ગ્લેશિયર તુટતા 8 લોકોએ ગુમાવ્યો જીવ, 6ની હાલત ગંભીર…

દેશમાં એક તરફ કોરોના લોકોનો જીવ લઈ રહ્યો છે તે દરમિયાન ઉત્તરાખંડમાં કુદરતી આપત્તિએ લોકોને મુશ્કેલીમાં મુક્યા છે. શુક્રવારે ચમોલી જિલ્લાના સુમના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો હિમસ્ખલનમાં ફસાયા હતા. અહીં બચાવ કામગીરી માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે. સેનાના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 300થી લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેઓને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ લોકોમાંથી 6 લોકો ગંભીર છે. જ્યારે અત્યાર સુધીમાં 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

image source

જાણવા મળ્યાનુસાર અહીં છેલ્લા 5 દિવસથી સતત બરફવર્ષા અને વરસાદને કારણે ચમોલી જનપદના જોશીમઠમાં ગ્લેશિયર તુટ્યો હતો. ગ્લેશિયર તુટી અને મલારી-સુમના હાઈવે પર પડ્યો હતો. અહીં કંસ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું હતું. ગ્લેશિયલ તૂટ્યા બાદ સેનાએ રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરી દીધું હતું. જેમાં 348 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

આ અંગેની વિગતો સેનાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા આપવામાં આવી હતી. જો કે અહીં હવામાન સતત ખરાબ થઈ રહ્યું હોવાથી રેસ્ક્યુ ઓપરેશન અટકાવવું પણ પડ્યું હતું. હવામાનમાં સુધારો થતાં ફરીથી સેના બચાવકાર્યમાં લાગી હતી.

જો કે હવામાન સેનાના કાર્યમાં સતત અડચણ બની રહ્યું છે તેવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 28 કલાક સુધી અહીં હવામાન ખરાબ રહેશે. અહીં ભારે વરસાદ સાથે વાવાઝોડું પણ થઈ શકે છે. આ સાથે જ અહીં લઘુત્તમ તાપમાન 6 ડીગ્રી અને મહત્તમ તાપમાન 14 રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર 26 એપ્રિલ સુધી અહીં વાતાવરણમાં સતત ફેરફાર થશે ત્યારબાદ અહીં વાતાવરણ સાફ થશે.

આ અંગે મુખ્યમંત્રી તીરથ સિંહે જણાવ્યું હતું કે ગ્લેશિયર તૂટવાની માહિતી મળ્યા બાદથી તેઓ સતત જિલ્લા તંત્ર અને સેનાના સંપર્કમાં છે. અહીં એનટીપીસી અને અન્ય યોજના પર ચાલતા કામને રોકવાના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે જેથી અન્ય કોઈ દુર્ઘટના ન સર્જાય.

ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં આ પહેલા 7 ફેબ્રુઆરીએ હીમસ્ખલનની ઘટના બની હતી. તે સમયે પણ ચમોલી જિલ્લા તપોવનમાં ગ્લેશિયર તુટ્યો હતો અને ઋષિગંગા નદીમાં પડ્યો હતો. આ દુર્ઘટનામાં પણ 50થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 150થી વધુ લોકો લાપતા થયા હતા.

આ સમયે પણ ઋષિગંગા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ અને સરકારી પ્રોજેક્ટ પર કામ કરતાં શ્રમિકો દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. આ પ્રોજેક્ટને પણ ઘણું નુકસાન થયું હતું. ત્યારે ફરી એકવાર ઉત્તરાખંડમાં કુદરતી આફત સર્જાઈ છે જેના કારણે અત્યાર સુધીમાં 8 લોકો તો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. જો કે હજુ પણ અહીં બચાવકાર્ય ચાલી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!