ઉત્તરાખંડની તબાહી અંગે થયો સૌથી મોટો ખુલાસો, અમેરિકન રિપોર્ટમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ, જોઇ લો વૈજ્ઞાનિકોએ જાહેર કરેલી તસવીરો

ઉત્તરાખંડના ચમોલીની નીતી ઘાટીમાં આવેલી ભયંકર કુદરતી આફતમાં ભૂસ્કલન સાથે લાખો ટન બરફ અચાનક ધસી પડ્યો હતો જેના કારણે અહીંની નદીઓમાં પુર આવી ગયા અને અનેક લોકોનો લાપતા થયા અને કેટલાકને જીવ ગુમાવવાનો વારો આવ્યો.

image source

આ ઘટના અંગે વૈજ્ઞાનિકોની પ્રતિષ્ઠિત સંસ્થા અમેરિકન જિયોફિઝિકલ યૂનિયનને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સંસ્થાની એક રિપોર્ટ અનુસાર જે જગ્યાએ કુદરતી આપદા આવી ત્યાં 5600 મીટરની ઊંચાઈ પર પર્વતની હજારો ટન વજનના મોટા મોટા પથ્થર તેમજ લાખો ટન બરફ સીધા 3800 મીટર નીચે આવી ગયા હતા.

image source

હજારો ટન વજન ધરાવતા ભારે પથ્થર અને લાખો ટન બરફ નીચે પડવાથી આ ભયાનક આપદા આવી અને મોટા પ્રમાણમાં નુકસાન થયું. આ ઘટનામાં લોકોએ જીવ ગુમાવ્યા અને આર્થિક નુકસાન પણ થયું છે. ચમોલીની નીતી ઘાટીમાં આવેલી આપદા પર વાડિયા ઈંસ્ટીટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજી, ઈસરો, ડીઆરડીઓ સહિત દેશની તમામ વૈજ્ઞાનિક સંસ્થાનો સાથે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન સહિતના યૂરોપના ઘણા દેશોના વૈજ્ઞાનિકોની ટીમ તમામ પાસાનો અભ્યાસ કરી રહ્યા છે.

image source

અમેરિકન જિયોફિઝિકલ યૂનિયનના વૈજ્ઞાનિકોનું માનવું છે કે હજારો ટન વજનવાળા પથ્થર અને લાખો ટન બરફ સીધા 2 કિલોમીટર સુધી નીચે પડવાથી આ વિસ્તારમાં વાતાવરણ ઝડપથી વધી ગયું અને આ તાપમાનમાં બરફ પણ ઝડપથી ઓગળવા લાગ્યો. આમ થવાનું પરિણામ એ આવ્યું કે અચાનક જલપ્રલય આવ્યો અને તેના કારણે ભારે તબાહી થઈ.

image source

ચમોલી દુર્ઘટનાને લઈને શોધ કરી રહેલા અમેરિકન જિયોફિઝિકલ યૂનિયનના અનેક વૈજ્ઞાનિકોનું પણ કહેવું છે કે જે રીતે દુનિયાભરના પર્યાવરણમાં ફેરફાર થઈ રહ્યા છે અને જલવાયુ પરિવર્તનના દુષ્ર્પભાવ જોવા મળી રહ્યા છે તેમાં ચમોલી જેવી પ્રાકૃતિક આપજા ભવિષ્યમાં હજુ પણ વધી શકે છે. આવી ઘટનાઓને લઈને દુનિયાભરના તમામ દેશોને સતર્ક રહેવું પડશે. સાથે જ આવી આપદાઓને રોકવા માટે વધુને વધુ મોનીટરિંગ કરવાની જરૂર પણ છે.

image source

અમેરિકન જિયોફિઝિકલ યૂનિયનના વૈજ્ઞાનિકોએ આપદા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ચલાવેલા અભિયાનના વખાણ પણ કર્યા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આપદા પછી તુરંત જ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સાથે તમામ વૈજ્ઞાનિક સંસ્થાનોના વૈજ્ઞાનિકો જે રીતે રેસ્ક્યુ અભિયાનમાં જોડાયા તે સરાહનીય છે.

image source

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વર્ષ 2012માં નેપાળમાં આવેલી આપદા બાદ સરકારને રાહત અને બચાવ શરુ કરવામાં અનેક દિવસ લાગ્યા હતા. જ્યારે ભારતમાં ગણતરીની જ કલાકોમાં રાહત કાર્ય અન બચાવ કામગીરી શરુ થઈ ગઈ હતી. એટલું જ નહીં વૈજ્ઞાનિકોએ આપદા બાદ લાપતા થયેલા લોકો સુરક્ષિત હોય તેવી કામના પણ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત