાતો પર જરાય ધ્યાન આપ્યા વગર હંમેશા સોશિયલ.મીડિયા પર એક્ટિવ રહે છે.

image soucre

જો વાત કરીએ એમની પર્સનલ લાઈફ વિશે તો એ અનુપમાં ફેમ એકટર પારસ કલનાવતને ડેટ કરી ચુકી છે..પારસની સાથેના એમના ફોટા હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

image soucre

ઉર્ફી જાવેદ અને પારસ કલનાવતની પહેલી મુલાકાત ટીવી શો મેરી દુર્ગાના સેટ પર થઈ હતી. આ વાત વર્ષ 2017ની છે. અહીંયા જ બન્નેની મિત્રતા થઈ હતી

image soucre

ઉર્ફી જાવેદ અને પારસ કલનાવતની મિત્રતા જલ્દી જ પ્રેમમાં બદલાઈ ગઈ હતી. શરૂઆતના સમયમાં તો બન્નેએ એમની રિલેશનશિપને દુનિયાથી છુપાવીને રાખી હતી પણ પછી આખી દુનિયાને ખબર પડી ગઈ

image soucre

એ દરમિયાન બન્ને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા. એ સમયે ઉર્ફી જાવેદે ઘણા રોમેન્ટિક ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. પણ બંનેનો સંબંધ એક વર્ષની અંદર જ તૂટી ગયો હતો

image soucre

પોતાના રિલેશનશિપ વિશે ઉર્ફી જાવેદે કહ્યું હતું કે અમને ડેટ કર્યાને 3 મહિના પુરા થઈ ગયા છે, હું અને પારસ એકદમ અલગ અલગ છે. પારસ વેજિટેરિયન છે જ્યારે હું નોન વેજિટેરિયન. તો મને પાર્ટીઓમાં જવું ગમે છે પણ એ આ બધાથી દૂર જ રહે છે.

પોતાના ઇન્ટરવ્યૂમાં ઉર્ફી જાવેદે પોતાની અને પારસની જોડીએ ઓપોઝિટ પેર જણાવી હતી. ઉર્ફી જાવેદની આ વાતો એ સમયે ખૂબ જ ચર્ચામાં રહી હતી

image soucre

ફોટામાં તમે ઉર્ફી જાવેદ અને પારસ કલનાવતની કેમેસ્ટ્રીને જોઈને અંદાજો લગાવી શકો છો કે બન્ને કેટલા ક્લોઝ હતા અને એકબીજાની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનું પસંદ કરતાં હતાં.

એકટર પારસ કલનાવત એમના સંબંધને લઈને ખૂબ જ ગંભીર હતા. એમને તો એમની બોડી પર ઉર્ફીના નામનું ટેટુ પણ બનાવી લીધું હતું. એ પરથી ખબર પડે છે કે પારસ ઉર્ફીને કેટલો પ્રેમ કરતા હતા

image soucre

વર્ષ 2018માં ઉર્ફી જાવેદ અને પારસ કલનાવતના રસ્તા અલગ અલગ થઈ ગયા હતા. હાલના સમયમાં બન્ને જ પોતપોતાના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે