પગના વાઢીયામાં લોકો આવો ઉપચાર કરીવાની કરે છે ભૂલ, જેથી મટી જવાને બદલે વધુ વકરે છે

વધતી જતી ઠંડીના દિવસોમાં ઠેરઠેર પગ ના વાઢીયા ના દર્દી જોવા મળે છે. પગના વાઢીયાની આયુર્વેદમાં पाददारी એવું કહેવામાં આવે છે.

સામાન્ય વ્યક્તિઓ નું માનવું છે કે શરીરમાં ઉષ્ણતા વધવાથી અથવા તો તજા ગરમી વધવાથી પગ ની એડી ફાટી જાય છે, અને પછી એમાંથી લોહી નીકળે છે બળતરા થાય છે. પરંતુ આયુર્વેદ પ્રમાણે પાદદારી એ દૂષિત વાત દોષને કારણે થાય છે અને એની સાથે પિત્ત અથવા રક્ત દોષ નો અનુબંધ હોવાની શક્યતા છે.

image source

ઉપરોક્ત માન્યતાને કારણે પગના વાઢીયા માં લોકો ઠંડક વાળો ઉપચાર કરવાની ભૂલ કરે છે. જેને કારણે આ રોગ ઠીક ન થતાં વધુ વકરી જવાની સંભાવના રહે છે. શિયાળામાં ત્વચાનો સંકોચ થાય છે તેમાં સૂકી હવાનો સ્પર્શ થતા ત્યાં રુક્ષતા વધી જાય છે જેને કારણે ત્વચા ફાટી જાય છે, તરડાય છે, અને એના પછી દુખાવો, લોહી નીકળવું ઇત્યાદિ સમસ્યાનો સામનો કરવો પડે છે.

image source

પગના વાઢીયા માટે આયુર્વેદ એ એક અકસીર ઈલાજ આપ્યો છે એ એટલે ઔષધી સિદ્ધ તેલનો અવગાહ સ્વેદ. અવગાહ સ્વેદ એટલે બલા તેલ, પિંડતેલ, નારાયણ તેલ જેવા ઔષધી સિદ્ધ તેલને નવશેકુ કરી એમાં બંને પગને અડધો કલાક એટલે કે ૩૦ મિનિટ સુધી ડુબાડી રાખવા… એના પછી પગને વ્યવસ્થિત કોરા કરી જાત્યાદિ મલમ અથવા તો વ્રણ રોપક મલમ જેવા મલમ લગાડી પગમાં મોજા પહેરી લેવા.

image soucre

દર્દીની પ્રકૃતિ અને રોગની તીવ્રતા પ્રમાણે અનુભવી જાણકાર વૈદ્યની સલાહથી તેલ અને મલમ નું ચયન કરવું. પંચતિક્ત ગુગળ, ત્રિફળા ગૂગલ, glo on જેવી અનેક દવાઓ ના સેવનથી અવગાહ સ્વેદ થી અને મલમ લગાડવાથી પગના વાઢીયા કાયમ સ્વરૂપે દૂર થાય છે એવો અમારો અનુભવ છે.
આ વ્યાધિથી પીડાતા વ્યક્તિ એ ખોરાકમાં મોટા કઠોળ, ઠંડા પીણા, આઈસક્રીમ, વાસી જમવાનું, ગુવાર અને રીંગણા જેવા શાકનો સંપૂર્ણપણે ત્યાગ કરવો.

image soucre

પગના વાઢીયાની તજા ગરમી સમજીને ઠંડક કરવાવાળા ઉપચાર કરવા નહીં તજ્જ્ઞની વૈદ્યના માર્ગદર્શન થી સ્થાનિક તેમજ સાર્વદૈહિક ઉપચાર કરવો એની સાથે સાથે plastic rubber reczine ના ચપ્પલ અથવા બુટ વાપરવા નહીં… પગમાં પહેરવા માટે ચામડાના અથવા તો કપડાં ના ચપ્પલ અથવા બુટ નો ઉપયોગ કરવો…

  • આપનો કલ્યાણમિત્ર,
  • વૈદ્ય. ચિંતન સાંગાણી
  • (એમ.ડી) (આયુર્વેદ, મુંબઈ)