એકબીજાના પ્રેમમાં પાગલ વેવાઇ-વેવાણે કંઇક આ રીતે ટૂકાવ્યું જીવન, પૂરી ઘટના વાંચીને ચોંકી જશો તમે પણ

લોકડાઉન અને કોરોના પહેલા રાજ્યમાં સૌથી વધુ ચર્ચા થઈ હોય તેવી ઘટના હતી ગુજરાતના સુરતના વેવાઈ-વેવાણના ભાગી જવાની ઘટના.

image source

દીકરા અને દીકરીના લગ્ન થાય તે પહેલા જ વેવાઈ પોતાની વેવાણને લઈને ભાગી ગયા હતા. આ બહુચર્ચિત વેવાઈ વેવાણની લવસ્ટોરી બાદ ફરી એકવાર વેવાઈ-વેવાણ ચર્ચામાં છે. જો કે આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે કુતુહલ સર્જ્યું છે. કારણ કે આ લવસ્ટોરીનો અંત કરુણ આવ્યો છે.

આ અંગે જાણવા મળ્યાનુસાર સાબરકાંઠા જીલ્લામાં થોડા સમય પહેલા વેવાઈ અને વેવાણ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પરંતુ આ વાતને થોડા જ દિવસોમાં બંનેની લવસ્ટોરી સાથે તેમના જીવનનો અંત પણ આવ્યો છે. સાબરકાંઠાના વડાલી તાલુકાના થેરાસના ગામની આ ઘટના છે.

image source

અહીં સંતાનોની સગાઈ બાદ વેવાઈ અને વેવાણ વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ ગયા હતા. તેવામાં સંસારની અને સમાજની ચિંતા છોડી બંને ઘરેથી ભાગી ગયા હતા. પરિવારજનોએ બંનેની શોધખોળ હાથ હતી. તેવામાં ખેડબ્રહ્મા તાલુકાના દીધીયા ગામના એક ખેતરમાંથી ઝાડ પર લટકતાં બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં વેવાઈ અને વેવાણની લાશ મળતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

સ્થાનિકોએ પહેલા તો પોલીસને જાણ કરી કે એક ઝાડ પર પુરુષ અને મહિલાની લાશ લટકી રહી છે. આ ફરિયાદ નોંધાતા જ ખેડબ્રહ્મા પીએસઆઈ વી. બી. પટેલ અને તેમની ટીમે ઘટનાસ્થળે પહોંચી ગઈ અન બંને લાશનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. પોલીસ હાલ તપાસ કરી રહી છે કે આ વેવાઈ અને વેવાણે આત્મહત્યા કરી છે કે પછી તેમની હત્યા કરી લાશને ઝાડ સાથે લટકાવવામાં આવી છે.

image source

સ્થાનિકોના જણાવ્યાનુસાર વડાલી તાલુકાના થેરાસના ગામમાં રહેતા જયંતીભાઈની દીકરીનું સગપણ જાગૃતીબેન કચરાભાઈ નામની મહિલાના પુત્ર સાથે કરવામાં આવ્યું હતું. સંતાનોના સગપણ બાદ અવારનવાર વાતચીત કરતાં વેવાઈ અને વેવાણ વચ્ચે પ્રેમ થયો. થોડા દિવસોમાં પ્રેમમાં ગળાડૂબ થયેલા બંને ઘરે ભાગી ગયા હતા.

હાલ તો સ્થાનિકોમાં અને પરિવારજનોમાં રોષ અને શોકની લાગણી પ્રવર્તી છે. નાનકડા ગામમાં આ વાત ચર્ચાનો વિષય બની છે ત્યારે હવે પીએમ રિપોર્ટમાં મોતનું કારણ શું બહાર આવશે તે ચર્ચાએ જોર પકડ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત