હવે નજીકના વેકસીનેશન સેન્ટર અને ટેસ્ટિંગ સેન્ટર અંગે માહિતી આપશે અમેઝોનનું એલેક્સા

કોરોના મહામારીએ વિશ્વભરમાં કોહરામ મચાવી દીધો એ જગજાહેર વાત છે. અને આના ભાગ રૂપે ભારતમાં પણ કોરોના મહામારીએ ભયાવહ રૂપ દેખાડ્યું હતું. 2019 થી શરૂ થયેલ કોરોના મહામારી 2020 નું લગભગ આખું વર્ષ ચાલુ રહી. એટલું જ નહીં ભારતમાં કોરોના મહામારીની ક્રમવાર રીતે પ્રથમ અને બીજી લહેર પણ આવી. જે પૈકી બીજી લહેર દ્વારા ભારતમાં ભારે નુકશાન થયું અને હજારો કે લાખો માણસો મૃત્યુ પામ્યા.

image soucre

જો કે હવે નાગરિકોમાં કોરોના વેકસીન લેવા અંગે જાગૃતિ ફેલાઈ છે ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ એલેક્સાનો ઉપયોગ કરનારા લોકો માટે આજનો આ આર્ટિકલ ફાયદાકારક નીવડી શકે કારણ કે આજના આ આર્ટિકલમાં અમે આપને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ એવા એલેક્સા બાબતે એક સારા સમાચાર જણાવવાના છીએ. અસલમાં અમેઝોન ઇન્ડિયાએ પોતાના વર્ચ્યુઅલ આસીસ્ટન્ટ એલેક્સાને અપડેટ કર્યું છે જેથી યુઝર્સને કોરોના સંબંધી માહિતી સર્ચ કરવામાં સરળતા રહે. અમેઝોન એલેક્સા હવડ ટેસ્ટિંગ અને વેકસીનેશન સેન્ટરની સાથે સાથે વેકસીન ઉપલબ્ધ છે કે કેમ ? કોવિડ 19 હેલ્પલાઇન નંબર, કોરોના રિલીફમાં યોગદાન સંબંધિત બધી પ્રકારની માહિતી તમને મળી રહેશે.

image soucre

યુઝર્સને આ માહિતી CoWIN પોર્ટલ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઈટ અને MapMyIndia પરથી પ્રાપ્ત કરીને આપવામાં આવશે. ગયા વર્ષે Amazon alexa ને ઇકો સ્પીકર અને અન્ય માધ્યમો દ્વારા ભારતમાં કોવિડ 19 સંબંધિત લક્ષણો અને મામલાઓ બાબતે માહિતી શેયર કરવા માટે અપડેટ કરવામાં આવ્યું હતું.

ક્યાં થઈ શકશે કોવિડ 19 નો ટેસ્ટ ? એલેક્સાને કઈ રીતે પૂછવું ?

Amazon Alexa to help users in India locate COVID-19 vaccination, testing centres : एडवांस हुई Alexa: पूछने भर से बता देगी कोविड-19 वैक्सीनेशन से जुड़ी हर छोटी-बड़ी जानकारी, बस बोलना ...
image soucre

આ બાબતે ઉપલબ્ધ માહિતી મુજબ એમેઝોન એલેક્સા, MapMyIndia દ્વારા, યુઝર્સના નજીકના કોવિડ 19 ટેસ્ટિંગ સેન્ટર શોધવામાં મદદ મળશે. એલેક્સા, કોવિડ 19 ટેસ્ટિંગ ક્યાં થશે (હિન્દીમાં) જેવા સવાલો પૂછવા પર તમને જવાબ આપશે.

એ સિવાય તમારા નજીકના વેકસીનેશન સેન્ટર બાબતે પણ એલેક્સા પાસેથી માહિતી મેળવી શકશો. આ માટે યુઝરે એમ કહેવાનું રહેશે કે, એલેક્સા, મને કોવિડ વેકસીન ક્યાં મળી શકે છે ? (હિન્દીમાં) કોરોના સંબંધિત આવા ઘણા બધા સવાલોના જવાબ તમને એલેક્સા આપી દેશે.

image soucre

ત્યારબાદ યુઝર્સ એપોઇન્ટમેન્ટ બુક કરાવવા માટે CoWIN પોર્ટલ પર પણ જઈ શકે છે. વેકસીનની ઉપલબ્ધતાના કિસ્સામાં એલેક્સા એક રિમાઇન્ડર પણ સેટ કરી શકે છે જેથી એ જાણી શકાય કે આગલા દિવસે વેકસીન ઉપલબ્ધ છે કે કેમ ?

image soucre

આ માટે થઈને યુઝર્સ એમ કહી શકે છે કે, એલેક્સા વેકસીનની માહિતી ખોલો (હિન્દીમાં) એલેક્સા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઈટથી પ્રાપ્ત કરેલી માહિતી ભારતમાં કોવિડ વેકસીનને પુરા થવાની દર પર અપડેટ પ્રદાન કરશે.