Site icon News Gujarat

ચીનમાં વધુ એક નવી બિમારીએ માથું ઉંચક્યું, અધધધ…લોકો થયા સંક્રમીત, જાણો તેના લક્ષણો અને અસર વિશે

ચીનમાં એક નવી બિમારીએ માથું ઉંચક્યું – આટલા લોકોને થયું સંક્રમણ – જાણો તેના લક્ષણો અને તેની અસર

હજું તો આખું જગત કોરોનાની મહામારીમાંથી બહાર નથી નીકળી શક્યું અને ઓર વધારે અને વધારે ખૂંપી રહ્યું છે ત્યાં બીજા એક માઠા સમાચાર આવી રહ્યા છે. અહેવાલ પ્રમાણે ચીનમાં એક વધુ બિમારીએ માથું ઉંચક્યું છે અને તેનું સંક્રમણ ધીમે ધીમે ફેલાવા લાગ્યું છે. આ બિમારી બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે ફેલાઈ રહી છે. આ નવી બિમારીનો ઉદ્ભવ ચીનના ગાંસુ પ્રાંતની રાજધાની લાન્ઝોઉમાં થયો છે. અહીંના સ્વાસ્થ્ય આયોગના કહેવા પ્રમાણે અહીંના 3245 લોકોને આ બિમારી લાગુ પડી છે. જેનું નામ છે બ્રુસેલોસીસ.

image source

બ્રુસેલોસીસ એ પશુઓના સંપર્કમાં આવવાના કારણે થતી બિમારી છે તેવું નિષ્ણાતોનું કેહવું છે. 1401 લોકોમા આ બિમારીનું સંક્રમણ અત્યાર સુધીમાં જોવા મળ્યું છે. જો કે આ બિમારીથી કોઈ જાનહાની અત્યાર સુધીમાં થઈ નથી. આ શહેરની વસ્તી 29 લાખની છે અને અત્યાર સુધીમાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા 21847 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. બ્રુસેલોસીસે બિમારીને માલ્ટા ફિવ તેમજ મેડિટેરેનિયન ફિવર તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ બિમારીમાં દર્દીને માથામાં દુઃખાવો થાય છે, તેમ તેમની માસપેશીઓમાં પણ દુઃખાવો અનુભવાય છે આ સિવાય વ્યક્તિને તાવ આવે છે અને થાકની ફિલિંગ પણ રહ્યા કરે છે.

image source

અમેરિકન સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા પ્રમાણે આ બિમારીના કેટલાક લક્ષણો જૂના હોઈ શકે છે અને તેને ક્યારેય દૂર નથી કરી શકાતા. સાંધાના દુઃખાવા, કે પછી અંગોમાં સોજો આવવો તેમાંના એક છે. 1980ના દાયકામાં ચીનમાં આ બ્રુસેલોસીસની બિમારી સાવ જ સામાન્ય ગણવામાં આવતી હતી. જોકે સમય જતાં તેમાં સાવજ ઘટાડો થઈ ગયો હતો.

અમેરિકન સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના કહેવા પ્રમાણે આ બિમારી કોરોના વાયરસ જેવી નથી. તે મનુષ્યથી મનુષ્ય સુધી નથી ફેલાતી. આ બિમારી મોટે ભાગે તેવા લોકોને થાય છે જે લોકો દૂષિત કે પછી સંક્રમિત ખોરાક ખાતા હોય છે અથવા તો શ્વાસ લેતી વખતે આ બિમારીના બેક્ટેરિયાથી તેમને સંક્રમણ થતું હોય છે.

image source

આ પહેલાં પણ કેટલીક નવી બિમારીઓએ ચીનમાં દેખા દીધી હતી. અને હવે એવું લાગી રહ્યું છે કે જેમ ચીનમાં સમગ્ર વિશ્વની વસ્તુઓનું બહોળુ ઉત્પાદન થાય છે તેવી જ રીતે આ બિમારીઓ ઉદ્ભવવાનું પણ એક સ્થાન બની ગયું છે. તમને જણાવી દઈએ કે જે જગ્યાએ એટલે કે ચીનમાં કોરોના વાયરસની મહામારીની શરૂઆત થઈ હતી તે ચીન આજે ફરી પાછું પોતાના પહેલાના સામાન્ય જીવન પર ચડી ગયું છે. થોડા સમય પહેલાં તો ચીનમાં એક સાથે હજારો લોકો કોઈ વોટરપાર્કમાં પાર્ટી કરતાં પણ જોવા મળ્યા હતા. તો બીજી બાજુ આખું વિશ્વ આજે પણ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version