વડોદરાના એન્જિનિયરે કેનાલમાં પડતું મુકી કર્યો આપઘાત, પેન્ટનાં ખિસ્સામાંથી મળેલી આ ચિઠ્ઠી વાંચીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી

વડોદરા શહેરમાં આવેલ વડસર રોડ જીઆઈડીસીની નજીકમાં આવેલ સોસાયટીમાં રહેતા એક એન્જીનીયરએ કોઈ અજ્ઞાત કારણોના લીધે ભાવસ્થામાં આવી જઈને નર્મદાની કેનાલમાં કુદીને આત્મહત્યા કરી લીધી હોવાનુંવ્ડોદ્ર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યું હતું.

image source

જીઆઈડીસી વડસર રોડ પર આવેલ વિનોદ વાટિકા સોસાયટીમાં ૨૯ વર્ષની ઉમર ધરાવતા પ્રિયાંકભાઈ પ્રવીણભાઈ દેસાઈ રહેતા હતા. પ્રિયાંકભાઈ દેસાઈએ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો હતો અને ગત વર્ષ સુધી પ્રિયાંકભાઈ દેસાઈ કન્ટ્રક્શન સાઈટ પર પોતાની ફરજ નિભાવી રહ્યા હતા.

image source

પરંતુ પ્રિયાંકભાઈ દેસાઈ છેલ્લા ૭ મહિનાથી કોઈ જગ્યાએ નોકરી કરી રહ્યા હતા નહી. એવામાં તા. ૯ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ પ્રિયાંકભાઈ દેસાઈના પિતા પ્રવીણભાઈ દેસાઈને હાર્ટ એટેક આવી જતા તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ બીજા દિવસે જ પ્રિયાંકભાઈ દેસાઈએ ઘરે કોઈને કહ્યા વિના જ બહાર નીકળી ગયા હતા ત્યાર અબ્દ કેટલાક કલાકો પસાર થઈ ગયા હોવા છતાં પ્રિયાંકભાઈ ઘરે નહી આવતા પરિવારના સભ્યોએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી દીધી હતી. ત્યાં જ બીજી બાજુ ગુરુવારના રોજ સવારના ૧૧ વાગે ભીમપુરા નજીકથી પસાર થઈ રહેલ નર્મદા નદીની કેનાલમાં ડી- કમ્પોઝ સ્થિતિમાં એક મૃતદેહ મળી આવે છે. આ મૃતદેહની તપાસ કરવામાં આવતા મૃતક વ્યક્તિના પેંટના ખિસ્સા માંથી એક પ્લાસ્ટિકની થેલીમાં સારી રીતે પેક કરવામાં આવેલ એક ચિઠ્ઠી મળી આવી હતી. તેના પરથી મૃતક વ્યક્તિની ઓળખ પ્રિયાંકભાઈ દેસાઈ તરીકે હોવાનું જાણવા મળ્યું ત્યાર બાદ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનએ આ ઘટનાની જાણ કરવામાં આવી ત્યાર બાદ તેમના પરિવારજનોને આ વિષે જાણ કરાઈ હતી અને પ્રિયાંકભાઈ દેસાઈના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની કાર્યવાહી હાથ ધરી છે.

પેંટના ખિસ્સા માંથી સારી રીતે પેક કરવામાં આવેલ ચિઠ્ઠી મળી.

image source

ગુરુવારના રોજ સવારના સમયે ભીમપુરા કેનાલ માંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહના પેંટના ખિસ્સા માંથી એક પ્લાસ્ટિકની થેલીમાં સારી રીતે વાળીને પેક કરેલ અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં મૃતક વ્યક્તિએ એવું લખ્યું હતું કે, ‘આ પગલું મેં મારી જાતે જ ભર્યું છે. મને માફ કરજો.’ આની સાથે ચિઠ્ઠીમાં પ્રિયાંકભાઈ દેસાઈએ પોતાના પિતાનું નામ અને નંબર, માતાનું નામ, નાના ભાઈનું નામ અને નંબર લખવામાં આવ્યા હતા. તેના પરથી યુવકની ઓળખ કરી શકાઈ હતી.

પ્રિયાંક ઘરેથી નીકળતા પહેલા પણ ચિઠ્ઠી લખી હતી.

image source

પ્રિયાંકભાઈ દેસાઈએ તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ ઘરેથી નીકળ્યા ત્યારે ઘરના પ્લેટફોર્મ પર ચિઠ્ઠી લખીને નીકળી ગયા હતા. ઘરે મુકવામાં આવેલ ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું હતું કે, ‘આ બધું મારી ભૂલના લીધે થઈ રહ્યું છે, જેથી મારે હવે જીવવાનો કોઈ અધિકાર નથી. મારા કારણે આપને બધાને જે તકલીફ પહોચી છે, જેથી મને ક્ષમા કરજો.’ આવું લખ્યું હતું. પ્રિયાંકભાઈનો નાનો ભાઈ જયારે ઉઠે છે ત્યારે આ ચિઠ્ઠી જોવે છે અને પરિવારના તમામ સભ્યોને તેના વિષે જાણ કરી દીધી હતી. ત્યાર બાદ રડતા રડતા પરિવારના સભ્યોએ પોતાના યુવાન એન્જીનીયર દીકરાના મૃતદેહની ઓળખ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!