વેક્સીન આપી રહી છે તમને નવી નોકરી માટેના ચાન્સ, મહાનગરો છે નોકરી આપવા બાબતે પ્રથમ

નમસ્તે મિત્રો આજે આપણે કોરોનાની બીજી લહેર પૂરી થતાં ની સાથે બેરોજગાર લોકોને મહાનગરોમાં નોકરી માટેની નવી તકો પ્રાપ્ત થઈ છે જેના વિશેની ચર્ચા કરીશું. કોરોના કાળમાં અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવી હતી. અને જેના કારણે લોકોને આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. પરંતુ કોરોનાની બીજી લહેર પૂરી થતાની સાથેજ અનેક મોટા નગરોની અંદર બેરોજગાર યુવાન તેમજ યુવતીઓને નોકરીની ચૂવર્ણ તક મળી છે.

image source

કોરોના રોગચાળાની બીજી લહેર પૂરી થતાની સાથેજ, બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી અને મુંબઇ જેવા મહાનગરોએ નોકરીની મહત્તમ તકોમાં વધારો કર્યો છે. તે જ સમયે, બેંકિંગ, ફાઇનાન્સ અને વીમા, ટેલિકોમ, મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગ ફિલ્ડમાં અનેક નોકરીઑ માટેની તક મળી રહે છે.ઊચા પગારધોરણ વાળી નોકરીઓની સંખ્યામાં ઝડપથી સુધારો જોવા મળી રહ્યો છે.

image source

ટીમલિઝના તાજા અહેવાલમાં આ વાત સામે આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા કોરોનાની બીજી લહેરથી સુધારણા શરૂ થઈ છે, જેનાથી રોજગારની તકોમાં વધારો થયો છે. આ સિવાય, આઇટી કંપની તેમજ બેંકિંગ અને વીમા કંપનીમાં કર્મચારીઓની માંગ સૌથી વધુ છે.

રિપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે. કોરોના સંકટ દરમિયાન વેચાણ અને ટેક્નોલૉજી ક્ષેત્રે વ્યાવસાયિકોની સૌથી વધુ માંગ છે. આ સાથે, અન્યની તુલનામાં પગારમાં પણ વધારો થયો છે. વેચાણ અને ટેક્નોલૉજીમાં પગારની વૃદ્ધિ સરેરાશ ૧૧ ટકાનો છે. જ્યારે અન્ય વિસ્તારોમાં તે ૧.૭૩ ટકાની નજીક રહ્યો છે. વેચાણ અને ટેક્નોલૉજી ઉપરાંત, બેંકિંગ, નાણાકીય સેવાઓ અને વીમા અને આરોગ્ય સંભાળ એવા ક્ષેત્રો છે જ્યાં વેતન વૃદ્ધિ સારી મળી રહે છે.

image source

રિપોર્ટ અનુસાર નોકરીની તકો સાથે બેંગલોર, હૈદરાબાદ, દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નાઈ અને ચંદીગઢ .માં સૌથી વધુ પગાર વૃદ્ધિ છે. ઘણા લોકોનું કેહવું એવું છે કે મહાનગરોમાં કોરોના રસી વધુ ઝડપથી અને વધુ લોકોને મળી આવી છે. આથી લોકો કામ પર જવા માટે ઓછો ડર જોવા મળે છે. જેના કારણે મહાનગરોમાં નોકરીઓ ઝડપથી વધી છે

બેંકિંગ, નાણાકીય સેવાઓ , વીમા અને આરોગ્ય સંભાળ,તેમજ ઉત્પાદન સંબંધિત ક્ષેત્રોનો વ્યવસાય પણ ખૂબ ઝડપથી સુધરી રહ્યો છે. આ ઉપરાંત ટેલિકોમ ક્ષેત્રની વૃદ્ધિ ખૂબ જ ઝડપથી થઈ રહી છે. આઇટી, ઇ કોમર્સ, એજ્યુકેશન ટેકનોલોજી અને આરોગ્ય સંભાળ એવા ક્ષેત્રો છે કે જેના પર કોરોનાની અસર ઓછી રહી છે.

image source

રિપોર્ટ અનુસાર કંપનીઓ હવે કામચલાઉ કામદારોને પણ વધુ પગાર ચૂકવવા તૈયાર છે. પાછળના નાણાકીય વર્ષમાં નિયમિત અને અસ્થાયી કર્મચારીઓના વેતનનો તફાવત માત્ર પાંચ ટકા પર આવી ગયો છે. આ પ્રથમ વખત છે કે નિયમિત અને અસ્થાયી કર્મચારીઓની વેતન વચ્ચેનો તફાવત એટલો ઓછો છે. સામાન્ય રીતે કંપનીઓ અસ્થાયી કર્મચારીઓને ઓછી વેતન ચૂકવે છે. પરંતુ કોરોના સંકટમાં, કંપનીઓ ઓછા સમય માટે કામ માટે વધુ ચૂકવણી કરવા તૈયાર છે.