Site icon News Gujarat

વડાપાઉ રગડા ચાટ – ઘરમાંથી જ મળી જતી સામગ્રીમાંથી તમે પણ ચોક્કસથી ટેસ્ટી વડાપાઉ રગડા ચાટ ઘરે બનાવી બધાને ટેસ્ટ કરાવજો.

વડાપાઉ રગડા ચાટ:

વડાપાઉ રગડા ચાટ કે વડાપાઉ ચાટ એ એક ફેમસ સ્ટ્રીટ ફુડ સ્નેક છે. એ ખાધા પછી ફુલ મીલ જમ્યા જેવો અહેસાસ થાય છે. પાઉ ના બે ભાગ કરી, તેના પર બટેટાનું મસાલેદાર ટેસ્ટી મિશ્રણ લગાડવામાં આવે છે, અને ત્યારબાદ તે બન્ને ભાગને અલગ અલગ બેસનના બેટરમાં ડીપ કરી ડીપ ફ્રાય કરવામાં આવે છે. ચટણીઓ અને સૂકા વટાણાના બનાવેલા રગડાના કોમ્બીનેશનથી ખૂબજ સ્વાદિષ્ટ એવા વડાપાઉ રગડાચાટ, નાના મોટા બધાને ખૂબજ પસંદ છે.

વડાપાઉ રગડા ચાટ ઘરે બનવવા ખૂબજ સરળ છે. અહીં હું ખૂબજ ટેસ્ટી વડાપાઉ રગડા ચાટ બનાવવાની રેસિપિ આપી રહી છુ. ઘરમાંથી જ મળી જતી સામગ્રીમાંથી તમે પણ ચોક્કસથી ટેસ્ટી વડાપાઉ રગડા ચાટ ઘરે બનાવી બધાને ટેસ્ટ કરાવજો.

વડાપાઉ રગડા ચાટ:

રગડો બનાવવા માટેની સામગ્રી:

સૌ પ્રથમ 1 કપ વટાણાને પાણીથી ધોઈને 7-8 ક્લાક પાણીમાં પલાળી રાખો.

7-8 કલાક પલળી ગયા બાદ કૂકરમાં પાણી ગરમ મૂકી, ગરમ થાય એટલે તેમાંથી વટાણાનું પલાળેલું પાણી કાઢી, કુકરમાં ઉમેરી દ્યો. હવે તેમાં ½ ટી સ્પુન હળદર પાવડર, મીઠા લીમડાની સ્ટ્રીંગ અને સોલ્ટ ઉમેરી મિક્ષ કરી, 6-7 વ્હિસલ કરી કૂક કરી લ્યો. તેમાં જ ઠરવા દ્યો.

બટેટાનું મસાલા મિશ્રણ બનાવવાની સામગ્રી અને રીત :

એક મિક્સિંગ બાઉલમાં બાફીને છાલ કાઢેલા 4 બટેટા લઈ તેને મેશરથી અધકચરા મેશ કરી લ્યો. તેમાં 2 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી, 1 ટી સ્પુન આમચૂર પાવડર અથવા ચાટ મસાલો, ½ ટી સ્પુન હળદર પાવડર, 1 ટી સ્પુન ગરમ મસાલો અને સોલ્ટ સ્વાદ મુજબ ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.

તડકા માટે :

હવે એક તડકા પેન કે નાના બાઉલમાં 2 ટી સ્પુન ઓઇલ ગરમ મૂકી, ગરમ થાય એટલે તેમાં ½ ટી સ્પુન રાઈ ઉમેરી તતડવા દ્યો. ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન અડદની દાળ ઉમેરી ગુલાબી કલરની થાય એટલે તેમાં લીમડાના પાન ઉમેરો, સંતળાય એટલે તેમાં હિંગ ઉમેરી મિક્ષ કરી, ફ્લૈમ બંધ કરી દ્યો. આ તડકાને બટેટાના બનાવેલા મસાલા વાળા મિશ્રણમાં ઉમેરી બરાબર મિક્ષ કરી દ્યો. વડાપાઉ પર લગાડવા માટેનું મસાલા મિશ્રણ રેડી છે.

રગડાના મસાલા કરવાની સામગ્રી :

હવે કુકર ખોલી તેમાં સરસ બફાઇ ગયેલા વટાણાને મેશરથી થોડા મેશ કરી લ્યો. ત્યારબાદ મિડિયમ ફ્લૈમ પર મૂકી તેમાં 1 ટી સ્પુન ચાટ મસાલો, 1 ટી સ્પુન આદુ મરચાની પેસ્ટ, 1 ટી સ્પુન ગરમ મસાલો, ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર અને જરુર પડે તો સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરો કેમેકે વટાણા બાફ્તી વખતે તેમાં ઉમેરેલ છે.

હવે તેમાં રગડાની કંસિસટંસી સેટ કરવા પૂરતું પાણી ઉમેરી, બધા મસાલા બાફેલા વટાણા સાથે એકરસ થઈ ભળી જાય અને ઘટ્ટ રગડો બની જાય ત્યાં સુધી સતતા હલાવતા રહી ઉકાળી લ્યો.

રગડો સરસ ઘટ્ટ થઈ જાય એટલે ફ્લૈમ બંધ કરી તેમાં કોથમરી ઉમેરી ઢાંકી રાખો.

હવે રગડો રેડી છે.

વડા બનાવવાની સામગ્રી અને રીત :

રગડા ચાટ ગાર્નીશ કરવા માટે :

બેટર બનાવવાની રીત :

એક બાઉલમાં 1 ½ કપ બેસન લ્યો. તેમાં સ્વાદ મુજબ સોલ્ટ સ્વાદ મુજબ સોલ્ટ, ½ ટી સ્પુન, હિંગ અને પિંચ બેકીંગ સોડા અને જરુર મુજબ પાણી ઉમેરી મિક્ષ કરી લ્યો. થોડું ફીણીને ઘટ્ટ બેટર બનાવી લ્યો.

વડા બનાવવાની રીત :

પાઉના આડા બે ભાગ કરી લ્યો. તે દરેક ભાગના અંદરના ભાગે જાળીવાળા આખા ભાગ પર 2 ટેબલ સ્પુન જેટલું બટેટાનું બનાવેલું મિશ્રણ સ્પ્રેડ કરી લગાવી દ્યો.

હવે વડાને ડીપ ફ્રાય કરવા માટે ઓઇલ ગરમ મૂકો.

આ રીતે બધા પાઉના ભાગ પર બટેટાનું મસાલા મિશ્રણ લગાવી લ્યો. હવે આ પાઉને બેસન ના બેટરમાં ડીપ કરીને બરાબર ગરમ થયેલા ઓઇલમાં આ પાઉને બધી બાજુથી ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરીને ગોલ્ડન કલરના ફ્રાય કરો.

આ પ્રમાણે બધા પાઉ ડીપ ફ્રાય કરી વડાપાઉ બનાવી લ્યો.

હવે બનાવેલા પાઉના ટુકડા કરીને સર્વિંગ પ્લેટમાં મૂકો.

કાપેલા બધા વડાપાઉ પર આખામાં રગડો પોર કરો. તેના પર થોડી ઓનિયનના પીસ અને બેસન સેવ સ્પ્રીંકલ કરો. હવે તેના પર આમલીની સ્વીટ ચટણી અને કોથમરી – ફુદીનાની તીખી ચટણી મૂકો. થોડી લસણ-મરચાની ચટણી મૂકો. ફરી ઉપર જીણી બેસનની સેવ ઓનિયનના નાના પીસ કોથમરી, ચાટ મસાલો, લાલ મરચુ સ્પ્રીંકલ કરી ગાર્નીશ કરો.

હવે સ્વાદિષ્ટ વડાપાઉ રગડા ચાટ સર્વ કરવા માટે રેડી છે. તો તમે પણ તમારા ઘરના રસોડે વડાપાઉ રગડા ચાટ બનાવીને બધાને ટેસ્ટ કરાવજો. નાન- મોટા બધાને હેલ્ધી અને ટેસ્ટી વડાપાઉ રગડા ચાટ ખૂબજ ભાવશે.

ડીનરના નાસ્તા માં કે નાની પાર્ટીમાં સર્વ કરી શકાય.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version