કોરોના: દેશમાં ત્રીજા તબક્કાના રસીકરણની તૈયારી શરુ, જાણો કોને મળશે હવે રસી, આટલા લાખ લોકો તો લઈ ચૂક્યા છે

દેશના 50 વર્ષ કે તેનાથી વધુની વયના લોકો માટે સૌથી સારા સમાચાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો હર્ષવર્ધને આપ્યા છે. તેમણે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે દેશના સીનીયર સીટીઝનનું રસીકરણ આગામી માસથી શરુ થઈ જશે.

image source

સરકાર આગામી મહિનાથી 50 વર્ષથી વધુની વયના લોકોને રસી આપવાની શરુઆત કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે આગામી માસમાં કોઈપણ સપ્તાહમાં રસીકરણનો ત્રીજો તબક્કો શરુ થઈ જશે. જે અંતર્ગત 50 વર્ષથી વધુની વયના લોકોને રસી આપવામાં આવશે.

image source

તેમણે કહ્યું હતું કે હાલ દેશમાં 3 કરોડ સ્વાસ્થ્યકર્મીઓ તેમજ અન્ય ફ્રંટલાઈન વર્કર માટે રસીકરણનો પહેલો અને બીજો તબક્કો ચાલી રહ્યો છે. તેમાં 50 લાખ લોકોને કોરોનાની રસીનો એક-એક ડોઝ આપી દેવામાં આવ્યો છે. દેશમાં રસીકરણની શરુઆત થઈ તેને 21 દિવસ થયા છે. જો કે સૌથી ઓછા સમયમાં વધુ લોકોને રસી આપવા મામલે ભારતે અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે. 50 લાખ લોકોને રસી આપવામાં અમેરિકામાં 24 દિવસ લાગ્યા હતા જ્યારે બ્રિટનમાં 43 દિવસ અને ઈઝરાયલમાં 45 દિવસ લાગ્યા હતા. જ્યારે ભારતમાં 21 દિવસમાં 50 લાખ લોકોને રસી આપવામાં આવી છે. શુક્રવારે એક દિવસમાં દેશમાં 3 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી.

image source

હવે દેશમાં કોરોનાની રસીનો ત્રીજો તબક્કો માર્ચ મહિનાથી શરુ થશે. આ તબક્કામાં બે પ્રકારના લોકોને રસી આપવામાં આવશે. એક કે જેમની ઉંમર 50 વર્ષ કે તેનાથી વધુ હશે અને બીજું કે જેમને ગંભીર બીમારીઓ હશે. એક અનુમાન અનુસાર દેશમાં 27 કરોડથી વધુ લોકો છે જે 50 વર્ષથી વધુની વયના છે.

image source

આ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં સાત પ્રકારની રસી પર કામ ચાલી રહ્યું છે. જ્યારે 2 રસીને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. અન્ય સાતમાંથી 3 રસી પર પણ ત્રીજા ચરણનું માનવ પરીક્ષણ ચાલી રહ્યું છે. જ્યારે બે પહેલા પરીક્ષણમાંથી પસાર થઈ રહી છે. અન્ય બે રસીનું પરીક્ષણ હાલ પ્રાણી પર થઈ રહ્યું છે. આવનારા સમયમાં આ તમામ રસી બજારમાં આવશે તે સ્વાભાવિક છે અને તેનાથી લોકોને દરેક રીતે લાભ થશે.

image source

માર્ચ મહિનામાં જે રસીકરણ શરુ થવાનું છે તેમની પસંદગી કોવિન એપના માધ્યમથી થશે. માર્ચ મહિનામાં કોવિન એપને સાર્વજનિક ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ એ ટેકનીકનો ઉપયોગ હોસ્પિટલ અને જિલ્લા પ્રશાસન તરફથી જ કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત