વાછરદાદાના ચરણે માથું નમાવે એ ભક્તોની મનોકામના થઇ જાય છે પૂર્ણ, વાંચો તમે પણ વાછરાદાદાનો ઇતિહાસ

જાણો વાછરા દાદાની વીરતાની વાતો,જે જાણ્યા પછી તમારાં રૂંવાડા ઉભા થઈ જશે….

image source

આજે આપણે વત્સરાજ સોલંકી-વાછરા દાદાની શૂરવીરતાની કેટલીક વાતો વિશે જાણીશું. હિન્દૂ ધર્મમાં ઘણી માન્યતાઓ છે તે તમે પણ જાણતા હશો અને તેવી જ એક માન્યતા વત્સરાજ સોલંકી-વાછરા દાદા વિશે પણ છે જે તમે કદાચ નહીં જાણતા હોવ. તો ચાલો આજે આપણે જાણીશુ વત્સરાજ સોલંકી-વાછરા દાદાની શૂરવીરતા અને તેમના જીવન વિશે.

વત્સરાજ સોલંકી-વાછરા દાદાની જન્મભૂમિ બહુચરાજી તાલુકાના કાલરી ગામમાં આવેલી છે અને રણ કાંઠો તેમની કર્મભુમિ છે તેવું માનવામાં આવે છે. ત્યાંના લોકો વત્સરાજ સોલંકીને લોકો ખૂબ જ માને છે અને આ એક એવા યુગ પુરુષ જે ગૌરક્ષા માટે વીરગતીને વહાલી કરી અમરત્વ પામ્યા છે અને તેઓ હાલમાં પણ સાક્ષાત બેઠા છે તેવી પણ માન્યતાઓ પ્રવર્તે છે. આજે વછરા દાદા લાખો ભાવિકોની શ્રધ્ધા અને આસ્થાના દેવ બન્યા છે.લોકોની વાછરા દાદા પર અપાર શ્રદ્ધા છે. જે તેમના ચરણે માથું નમાવે એ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તેવું પણ કહેવાય છે.

image source

કાલરી ગામની પવિત્ર ભુમિ પર બાળપણમાં ગૌરક્ષાના સંસ્કારો મેળવનાર રાજવી કુવર લગ્નની ચોરીમાંથી ગૌમાતાને કસાઈઓના હાથમાંથી મુકિત અપાવવા યુધ્ધે ચડયા હતા અને ત્યારબાદ તેઓ વત્સરાજ સોલંકી-વાછરા દાદાના નામે ઓળખાવા લાગ્યા હતા અને એવું પણ કહેવામાં આવે છે કે તેઓ ગૌમાતાઓને મોતના મુખમાંથી બચાવી વીરગતી પામ્યા હતા. કાલરી ગામે અને તેઓના સમાધી સ્થળે ચૈત્ર મહિનામા મેળો ભરાય છે અને લોકો આ મેળામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક આવે છે અને માણે છે.

image source

એટલું જ નહીં એવું પણ માનવામાં આવી રહ્યું છે કે તેમની ગૌરવગાથા અને ઇતિહાસ શ્રદ્ધાળુઓ માટે પ્રેરણાદાયી બની રહેશે અને તેઓ હંમેશા ગાયોની રક્ષા કરતા રહેશે. તમને જણાવી દઈએ કે આસમી તાલુકાના રણ કાંઠે આવેલ કોડધા ગામના રણમાં વીર વચ્છરાજ સોલંકીનુ સમાધી સ્થળ આવેલ છે. તેમજ જ્યારે ચોરીમાં લગ્નવિધિનો ત્રીજો ફેરો ફરવા જ્યાં વરરાજા પગ મૂકે છે અને ત્યારે જ રેડીયોમાં સંભળાય છે કે દોડો દોડો ગામનું ગૌધણ સુમરા લૂંટારુંઓ હાંકી જઈ રહ્યા છે ત્યારે જ વત્સરાજ સોલંકી-વાછરા દાદા ચોરીના ફેરા ફરતા પડતા મૂકીને ત્યાંથી નીકળી ગયા હતા અને તેમને આ ગાયોને વારી જતા કસાઈઓની સામે યુદ્ધ કર્યું હતું અને ગાયોને પાછી વાળી હતી.

image source

જ્યારે વત્સરાજ સોલંકી-વાછરા દાદાનું હાલના પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલ કુવર ગામમાં આનંદનો દરિયો ઉછળી રહ્યો હતો ત્યારે બધા જ આનંદમાં હતા અને ત્યારે જ ગામની એક તરફ શરણાઈઓના સૂર ફરી વાર ગુંજતા થયા હતા. એવે ટાણે માંડવે મહાલતા જુવાન વરરાજવી વત્સરાજ સોલંકી અને વિધવા ચારણ્ય આઈ દેવલ વચ્ચે પ્રારંભમાં જણાવ્યા મુજબ વાતોનો દોર સંધાણો હતો અને ત્યારે જ કસાઈઓએ તેમની ગાયોને વારી જતા હતા અને ત્યારે જાનૈયા અને માંડવિયા મોદમાં બેઠા હતા પણ ત્યારે જ વત્સરાજ સોલંકી-વાછરા દાદાએ લગ્નવિધિનો ત્રીજો ફેરો પૂરો કર્યો હતો અને એવામાં જ કોઈએ અવાજ આપ્યો હતો કે ગાયોને દુશ્મનોએ વારી લીધી છે

image source

આ વત્સરાજ સોલંકી માતા બહુચરના મંદિર એટલે બેચરાજી ગામથી ત્રણ કિમીના અંતરે આવેલ કાલરી નામના ગામના ગિરાસદાર હાથીજી સોલંકીના બીજા નંબરનું સંતાન છે તેવું કહેવામા આવી રહ્યું છે. તેઓ સેવા, ત્યાગ તેમજ પરહિતની લાગણીને કારણે તેમના પ્રત્યે લોકો આદરની નજરે જોતા હતા. એવું કહેવામાં આવે છે કે બાર બાર વરસ સુધી ધર્મપરાયણતા અને ગૌ સેવા કરવા છતાં તેમનાં રાજપૂતાણી કેસરબાનો ખોળો ખાલી હતો . આ ગિરાસદારને શોભે તેવી દોમદોમ સાહ્યબીનો વારસદાર ન હોવાથી દંપતીનું આયખું ડુંગર જેવડું ભારે થઈ ગયેલું અને જેના કારણે એવું પણ કહેવામાં આવતું હતું કે તેમણે ગોકુળ, મથુરાની જાતરાનો વિચાર કરી તે તરફ પ્રયાણ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત