ઉર્વશી રૌતેલાએ પહેરી લીધો એટલો બોલ્ડ ડ્રેસ કે તેને તૈયાર કરવામાં લાગ્યા 150 કલાક
બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અવારનવાર મિડિયામાં છવાતી રહે છે તેનું એક ખાસ કારણ છે તેની ફેશન અને તેની સ્ટાઈલ, જે દરરોજ બદલાતી રહે છે અને દિવસેને દિવસે તેણી ઓર વધારે સ્ટાઇલિશ બની રહી છે. ઉર્વશી ન માત્ર પોતાના આઉટ-ઓફ-ધ-ઓનસ્ક્રીન લુક્સની સાથે એક્સપરિમેન્ટ કરવા માટે નથી ઓળખાતી પણ તેણી પોતાના ક્લાસિક પારંપરિક પહેરવેશ પ્રત્યેનો પ્રેમ પણ નથી છુપાવી શકતી. હા એ વાત અલગ છે કે તેણી ક્યારેક જ આ પરંપરાગત લૂકમાં જોવા મળે છે અને ક્યારેક ક્યારેક તેણી પોતાના લૂકને લઈને પણ ભૂલ કરી બેસતી હોય છે, પણ તે ઉપરાંત એક્ટ્રેસની સ્ટાઇલ ફાઇલ્સ પર એક નજર નાખવામાં આવે તો જાણીતી ફેશન બ્રાન્ડ્સથી લઈને ઇન્ટરનેશનલ ડિઝાઈનર્સ સુધીના આકર્ષક કલેક્શનમાં તેણી જોવા મળી જશે.
એક તરફ જ્યાં ઉર્વશીના વોર્ડરોબમાં હેવી એમબ્લિશ્ડ લહેંગા, જડાઉ સુટ-પંજાબી સૂટ તેમજ સાડિઓ જોવા મળે છે તો બીજી બાજુ સેક્સી મિની ડ્રેસીસ અને શોર્ટસ પણ તેણીના કલેક્શનમાં છે. પણ તમને એ પણ જણાવી દઈએ કે ઉર્વશી ફ્લોર સ્વીપિંગ ગાઉન પહેરવા પણ ખૂબ પસંદ કરે છે. આવું જ કંઈક હાલમાં જ તેણીએ ફરીવાર પહેર્યું છે, પણ ઉર્વશીએ અહીં હદથી વધારે સ્ટાઇલિશ દેખાવાના ચક્કતરમાં એક એવો ડ્રેસ પહેરી લીધો છે જેની માત્ર કિંમત જાણીને જ તમે નહીં ચોંકી ઉઠો પણ ઉર્વશીને જોઈને તમારી આંખો પણ પહોળી રહી જશે.
તેમાં કોઈ જ બે મત નથી કે ઉર્વશી રૌતેલાની સુંદર તસ્વીરો હંમેશા ચર્ચા ઉભી કરે છે. આ લિસ્ટમાં આરબ ફેશન વિકમાં શો સ્ટોપર બનવાની વાત કરીએ કે પછી રેડી રેડ કાર્પેટ પર પોતાના સ્ટાઇલિશ એપિયરન્સ નોંધાવાની વાત હોય, ઉર્વશી આ વાતને સારી રીતે જાણે છે કે અવસર પ્રમાણે તેણીનો લૂક કેવો હોવો જોઈએ ? તેવામાં જ્યારે એક્ટ્રેસની હાલની એક ઇવેન્ટની વાત કરીએ તો તેમાં તેણી એક ખાસ અંદાજમાં જોવા મળી હતી અને તે સમયે તેણીને લોકો જોતા જ રહી ગયા હતા. તેણીએ એક રેડ બોલ્ડ બેકલેસ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસને બનાવવામાં લગભગ 150 કલાકની મહેનત લાગી છે એટલે કે તેને બનાવવામાં કુલ 6 દિવસનો સમય લાગ્યો છે.
આ ડ્રેસની કીંમત છે અધધધ
ઉર્વશી રૌતેલાને નજીકથી જાણનારા લોકો એ વાતને સારી રીતે જાણતા હશે કે એક્ટ્રેસ પોતાના સ્ટાઇલ સ્ટેટમેન્ટને મેન્ટેન કરવા માટે લાખો રૂપિયા સુધી ખર્ચી નાખતા ખચકાતી નથી. એક તરફ જ્યાં એક્ટ્રેસના વોર્ડરોબમાં 20-25 લાખના કપડા હોવા તે સાવ સામાન્ય વાત છે તો બીજી બાજુમાં તેણી લગ્નમાં હાજરી આપવા માટે 50-55 લાખ રૂપિયાની સાડી પણ પહેરી નાખે છે. તેવું જ તેના આ ડિઝાઈનર ડ્રેસનું પણ છે, આ ડ્રેસની કિંમત 32 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
એટલું જ નહીં, ડિઝાઈનરે આ આઉટફીટ બનાવવાની પ્રોસેસનો ખુલાસો કરતા એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું કે, ‘ન્યૂ યર ઇવેન્ટ પર ઉર્વશી રૌતતેલા દ્વાર પહેરવામાં આવેલો રેડ સિક્વેંસ ડ્રેસ એક બેકલેસ ફેરી ગાઉન છે, જે મારા હૃદયની ખુબ નજીક છે.’
આ ડિઝાઈનરે ડિઝાઈન કર્યો છે આ ડ્રેસ
વાસ્તવમાં આ ન્યૂ યર ઇવેન્ટમાં હાજર રહેવા માટે એક્ટ્રેસે ફિલીપિંસ ડિઝાઈનર માઇકલ સિનકોનો ડિઝાઈન કરવામાં આવેલો રેડ બેકલેસ ડ્રેસ પહેર્યો હતો. તમને જણાવી દઈએ કે માઇકલ સિનકો એક ફિલિપિનો ફેશન ડિઝાઈનર છે, જેમણે વર્ષ 2003માં દુબઈમાં પોતાના નામથી ફેશન લાઈન લોન્ચ કરી હતી. ત્યારથી ડિઝાઈનર ઐશ્વર્યા રાય બચ્ચન અને કંગના રનૌત જેવી અભિનેત્રીઓનો કાન્સ લૂક સ્ટાઇલ કરી ચુક્યા છે. ઉર્વશીની આ બોલ્ડ કસ્ટમ હેન્ડમેડ ડ્રેસમાં સીક્વંસનું વર્ક કરવામાં આવ્યું છે આ ઉપરાંત હાથથી જટિલ ભરતકામ પણ કરવામાં આવ્યું છે. જેને એટ્રેક્ટિવ લૂક આપવા માટે માઇક્રો પ્રિન્ટની બૂટીને ઉકેરવામાં આવી છે.
આટલું જ નહીં ડ્રેસનો સામેનો ભાગ સેમી ટ્રાંસપરન્ટ હતો, જેની સાથે બનેલી બોલ્ડ પ્લંજિંક નેકલાઇન અને બેકમાં ડીપ કટઆઉટ ડિઝાઈન એક્ટ્રેસને પર્ફેક્ટ ફિનિશિંગ આપી રહી છે. ડ્રેસમાં એક ખાસ પ્રકારનું મટિરિયલ પણ વાપવામાં આવ્યું છે, જેને બનાવવામાં ખૂબ મહેનત કરવામાં આવી છે. ઇન્ડિયન ઇંટ્રીકેટ પેટર્નથી ઇન્સ્પાયર આ ડ્રેસમાં બીડેડ ટ્યૂલ પણ છે, જે એક્ટ્રેસની ગ્રેસફુલ ચાલને એકદમ ખુલીને ઉભાર આપી રહી છે.
મેકઅપ પણ છે પર્ફેક્ટ
પોતાના લૂકને કમ્પ્લીટ કરવા માટે ઉર્વશીએ સટલ મેકઅપની સાથે, સ્મોકી આઇઝ, બીમિંગ હાઇલાઇટર અને રેડ લિપ શેડને પસંદ કર્યા હતા, જેની સાથે મેસી કર્લ્સ અને કોહલ આઇઝ એક્ટ્રેસને સૌથી સુંદર બનાવવા માટેની કોઈ જ કસર નથી છોડી. આટલું જ નહીં પોતાના લૂકમાં એક્સ્ટ્રા ગ્લેમ એડ ઓન કરવા માટે ઉર્વશીએ વર્સાશેની ડિઝાઈન કરવામા આવેલી ઉંચી એડીની હીલ્સ પણ પહેરી છે, જેની સાથે Samra જ્વેલરીના સ્ટેમેન્ટ ડેંગલર્સ ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યા હતા.
જો કે, આ પહેલીવાર નથી જ્યારે એક્ટ્રેસે આટલી મોંઘી ડ્રેસ પહેરી હોય આ પહેલાં તેણીએ પોતાનાના એક મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે શેરિના જલમાલ એન્ડ પાયલ અસનાનીના ફેશન લેબલ ચેરી ડીની ડિઝાઈન કરવામાં આવેલી મિંટ ગ્રીન રફલ સાડી પણ પહેરી હતી, જેની કીંમત પણ ખૂબ વધારે હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત