વિક્કી કૌશલે વરમાળા દરમિયાન કેટરીનાને કહ્યું કંઇક એવું કે એક્ટ્રેસ થઈ ગઈ ઇમોશનલ

કેટરિના કૈફ અને વિકી કૌશલે 9મી ડિસેમ્બરે રાજસ્થાનના ફોર્ટ સિક્સ સેન્સમાં પરિવાર અને મિત્રો વચ્ચે સાત ફેરા લીધા. આ લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. લગ્ન સંબંધિત કોઈ સમાચાર લીક ન થાય તેની ખાતરી કરવા માટે પણ વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી હતી. લગ્ન બાદ બંનેએ પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ચાહકોને ખુશખબર આપી હતી. કેટરિના કેફ અને વિકી કૌશલના લગ્નને લઈને ચાહકોમાં ઘણો ક્રેઝ હતો અને તેથી તેઓ દરેક અપડેટ પર નજર રાખી રહ્યા હતા, હાલમાં બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે પરંતુ રિપોર્ટ અનુસાર વિક્કી કૌશલે કેટરીના કેફની વરમાળાની રસમ પુરી થયા પછી સ્પીચ આપી હતી જેને સાંભળીને કેટરીના કેફ ખૂબ જ ઇમોશનલ થઈ ગઈ હતી

વિકકીની સ્પીચથી ઇમોશનલ થઈ કેટરીના કેફ

image soucre

અહેવાલો અનુસાર, જ્યારે વરમાળા પછી વિકી કૌશલએ એક સ્પીચ આપી હતી કે કેટરીના કેફએ તેનું જીવન કેવી રીતે બદલ્યું અને તે કેટરિના કેફને કેટલો પ્રેમ કરે છે. વિકી કૌશલએ કહ્યું કે તે તેની (કેટરિના) સાથે રાણીની જેમ માને છે અને તેને તે બધું જ આપશે જે તે હંમેશા તેમના સંબંધોમાં ઈચ્છતી હતી સન્માન અને મૂલ્ય. આ હૃદયસ્પર્શી સ્પીચ સાંભળીને કેટરિના ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.

image soucre

લગ્ન પછી, વિકી કૌશલ અને કેટરીના કેફએ ઇન્સ્ટાગ્રામ પર તેમનો ફોટો શેર કર્યો અને લખ્યું હતું કે, “અમારા હૃદયમાં ફક્ત પ્રેમ અને કૃતજ્ઞતા છે જે અમને આ ક્ષણ સુધી લાવ્યા છે. અમે સાથે મળીને આ નવી સફર શરૂ કરીએ છીએ ત્યારે તમને બધાના પ્રેમ અને આશીર્વાદની કામના કરીએ છીએ

image socure

આ પછી વિકી કૌશલના ભાઈ સની કૌશલે પણ એક પોસ્ટ કરી જેમાં તેણે પંજાબી સ્ટાઈલમાં કેટરીના કેફનું તેના પરિવારમાં સ્વાગત કર્યું. તો કેટરિના કેફની બહેન ઈસાબેલ કૈફે પણ અનોખા અંદાજમાં વિકી કૌશલનું સ્વાગત કર્યું, ઈસાબેલે પોતાની પોસ્ટમાં લખ્યું, મને એક ભાઈ મળી ગયો છે. અમારા પાગલ પરિવારમાં આપનું સ્વાગત છે.

image soucre

સૂત્રો અનુસાર એવું પણ જાણવા મળ્યું છે કે વિકી કૌશલ અને કેટરીના કેફ બન્ને એમના લગ્ન બાદ સીધા જ હનીમૂન માટે માલદીવ જવા રવાના થઈ ગયા છે અને એ બાદ તેઓ મુંબઈમાં એક ભવ્ય રિસેપ્સન પાર્ટી આપશે