કોરોનાના કેસ વધતા લોકો જઇ રહ્યા છે પોતાના વતન તરફ, ખાલી થઇ રહ્યુ છે સુરત

અમરેલી ચેકપોસ્ટ પર સુરત અમદાવાદ અને મુંબઈની બસોની લાગી ગઈ લાઈન કારણ છે આ, અમરેલીમાં કેસ વધતા વહીવટીતંત્રએ બહારથી આવતા લોકો માટે બનાવ્યા કડક નિયમો, મહાનગરોમાં કેસ વધતા લોકોએ પકડી વતનની વાટ પણ અમરેલી માં પ્રવેશ છે…..

image source

કોરોના નો કહેર બતા મુંબઈ થી લઇ અમદાવાદ સુધીના મહાનગરોમાં રહેતા લોકોએ હવે પોતાના વતનની વાટ પકડી છે જોકે મહાનગરોમાં થી સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં લોકો આવતા કોરોના ના કેસ નું પ્રમાણ પણ ખાસ્સુ એવું વધ્યું છે અનલોક તેમાં પરવાનગી વિના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકાતું હોવાથી મોટા પ્રમાણમાં લોકો અમરેલી જિલ્લામાં પ્રવેશ કરી રહ્યા છે જો કે અમરેલી જિલ્લામાં સુરત થી આવતા લોકોનું પ્રમાણ સૌથી વધુ નોંધાયું છે

image source

છેલ્લા કેટલાક સમય દરમિયાન અમરેલીમાં પણ કોરોના કેસમાં સતત વધારો થતો હોવાથી હવે સુરત અમદાવાદ અને મુંબઈ થી આવતા લોકોનું અહીં હેલ્થ ચેકઅપ ફરજિયાત કરવામાં આવે છે અમરેલીની ચાવડ ચેકપોસ્ટ પર હેલ્થ ચેકઅપ ફરજિયાત શરૂ કરવામાં આવ્યું છે ચેકપોસ્ટ પર સુરત અમદાવાદ અને મુંબઇથી આવતી બસના કિલોમીટર સુધી લાંબી લાઈન લાગેલી પણ જોવા મળી હતી

image source

અમરેલી જિલ્લા વહીવટીતંત્રએ ચેકપોસ્ટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે તેમજ આરોગ્ય વિભાગની ટીમ પણ અહીં તેના તેજ રહે છે અને બહારથી આવતા લોકો નું ચેકઅપ કરવામાં આવે છે ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે ચેકઅપ માટે પણ આવતા બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું ત્રણ થી ચાર ફૂટનું અંતર જળવાય રહે

image source

જોકે ચેકપોસ્ટ ખાતે હેલ્થ ચેકઅપ માટે લોકોની પણ લાંબી કતારો લાગી જાય છે અમરેલી માં પ્રવેશ કરતા સુરત અમદાવાદ અને મુંબઈના મુસાફરોની હિસ્ટ્રી પણ રજિસ્ટરમાં નોંધવામાં આવી રહી છે.આ સિવાય તમામ મુસાફરોને અહીંથી જ કરી દેવામાં આવે છે કે તેમણે ૧૪ દિવસ માટે હોમ કોરોન્ટાઈન રહેવું પડશે

image source

અમરેલી જિલ્લામાં બહારથી આવતા લોકો દ્વારા સંક્રમણ ન ફેલાય તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે જ્યારથી લોકોનું ચેકઅપ શરુ કરવામાં આવ્યું છે ત્યારથી જ ચેકપોસ્ટ પર બસના થપ્પા લાગી ગયા છે, જેનું કારણ છે કે અમરેલીમાં મોટી સંખ્યામાં લોકો સુરત અમદાવાદ અને મુંબઈ થી પરત આવી રહ્યા છે.

image source

જોકે ચેકપોસ્ટ પર હેલ્થ ચેકઅપ દરમિયાન જો કોઈ વ્યક્તિ માં કોરોના ના લક્ષણો જણાય તો તુરંત તેને સારવાર અર્થે અને કોરોના ના ટેસ્ટ માટે મોકલી દેવામાં આવે છે સાથે જ તેની સાથે રહેલા લોકોને પણ અલગથી ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવે છે જે લોકોમાં કોઈપણ પ્રકારના લક્ષણો ન દેખાય તેમને જ અહીં થી અમરેલી માં પ્રવેશ આપવામાં આવે છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત