ઉત્તરાખંડમાં ગ્લેશિયર તબાહી પછી આ ગુજરાતી યુવતીએ આપ્યો એવો જોરદાર સંદેશ કે તમારું મન થઇ જશે હળવું

ઉત્તરાખંડના ચમોલી જિલ્લા ગ્લેશિયર ફાટતાં મોતી તબાહી! ચમોલીમાં 16 લોકોને કરાયા રેસ્ક્યૂ, 100 ગુમ, 10ના મોત

ઉત્તરાખંડના ચમોલી જિલ્લા ગ્લેશિયર ફાટતાં મોતી તબાહી મચી ગઇ છે. ચમોલી જિલ્લા જોશીમઠમાં ગ્લેશિયર તૂટવાથી ધૌલીગંગા નદીમાં પૂર આવી ગયું. પાણી ઝડપથી આગળ વધી રહ્યું છે. આસપાસના વિસ્તારમાં પાણી ફેલાવવાની આશંકા છે, જોકે આસપાસના વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તેનાથી ઋષિગંગા પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું છે.

આઇટીબીપી, NDRF અને SDRG ની ઘણી ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્રારમાં એલર્ટ છે. ઉત્તરાખંડના CM ત્રિવેંદ્ર સિંહ રાવતે ઘટનાસ્થળ પર પહોંચવાની સ્થિતિની જાણકારી લીધી છે. ધૌલીગંગા નદીમાં પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે અને પાણી ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. આસપાસના લોકોને હટાવવામાં આવી રહ્યા છે. અનેક ઘરો વહી ગયા હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

આ હોનારત થઇ એ સમયે એક ગુજરાતી યુવતી ક્રિષ્ના પંચોલીએ પોતાના વિડીયો દ્વારા સંદેશો જાહેર કર્યો હતો. જેમાં તે કહી રહી હતી કે તેઓ શ્રીનગર તરફ જવા નીકળ્યા હતાં તે દરમિયાન તેઓને આ હોનારતના સમાચાર મળતાની સાથે જ સમયસુચકતા દાખવીને તેઓ આગળ નીકળી ગયા. તેમનો સામાન દ્વારકા પડ્યો હતો પરંતુ તેઓ આ જળપ્રલયના કારણે દહેરાદુનથી આગળ મસુરી તરફ નીકળી ગયા હતાં અને હાલમાં સંપૂર્ણ સરક્ષિત સ્થળે છે. તેમની સાથે બીજા લગભગ 50 જેટલા મુસાફરો પણ સુરક્ષિત જ છે.

50 જેટલા ગુજરાતીઓ ઘટનાસ્થળ નજીકના વિસ્તારમાં છે. એક ગુજરાતી યુવતીએ પોતાનો સંદેશો વીડિયો માધ્યમથી પહોંચાડ્યો છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટવાથી મોટી હોનારત સર્જાઈ છે. ત્યારે આ સમયે હરિદ્વાર સહિત ઉત્તરાખંડના અનેક વિસ્તારમાં ગુજરાતીઓ પણ ફરવા પહોંચ્યા છે. રાજકોટ, અમદાવાદ સહિતના જિલ્લામાં ગુજરાતીઓ ઉત્તરાખંડમાં છે. ચમોલી જિલ્લા જોશીમઠમાં ગ્લેશિયર તૂટવાથી ધૌલીગંગા નદીમાં પુર આવી ગયું.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે ઘટના સ્થળે પહોંચીને માહિતી મેળવી છે. ત્યારે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી હોનારત સર્જાઈ છે. 10 મૃતદેહ મળ્યાની પ્રાથમિક માહિતી છે. તપોવન ટનલમાં 15-20 લોકો ફંસાયા છે, જેમનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે લગભગ 25-50 મજૂર ગુમ છે. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું કે તપોવન બંધમાં 16 લોકોને પોલીસે સુરક્ષિત સ્થળે મોકલી દીધા છે. પૂરનું પાણી ફેલાવાની શક્યતા છે.

જોકે આસપાસના વિસ્તારોથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આનાથી ઋષિગંગા પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું છે. ITBP, NDRF અને SDRGની કેટલીક ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વારમાં અલર્ટ છે.

વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે કરી વાતચીત

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફોન પર વાત કરી જણાવ્યુ હતું કે ગુજરાતના પ્રવાસીઓને તાત્કાલિક રેસ્ક્યુ કરીને પૂરમાં ફસાયેલા પ્રવાસીઓને મદદ કરવા અંગેની વાત કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના CSને જરૂરી મદદ પહોંચાડવા આદેશ કર્યા છે.

ઉત્તરાખંડમાં પુર મુદ્દે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન

સી.આર.પાટીલે કહ્યું કે, ગુજરાતીઓની સલામતી માટે ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં છે. સૌની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરૂ છું. ઉત્તરાખંડ સરકારે ગુજરાતીઓને મદદની ખાતરી આપી છે.ઉત્તરાખંડ ફ્લેશ ફ્લડમાં બચાવ કાર્ય ચાલુ છે. એજન્સીઓના સૂત્રોના અનુસાર ઉત્તરાખંડ ત્રાસદીમાં પાણીના તેજ પ્રવાહની અસર હાલ હજુ સુધી ફક્ત શ્રીનગર સુધી જ જોઇ શકાય છે. મેદાન વિસ્તારો જેમકે ઋષિકેશ અને હરિદ્રારમાં હાલ તેના અસરની કોઇ સંભાવના નથી. કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં થોડીવારમાં નેશનલ ક્રાઇસિસ મેનેજમેન્ટ કમિટીની બેઠક થશે જેના લીધે પ્રેંજેટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. કેબિનેટ સેક્રેટરીની અધ્યક્ષતામાં આ બેઠક થશે જેમાં ગૃહ સચિવ અને કેંદ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે.

ધૌલીગંગા નદીમાં પૂર

ધૌલીગંગા નદીમાં પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે અને પાણી ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. આસપાસના લોકોને હટાવવામાં આવી રહ્યા છે. અનેક ઘરો વહી ગયા હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જોશીમઠ નજીક બંધ તૂટવાના પણ અહેવાલ છે. સમાચાર એજન્સી ભાષાના જણાવ્યાં મુજબ નંદાદેવી રાષ્ટ્રીય પાર્કથી નીકળનારી ઋષિગંગાના ઉપરના જળગ્રહણ ક્ષેત્રમાં તૂટેલી હિમશીલાથી આવેલા પ્રલયના કારણે ધૌલગંગા ઘાટી અને અલકનંદા ઘાટીમાં નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત