જાણો અલાસ્કા સાથે જોડાયેલી આ અજાણી વાતે, જે પૂરેપૂરી જાણીને તમને પણ લાગશે નવાઇ

સામાન્ય રીતે કોઈપણ રાજ્ય પહેલા કોઈ દેશનો ભાગ હોય છે અથવા તેને યુદ્ધ કરી જીતી લેવામાં આવે છે અને બાદમાં વિજેતા દેશ તે રાજ્યને પોતાના દેશમાં ભેળવી લે છે.

image source

પર્નાતું અમેરિકામાં એક રાજ્ય એવું આવેલું છે જેને અમેરિકાએ રશિયા પાસેથી ખરીદ્યું હતું અને તે પણ 45 કરોડ 81 લાખ રૂપિયાની કિંમત ચૂકવીને. તમને કદાચ જાણીને નવાઈ લાગી હશે કે આવું વળી કેવી રીતે બને ? પણ આ હકીકત છે. એટલું જ નહિ આ રાજય હાલ અમેરિકાના 50 રાજ્યો પૈકી ક્ષેત્રફળના આધારે પ્રથમ નંબરનું રાજ્ય છે.

આ અમેરિકન રાજ્યનું નામ છે અલાસ્કા. આ રાજયની પૂર્વ દિશાએ કેનેડા, ઉત્તર દિશામાં આર્કટિક મહાસફર દક્ષિણ-પશ્ચિમ દિશામાં પ્રશાંત મહાસાગર જયારે પશ્ચિમમાં રશિયા આવેલું છે. વળી, આ રાજ્યનું નામ અલાસ્કા રશિયન સામ્રાજ્યના સમયથી જ છે જેને અમેરિકાએ પણ ન બ્લડલિયું. અલાસ્કા શબ્દનો અર્થ મુખ્ય ભૂમિ એવો થાય છે.

image source

અલાસ્કા રાજ્યમાં જોનઉ આઈસ ફિલ્ડ પણ આવેલું છે જેને દુનિયાનો સાતમો સૌથી મોટો હિમ વિસ્તાર માનવામાં આવે છે. લગભગ 1500 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા આ વિસ્તારમાં 100 ફૂટ જેટલી હિમવર્ષા થાય છે. અને આ વિસ્તાર ઊંચાઈ પર સ્થિત હોવાથી ગરમીના દિવસોમાં અહીંનો બરફ ગરમીના દિવસોમાં પણ ઓછો ઓગળે છે.

image source

તમને એ જાણીને નવાઈ લાગશે કે અલાસ્કા રાજ્યના ધ્વજને એક 13 વર્ષના બેની બેન્સન્સ નામના બાળકે ડિઝાઇન કર્યો છે. આ માટે વર્ષ 1927 માં એક સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં બેની વિજેતા બન્યો હતો અને તેને આ ડિઝાઇન બદલ 1000 ડોલર (આજના સમય પ્રમાણે લગભગ 76000 ભરતીય રૂપિયા) નો પુરસ્કાર (સ્કોલરશીપ) પણ આપવામાં આવ્યો હતો.

image source

ત્રણ જાન્યુઆરી 1959 ના દિવસે અલાસ્કા અમેરિકાનું 49 મુ રાજ્ય બન્યું હતું. અસલમાં 30 માર્ચ 1867 ના દિવસે અલાસ્કાને અમેરિકાએ રશિયન સામ્રાજ્ય પાસેથી ખરીદ્યું હતું. આ માટે તેણે રશિયાને 72 લાખ ડોલર (45 કરોડ 81 લાખ) રૂપિયા ચૂકવ્યા હતા. એટલે કે પ્રતિ એકર વિસ્તાર માટે રશિયાએ લગભગ 315 રૂપિયા લીધા હતા. રશિયાના જાર એલેક્ઝાન્ડર દ્રિતીય દ્વારા આ સોદો કરાયો હતો. જો કે અલાસ્કાની પ્રજા આ નિર્ણયની વિરુદ્ધમાં હતી. પરંતુ તેની વાત કોઈએ ન સાંભળી. અલાસ્કાની સ્થાનિક પ્રજાને અમેરિકાને પોતાના દેશ તરીકે સ્વીકાર કરતા ખાસ્સો એવો સમય લાગ્યો હતો.