જો તમે પણ કરશો આ 1 કામ તો 15 ઓગસ્ટના વડાપ્રધાન મોદીના ભાષણમાં તમારું પણ આવી શકે છે નામ

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ લોકોને વધુ એક તક આપી છે, આ વખતે આ તક એવી છે કે જેમાં સામાન્ય નાગરિકનું નામ પણ લાલ કિલ્લા પર ગુંજી શકે છે. શુક્રવારે પીએમ મોદીએ 15 ઓગસ્ટ માટે લોકોને તેમના ઈનપુર શેર કરવા આગ્રહ કર્યો છે. 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના ભાષણ માટે લોકોને તેમના સુચન જણાવવા પીએમ મોદીએ કહ્યું છે. તેમણે કહ્યું છે કે લોકોના વિચાર લાલ કિલ્લા પરથી દેશભરમાં ગુંજશે.

image source

એક ટ્વીટમાં વડાપ્રધાને દેશના તમામ નાગરિકોને કહ્યું છે કે તેઓ નાગરિકો માટેના પ્લેટફોર્મ MyGov પર સુચન મોકલી શકે છે. માયગવ પોર્ટલ અનુસાર વડાપ્રધાન મોદી સ્વતંત્રતા દિવસ પર તેમના ભાષણમાં સરકારના કાર્યક્રમો અને નીતિઓ જનતા સામે રાખે છે. તેવામાં છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાન લોકોના સુચનો પણ લઈ રહ્યા છે. આ વર્ષે પણ વડાપ્રધાને નાગરિકો પાસેથી ન્યૂ ઈંડિયાને લઈ તેમના સુચનો જણાવવા કહ્યું છે.

આ કારણે તમારી પાસે પણ પોતાના વિચારને વ્યક્ત કરવા, સુચન આપવાની તક છે. પીએમ નરેંદ્ર મોદી આ સુચનોમાંથી કેટલાકનો ઉલ્લેખ તેમના ભાષણમાં પણ કરશે. આ પહેલા માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 79માં સંસ્કરણ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમની સરકારે 75માં સ્વતંત્રતા દિવસ પર વધુને વધુ લોકોને રાષ્ટ્રગીત ગાવા માટે એક પહેલની શરુઆત કરી છે અને નાગરિકોને આ પહેલા સાથે જોડાવાની અપીલ પણ કરી છે. તેમણે કાર્યક્રમમાં કહ્યું છે કે, આ વાત તેમના માટે સૌભાગ્યની છે કે આ વર્ષે દેશ આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે.

image source

પીએમે કહ્યું કે સાંસ્કૃતિક મંત્રાલયના પ્રયત્નો છે કે 75માં સ્વતંત્રતા દિવસે વધુને વધુ ભારતવાસીઓ એક સાથે મળી અને રાષ્ટ્રગીતનું ગાન કરે. આ કાર્યક્રમ માટે એક વેબસાઈટ પણ બનાવવામાં આવી છે જેનુ નામ rashtragaan.in. છે. આ વેબસાઈટ પર તમે પણ રાષ્ટ્રગીત ગાતા હોય તેવું રેકોર્ડીંગ કરી અને શેર કરી શકો છો. પીએમે દેશવાસીઓને આ કાર્યક્રમને સફળ બનાવવા અપીલ પણ કરી છે. તેમણે કહ્યું હતું કે આ અનોખી પહેલા સાથે વધુને વધુ લોકો જોડાશે તેવી તેમને આશા પણ છે.