US કોર્ટે હવે વિઝાને લગતો આ કાયદો કર્યો રદ, ટ્રમ્પે કોરોનાના બહાને લાગુ કર્યો હતો, ભારતીયોને મળશે સીધો ફાયદો

હાલમાં જ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી આવી હતી અને એમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર થઈ હતી અને જો બાઈનની જીત. ઘણા વર્ષોના ઈતિહાસમાં એવું પહેલી વાર બન્યું હતું કે કોઈ રાષ્ટ્રપતિ એક જ વાર ચૂંટાઈને પછી હારી ગયો હોય. જેના માટે થઈને આખી દુનિયામાં ટ્રમ્પની ફજેતી પણ થઈ હતી. ત્યારે હવે ટ્રમ્પના હારી જવા પછી ધીરે ધીરે તેના કાયદા પણ રદ થવા લાગ્યા છે. તેની શરૂઆત થઈ ગઈ છે. તો આવો વિગતે જાણીએ કે શું છે આ માહિતી અને ભારતને આનાથી શું ફાયદો થશે. અમેરિકી કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા પ્રસ્તાવિત આઇટી કંપનીઓને વિદેશી કર્મચારીઓની નિમણૂક કરતા રોકતા H-1B વિઝાના બે નિયમની વિરુદ્ધમાં ચુકાદો આપતાં ત્યાંની આઇટી કંપનીઓના હજારો સ્કિલ્ડ ફોરેન વર્કર્સને રાહત સાંપડી છે.

image source

આ વિશે વિગતે વાત કરીએ તો હવે ગેરમાન્ય ઠરી ચૂકેલા આ બે નવા નિયમ 7 ડિસેમ્બરથી અમલી બની રહ્યા હતા. એ અમલમાં આવ્યા હોત તો અમેરિકી કંપનીઓની સ્કિલ્ડ ફોરેન વર્કર્સ રાખવાની ક્ષમતામાં ધરખમ ઘટાડો થયો હોત, જેને કારણે કંપનીઓને અને સરવાળે અમેરિકી અર્થતંત્રને ભારે નુકસાન થાય તેમ હતું. ભારતના આઇટી પ્રોફેશનલ્સને જેનો ભારે મોહ છે તેવા H-1B વિઝા નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે અમેરિકી કંપનીઓને તજ્જ્ઞતા ધરાવતા વિદેશી વર્કર્સ રાખવાની છૂટ આપે છે. કોરોના મહામારીના કારણે અમેરિકામાં ઘણા લોકોએ નોકરી ગુમાવતાં ઓક્ટોબરમાં ટ્રમ્પ સરકારે સ્કિલ્ડ ફોરેન વર્કર્સને નોકરી પર રાખતી કંપનીઓ પર સેલરી રિક્વાયરમેન્ટ્સ લાદવાની અને સ્પેશિયાલિટી ઓક્યુપેશન્સ પર લિમિટની જાહેરાત કરી હતી.

image source

ત્યારે ટ્રમ્પે નવા નિયમો હેઠળ H-1B વર્કર્સનું લઘુતમ વેતન સરેરાશ 40% વધારાયું હતું, જેને કારણે કેટલાંક ક્ષેત્રોમાં તેઓ બજારમાંથી ફેંકાઈ જાય તેવી નોબત આવે તેમ હતી. ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS)એ સ્પેશિયાલિટી ઓક્યુપેશનની અને એમ્પ્લોયી-એમ્પ્લોયર રિલેશનશિપની વ્યાખ્યા બદલી છે અને થર્ડ-પાર્ટી વર્કસાઇટ પર કામ કરતા વર્કર્સ માટે H-1B વિઝાની વેલિડિટી ત્રણને બદલે એક વર્ષની કરી છે.

image source

જો આ નિયમના કારણે થતાં ફાયદા વિશે વાત કરીએ તો ઇન્ડસ્ટ્રી બૉડી નાસ્કોમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોર્ટે હાઇ સ્કિલ વિઝા પ્રોગ્રામ્સનું મહત્ત્વ સમજીને આપેલા ચુકાદાને અમે આવકારીએ છીએ. આ ચુકાદો અમેરિકી કંપનીઓને કોરોના મહામારી બાદની દુનિયામાં ઇકોનોમિક રિકવરી માટે નિર્ણાયક બની રહેનારી ટેલન્ટેડ વર્ક ફોર્સ મેળવવામાં મદદરૂપ થશે. ઉલ્લેખનીય છે કે ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બાઈડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બન્યા છે.

image source

77 વર્ષના બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ બનનાર સૌથી મોટી ઉંમરની વ્યક્તિ છે. NYT મુજબ પેન્સિલવેનિયામાં જીત સાથે તેઓએ બહુમતી માટે જરૂરી ઈલેક્ટોરલ વોટ મેળવી લીધા છે. જોકે હજુ પાંચ રાજ્યમાં કાઉન્ટિંગ ચાલુ છે. બાઈડન પાસે 273 ઈલેક્ટોરલ વોટ થઈ ગયા છે. રાષ્ટ્રપતિ બનવા માટે 270નો આંકડો જોઈએ. કમલા હેરિસ પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ બનશે.

image source

બાઈડને ટ્વિટ પણ કર્યું હતું કે- અમેરિકા, હું સન્માનિત અનુભવી રહ્યો છે કે તમે મને આપણા મહાન દેશનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યો છે. આપણું કામ આગળ જઈને મુશ્કેલ થવાનું છે, પણ હું તમને વાયદો કરું છું કે હું તમામ અમેરિકન્સનો રાષ્ટ્રપતિ બનીશ. ભલે તમે મને મત આપ્યો હોય કે ન આપ્યો હોય

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત