કસોટી જિંદગી કી’ની કોમોલિકા 16 વર્ષની ઉંમરમાં જુડવા બાળકોની બની હતી માતા, જાણો ડિવોર્સ પછી કેવી પરિસ્થિતિનો સામનો કરીને ઉછેર્યા બાળકોને…

કસોટી જિંદગી કીની કોમોલિકા એટલે કે ઉર્વશી ધોળકિયા 16 વર્ષની ઉંમરમાં જુડવા બાળકોની માતા બની ગઈ હતી, ડિવોર્સ પછી ઉર્વશીએ એકલા જ આવી રીતે કર્યો બાળકોનો ઉછેર.‘

કસોટી જિંદગી કીની કોમોલિકા એટલે કે ઉર્વશી ધોળકિયાને કોણ નથી ઓળખતું? એમને આ સીરિયલમાં વેમ્પનો રોલ કર્યો હતો અને એમનું આ પાત્ર એટલું લોકપ્રિય થયું કે આજે પણ લોકો ઉર્વશીને કોમોલિકાના નામે યાદ કરે છે. ઉર્વશી ધોળકિયા 16 વર્ષની ઉંમરમાં જુડવા બાળકોની માતા બની ગઈ હતી, પછી એમના ડિવોર્સ થઈ ગયા અને ઉર્વશીએ એકલા જ પોતાના જુડવા બાળકોનો ઉછેર કર્યો. ડિવોર્સ પછી ઉર્વશીએ એકલા જ આવી રીતે કર્યો બાળકોનો ઉછેર.

image source

ઉર્વશી ધોળકીયાએ ખૂબ જ નાની ઉંમરમાં કેમેરા સાથે વાતો કરવાનું શીખી લીધું હતું. તમને જણાવી દઈએ કે ઉર્વશીએ ફક્ત 6 વર્ષની ઉંમરમાં એમની પહેલી એડ કરી હતી અને એ પછી એ ટીવી સિરિયલ દેખ ભાઈ દેખમાં દેખાઈ હતી. આમ તો ઉર્વશીએ ઘણી ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે પણ કસોટી જિંદગી કી સીરિયલમાં કોમોલિકાના રોલ એમને નવી ઓળખ આપી. આજે પણ લોકો એમને કસોટી જિંદગી કીની કોમોલિકાના નામે ઓળખે છે. કસોટી જિંદગી કીની કોમોલિકાનો ચાંદલો અને લટકા ઝટકા દર્શકો આજે પણ ભૂલ્યા નથી.

image source

એ સમયે કોમોલિકાનું પાત્ર એટલું લોકપ્રિય થઈ ગયું હતું કે એ પછી ટીવી સીરિયલ્સમાં ફિમેલ વેમ્પનું તો જાણે પુર આવી ગયું પણ આજે પણ લોકો જ્યારે ડેઇલી શોપની વેમ્પનો યાદ કરે છે તો એમને કોમોલિકા યાદ આવી જાય છે. ઉર્વશીએ કહાની તેરી મેરી, ઘર એક મંદિર, કભી સોતન કભી સહેલી, કહી તો હોગા, બેતાબ દિલ કી તમન્ના હે, બિગ બોસ, નચ બલિયે, ચંદ્રકાંતા જેવી ઘણી ટીવી સિરિયલમાં કામ કર્યું છે.

image source

ટીવી પર પોતાની એક્ટિંગથી બધાનું દિલ જીતી લેનાર ઉર્વશીના જીવનમાં ઘણા ચડાવ ઉતાર આવ્યા છે. ખબરો અનુસાર ઉર્વશીના લગ્ન 15 વર્ષની ઉંમરમાં થઈ ગયા હતા અને 16 વર્ષની ઉંમરમાં તે બે જુડવા બાળકો સાગર અને ક્ષિતિજની માતા બની ગઈ હતી. પછી લગ્નના દોઢ જ વર્ષમાં ઉર્વશી તેના પતિથી અલગ થઈ ગઈ. એ પછી ઉર્વશીએ એકલા જ પોતાના બાળકોનો ઉછેર કર્યો.

image source

જ્યારે ઉર્વશીના બાળકો નાના હતા ત્યારે એમને કલાકો સુધી શૂટિંગ પર રહેવું પડતું હતું, પોતાના બાળકોના ઉછેર માટે ઉર્વશીએ ખૂબ જ મહેનત કરી છે.ઉર્વશી એક સિંગલ મધર છે અને એના બંને બાળકો મોટા થઈ ગયા છે. ઉર્વશી અને એમના બંને બાળકોનું બોન્ડિંગ ખૂબ જ સારું છે. ઉર્વશી ઘણીવાર પોતાના બાળકો સાથે સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તમે પણ જોઈ લો ઉર્વશીને આ સુંદર ફોટા.

image source

ડાન્સ રિયાલિટી શો નચ બલિયેમાં ઉર્વશી અને અનુજ સચદેવાની કેમેસ્ટ્રી લાજવાબ હતી અને બંનેનો પ્રેમ પણ ચોખ્ખો દેખાતો હતો. જો કે ઉર્વશી અને અનુજની લવ સ્ટોરીનો કોઈને અણસાર પણ નહોતો. ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 9માં ઉર્વશી અને અનુજે પહેલીબાર પોતાના રિલેશનશિપ વિશે જણાવ્યું. આ સંબંધની એક ખાસ વાત એ છે કે અનુજ ઉંમરમાં ઉર્વશી કરતા 5 વર્ષ નાના છે. ઉર્વશી અને અનુજ 5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા પણ પછી એમનો સંબંધ આગળ ન વધ8 શક્યો અને બંને અલગ થઈ ગયા.

image source

ઉર્વશી અને અનુજના દૂર થવાનું કારણ અનુજની માતા છે, અનુજની માતાને આ સંબંધ મંજુર નહોતો અને અનુજ પોતાની માતાની ઈચ્છા વિરુદ્ધ ન જઈ શક્યા અને એટલે જ બંને અલગ થઈ ગયા. અનુજની માતાની ઈચ્છા અનુસાર બંનેએ લગ્નનો વિચાર તો છોડી દીધો પણ આજે પણ ઉર્વશી અને અનુજ સારા મિત્રો છે અને એમના સંબંધનું ઊંડાણ નચ બલિયે 9માં દર્શકોને ચોખ્ખી દેખાઈ.

image source

ઉર્વશી પોતાના બોલ્ડ અને બિન્દાસ અંદાજ માટે પણ જાણીતી છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટા પણ શેર કરે છે. તમે પણ જોઈ લો ઉર્વશીને બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ ફોટા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *