અમરિકાના Black Hawkએ વધારી દીધી ચીનની ટેન્શન, જાણો શા માટે ખાસ છે આ પાઇલોટ વગરનું હેલિકોપ્ટર
અમેરિકાના નવા બ્લેક હોક હેલિકોપ્ટરે 5 ફેબ્રુઆરીએ ઉડાન ભરી હતી. ખાસ વાત એ છે કે તેમાં કોઈ પાઈલટ નહોતો. આ એક અજમાયશ હતી. અજમાયશમાં, તેનું ઘણા પરિમાણો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને 30 મિનિટની ઉડાન પછી, તેનું સફળ ઉતરાણ થયું હતું. બ્લેક હોક હેલિકોપ્ટરના સફળ ટ્રાયલથી ચીન અને રશિયા વચ્ચે તણાવ વધી ગયો છે. ટ્રાયલ પછી પણ અમેરિકાએ ઉડાન ભરી અને તેનું પરીક્ષણ કર્યું. હેલિકોપ્ટરને 115 થી 125 માઈલ પ્રતિ કલાકની ઝડપે 4000 ફૂટની ઉંચાઈ પર ઉડાડવામાં આવ્યું હતું. ન્યૂઝ એજન્સી રોયટર્સે તેનો એક વીડિયો પણ જાહેર કર્યો છે.જેમાં બ્લેક હોક હેલિકોપ્ટર પાઈલટ વિના ઉડતું જોઈ શકાય છે.
બ્લેક હોક હેલિકોપ્ટરની વિશેષતાઓ
કેચ ન્યૂઝના અહેવાલ મુજબ બ્લેક હોક હેલિકોપ્ટર 357 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તેની ઓપરેશનલ રેન્જ 583 કિમી છે.
બ્લેક હોક હેલિકોપ્ટર 9979 કિલોગ્રામ વજન સાથે ઉડાન ભરવા સક્ષમ છે. તે જનરલ ઇલેક્ટ્રિકના T-700-GE-701C/D ટર્બોશાફ્ટ એન્જિન દ્વારા સંચાલિત છે.
નિષ્ણાતોનું કહેવું છે કે સંરક્ષણ ક્ષેત્રે આવા હેલિકોપ્ટરના સફળ પરીક્ષણથી સેનાની તાકાતમાં વધારો થશે અને દુશ્મનો માટે નવા પડકારમાં વધારો થશે.
WATCH: A Black Hawk helicopter flew for the first time without pilots in Kentucky. The aircraft flew for 30 minutes through a simulated cityscape avoiding imagined buildings before performing a perfect landing pic.twitter.com/SD01LWhUZe
— Reuters Asia (@ReutersAsia) February 12, 2022
આ પ્રયોગ ફ્લાઈટ માટે અમેરિકાના કેન્ટુકી શહેરમાં તૈયારી કરવામાં આવી હતી. કમ્પ્યુટર સિમુલેશન દ્વારા એક આભાસી શહેર તૈયાર કરવામાં આવ્યું હતું જ્યાં ઈમારતો હતી અને અન્ય અવરોધો પણ હતા. બ્લેક હોકે આ અવરોધોને ટાળીને સફળતાપૂર્વક તેની ઉડાન પૂર્ણ કરવાની હતી. ઉડાન દરમિયાન હેલિકોપ્ટરે બનાવવામાં આવેલી ઈમેજનરી(કાલ્પનિક) ઈમારતોથી બચી નીકળવામાં પણ સફળતા પ્રાપ્ત કરી હતી.
પાયલોટ વિનાનું બ્લેક હોક હેલિકોપ્ટરે ટેસ્ટમાં તમામ ધોરણો પૂર્ણ કર્યા હતા અને સફળ લેન્ડીંગ કર્યું હતું. સંરક્ષણ ક્ષેત્રે અમેરિકાની આ મોટી સફળતાને કારણે ચીન અને રશિયાની મુશ્કેલીમાં વધારો થવાનું નક્કી છે. તમને જણાવી દઈએ કે, આ Black Hawk હેલિકોપ્ટર યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા નિભાવે છે. આ હાઇ સ્પીડ હેલિકોપ્ટરને રડારથી ઈન્ટરસેપ્ટ કરવું ખૂબ જ મુશ્કેલ છે.

કમ્પ્યુટર દ્વારા સંચાલિત Black Hawk હેલિકોપ્ટરનું પરીક્ષણ અલિયાસ નામના એક અમેરિકી ડિફેન્સ રિસર્ચ કાર્યક્રમ હેઠળ કરવામાં આવ્યું હતું. ઇલિયાસના પ્રોગ્રામ મેનેજર સ્ટુઅર્ટ યંગે પોપ્યુલર સાયન્સને જણાવ્યું હતું કે આ સંશોધનને ત્રણ ધ્યેયો સાથે આગળ ધપાવવામાં આવ્યું હતું. પ્રથમ સુરક્ષા સાથે સંબંધિત હતું. બીજું, જો કોઈ અકસ્માત કે દુર્ઘટના જેવી પરિસ્થિતિ હોય તો તેની અસર ઓછી કરવી, તો ત્રીજું ધ્યેય ફ્લાઇટનો ખર્ચ ઘટાડવાનો છે.
અમેરિકાના આ અત્યાધુનિક Black Hawk હેલિકોપ્ટરના 2 સેટ અફઘાનિસ્તાનમાં હાલમાં રાજ કરી રહેલ તાલિબાન પાસે પણ છે. હકીકતમાં, મોટાભાગના હેલિકોપ્ટર અને યુદ્ધ વિમાનોને અમેરિકી સૈન્યએ અફઘાનિસ્તાનની જમીન છોડતી વખતે નુકસાન પહોંચાડ્યું હતું, જેથી તાલિબાન કોઈપણ કિંમતે તેનો ઉપયોગ કરી શકે નહીં. પરંતુ તાલિબાને કાબુલથી એમેરિકા સેનાની વાપસી બાદ તેનો તોડ કાઢી લીધો હતો.
આ દેશોમાં બ્લેક હોકની શક્તિ છે
હાલમાં, જાપાન, કોલંબિયા, દક્ષિણ કોરિયા, ઇઝરાયેલ, બ્રાઝિલ, ચીન, મેક્સિકો, ફિલિપાઇન્સ, સ્લોવાકિયા, સ્વીડન, તાઇવાન અને તુર્કીની આર્મી અને એરફોર્સ પાસે બ્લેક હેલિકોપ્ટર છે. હવે તે અમેરિકા સાથે પણ છે. ઓસ્ટ્રેલિયા પણ તેને ખરીદવાની તૈયારીમાં છે. તાજેતરમાં તેણે હેલિકોપ્ટર ખરીદવા માટે જોડાણ કર્યું છે.