મોબાઈલના વધુ પડતા ઉપયોગ તમારા અંધત્વનું કારણ બની શકે છે, જાણો કેવી રીતે

આપણી આંખો આપણા શરીરનો સૌથી મહત્વનો ભાગ છે. આંખોના કારણે આપણે આ વિશ્વની સુંદરતા જોવા માટે સમર્થ છીએ. જે લોકોની આંખો કોઈપણ કારણોસર બગડે છે તેમનું જીવન અંધારમય બની જાય છે તેઓને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી, આપણે આપણી આંખોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

image source

આજના વ્યસ્ત જીવનમાં આપણે એવી ઘણી ભૂલો કરીએ છીએ જેનાથી આંખોને મોટું નુકસાન થાય છે, આજે અમે તમને આવી જ એક ભૂલ વિશે જણાવીશું જે આંખો માટે ખૂબ જ નુકસાનકારક છે. આ ભૂલ અત્યારના સમયમાં દરેક બાળકો, યુવાનો અને મોટી ઉંમરના લોકો પણ કરે છે, પણ શું તમને જાણો છો કે તમારી 1 ભૂલ તમારું ભવિષ્ય બગાડી શકે છે ? તો ચાલો જાણીએ એ ભૂલ શું છે.

વધુ સમય સુધી મોબાઈલનો ઉપયોગ

આધુનિક યુગમાં, મોટાભાગના લોકો મોબાઇલનો ઉપયોગ કરે છે આપણા દેશમાં ઇન્ટરનેટ ખૂબ સસ્તું થઈ ગયું છે, જેના કારણે લોકો ઇન્ટરનેટ પર મૂવીઝ અને વીડિયો જોતા રહે છે અને રાત્રે સોશિયલ સાઇટ્સ પર વ્યસ્ત રહે છે. આખો દિવસ મોબાઈલ ચલાવવું આપણી આંખો માટે ખૂબ જ નુકસાનકારક છે. મોબાઇલમાંથી નીકળતી હાનિકારક વાદળી લાઇટ્સ આંખો માટે હાનિકારક સાબિત થાય છે. વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરવાથી આંખોમાંથી પાણી આવવાનું શરૂ થાય છે અને આ તમે અનુભવ્યું પણ હશે. આવું થવા પર આંખો સૂચવે છે કે મોબાઇલની હાનિકારક વાદળી લાઇટ લાંબા સમય સુધી આંખો સહન કરી શક્તિ નથી. પરંતુ લોકો આને અવગણે છે અને મોબાઈલમાં વ્યસ્ત રહે છે. આ ભૂલને કારણે દૃષ્ટિ ધીરે ધીરે નબળી પડી જાય છે અને આંખો બગડવાની શરૂઆત થાય છે. આગળ જતા આ અંધત્વનું કારણ પણ બની શકે છે.

image source

આપણે ઘણીવાર જોયું હશે કે માતા-પિતા તેમના બાળકોને વ્યસ્ત રાખવા માટે તેમના હાથમાં મોબાઈલ આપી દે છે. આ કરવું એકદમ અયોગ્ય છે જે બધા જાણે જ છે. છતાં તેમના બાળકોને મોબાઈલ આપે છે જેથી બાળકોનું ધ્યાન તેમાં કેન્દ્રિત થાય. મોબાઈલની વાદળી લાઇટ્સ યુવાન લોકો માટે પણ હાનિકારક છે તો વિચાર કરો આ બાળકોને કેટલું નુકસાન કરશે. મોબાઈલની આ હાનિકારક કિરણો બાળકોના મગજ પર અસર કરે છે અને એ બાળકોની આંખો અને મગજ બંનેને ખરાબ કરે છે. બાળકોનું મન ખૂબ જ નાજુક અને ચંચળ હોય છે અને મોબાઈલ તથા સોશિયલ મીડિયા સરળતાથી તેમની વિચારસરણી અને વર્તનને બદલી શકે છે. નાની ઉંમરે બાળકો સારા અને ખરાબમાં તફાવત પારખી શકતા નથી, તેથી માતા-પિતા તરીકે એ તમારી ફરજ છે કે તમારે તેમને મોબાઈલથી દૂર રાખવા જોઈએ.

image source

જેથી તેમના વિચારોમાં અને વર્તનમાં કોઈ નકારાત્મક અસર ન પડે. મોબાઇલના ઉપયોગથી કેટલાક ફાયદા પણ થાય છે પરંતુ તે ખૂબ નુકસાનકારક પણ હોય શકે છે. મોબાઈલ પર વધારે સમય પસાર કરવાથી બાળકો પર નકારાત્મક અસર પડે છે અને બાળકો ઘણીવાર મોબાઈલના વ્યસની બની જાય છે. આપણે જોયું હશે કે બાળકો જમવાના સમયે મોબાઈલની જીદ કરે છે આ એક રીતની તેમની આદત અથવા તો વ્યસન બની જાય છે. તેથી તમારા બાળકને આવી ખોટી વસ્તુના વ્યસની ના બનાવો. તેથી મોબાઈલનો ઉપયોગ ઓછો કરો.

image source

અમે જાણીએ છીએ કે અત્યારના આધુનિક યુગમાં મોબાઈલનો ઉપયોગ ના કરવો એ અશક્ય છે, પણ કોઈ ચીજ વધુ પડતી નુકસાનકારક જ હોય છે. તેથી મોબાઈલનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરવો જ યોગ્ય છે. નહીંતર આ તમારું જીવન બગાડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત