વડોદરાની આ કહાની સાંભળીને આંખમાંથી આંસુ નહીં રોકી શકો, પોલીસ ઈન્સપેક્ટરે આ રીતે યુવાનને બરબાદ થતાં રોક્યો

આ વાત છે થોડા દિવસો પહેલાંની. બન્યું એવું કે, પોલીસ ઈન્સપેકટર એન આર પટેલ 2014-2015માં સુઈ ગામ પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે દારૂ સાથે પકડેલા યુવાન સામે કેસ કરવાને બદલે તેને શિક્ષણમાં ધ્યાન આપવા માટે સમજાવ્યો હતો. જેના કારણે આ યુવાને દારૂનો ધંધો છોડ્યો અને અભ્યાસ કરી બેન્ક મેનેજર થયો હતો. આ પ્રકારે અનેક પોલીસ અધિકારીઓએ કાયદાને જડતાને વળગી રહેવાને બદલે કાયદાની સામે માણસની જીંદગીને વધુ મહત્વ આપ્યુ છે જેના કારણે અનેક લોકોના જીવન એક નવા રસ્તે છે. ત્યારે આવી જ એક ઘટના 2015માં વડોદરામાં ઘટી હતી.

image source

જો વિગવે વાત કરીએ તો વડોદરા ક્રાઈમબ્રાન્ચના તત્કાલીન પોલીસ ઈન્સપેકટર વી જે રાઠોડ નાઈટ પેટ્રોલીંગમાં હતા ત્યારે તેમણે એક સોફટવેર એન્જીનિયરને દારૂ પીધેલો ઝડપ્યો હતો. પણ આ એન્જીનિયરની વ્યથા સાંભળી તેની સામે કેસ કરવાને બદલે તેની જીંદગીને એક નવો રસ્તો બતાવવાનું નક્કી કર્યું. હાલમાં ગુજરાત સીઆઈડી ક્રાઈમમાં ડેપ્યુટી પોલીસ સુપ્રીટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા વી જે રાઠોડ 2015માં વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા તે દિવસે તેમની નાઈટ ડ્યુટી હતી, તેઓ પોતાના સ્ટાફ સાથે નાઈટ પેટ્રોલીંગ કરતા વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા.

image source

પસાર થતી વેળાએ જ મણે કારેલીબાગ પાણીની ટાંકી પાસેના ચાર રસ્તા ઉપર એક કાર ઉભી રહેલી જોઈ હતી, કાર પાર્ક હતી, કારનો ડ્રાઈવર ડ્રાઈવીંગ સીટ લાંબી કરી સુઈ રહ્યો હતો, કારના દરવાજાના વીન્ડો ગ્લાસ પણ ખુલ્લા હતા, કારની પાછળની સીટમાં લેપટોપ બેગ પણ જોઈ શકાતી હતી. આવું બધું જોઈને ઈન્સપેકટરે પોતાની જીપ ઉભી રાખી, પોતાના સ્ટાફને કહ્યું કે કાર ચાલકને ઉઠાડીને અહીં બોલાવો. તેથી પોલીસ કોન્સટેબલ કાર પાસે ગયો અને તેણે ચાલકને ઉઠાડ્યો હતો.

image source

હવે બને છે એવું કે જેવું જ પેલો કાર ચાલકે પોલીસ અને પોલીસની જીપ જોતા તેના હોશ ઉડી ગયા હતા. કોન્સટેબલે જીપ તરફ ઈશારો કરી કહ્યુ સાહેબ બોલાવે છે. યુવાન કારની બહાર આવ્યો. ત્યારે ઈન્સપેકટર રાઠોડ પોતાની જીપમાં જ બેઠા હતા. તેમણે યુવાનને ઉપરથી નીચે સુધી જોયો. તેના કપડાં અને તેના પગમાં રહેલા બુટ જોઈને ખબર પડી કે આ યુવાન શિક્ષીત છે.

image source

આ બધું જોયા બાદ ઈન્સપેકટર રાઠોડે યુવકને પુછ્યુ કેમ ભાઈ આ રીતે જાહેર રસ્તા ઉપર કાર પાર્ક કરીને સુઈ રહ્યા છો. યુવક જવાબ આપવાનો પ્રયત્ન કરે એ પહેલાં જ તેની જીભ થોથવાઈ ગઈ હતી, જે કોન્સટેબલ યુવકને બોલાવવા ગયો હતો તે પણ જુનો પોલીસવાળો હતો તે ક્ષણમાં સ્થિતિ પારખી ગયો હતો. તેણે ઈન્સપેકટર રાઠોડને ઈશારો કરી કહ્યુ કે યુવકે દારૂ પીધો છે. રાઠોડે યુવક સામે જોતા પુછ્યુ દારૂ પીધો છે, વાકય સાંભળતા યુવકના ચહેરા ઉપર લાચારી અને આંખમાં આંસુ ધસી આવ્યા.

image source

પરિસ્થિતિ એવી ઉભી થઈ ગઈ હતી કે યુવક આ બધી હાલત જોઈને કઈ જવાબ આપી શક્યો નહીં. રાઠોડ તેની સામે જોતા રહ્યા. યુવકે વિનંતીના સ્વરમાં કહ્યુ સાહેબ ભુલ થઈ ગઈ, હું સોફટવેર એન્જીનિયર છુ, જે કંપનીમાં નોકરી હતી તે નોકરી મહિના પહેલા છુટી ગઈ છે. ડિપ્રેશનમાં આવી ગયો, મારી સ્થિતિ જોઈ મિત્રે મને કહ્યુ બે પેગ લઈ લે સારૂ લાગશે. તેનું સાંભળીને મેં દારૂ પીધો. પણ હવે આ સ્થિતિમાં ઘરે જઈશ તો પત્ની સાથે ઝઘડો થશે, એક તરફ નોકરી નથી અને બીજી તરફ ઘરે કંકાસ થશે તેના કારણે અહીંયા જ સુઈ ગયો હતો.

જવાબ સાંભળનાર વર્ષોથી પોલીસમાં નોકરી કરતાં હતાં. તેથી રાઠોડને યુવકની વાત સાચી લાગી. યુવકે સામેની સોસાયટી તરફ ઈશારો કરતા કહ્યુ સામેની સોસાસટીમાં જ મારૂ ઘર છે. રાઠોડ વિચાર કરવા લાગ્યા, પછી તેમણે કહ્યુ ચિંતા કરીશ નહીં આપણે કઈક રસ્તો કરીશુ. તેમણે યુવકને સલાહ આપી હવે આવુ ન કરતો. આવતીકાલે મને ક્રાઈમ બ્રાન્ચમાં આવી મળી જજે. અત્યારે ઘરે જા.

image source

પોલીસનું આવું વર્તન જોઈ યુવકે હાથ જોડી દીધા. કારણ તેની પાસે પોલીસ આવો વ્યવહાર કરશે તેવી કલ્પના જ ન્હોતી, યુવકે કાર ચાલુ કરી અને પોતાની સોસાયટી તરફ ગયો તે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તા સુમસામ હતા પણ રાઠોડ તેને ઘરે જતા જોઈ રહ્યા હતા, બીજા દિવસે આ યુવક સંકોચ સાથે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં આવ્યો. રાઠોડના ચહેરા ઉપર સ્મિત હતું, યુવકને બેસાડ્યો અને તેના હાથમાં એક સોફટવેર કંપનીનું કાર્ડ મુકતા કહ્યુ મેં આ કંપનીમાં વાત કરી છે તને નોકરી મળે તેવો પ્રયત્ન કર્યા છે.

આટલી મદદ અને સહકાર જોઈને યુવક પોતાના આંસુ રોકી શક્યો નહીં. નોકરી છુટી ગયા પછી એક પોલીસ અધિકારીએ તેની નોકરી માટે પ્રયત્ન કર્યો હતો. યુવક સીધો પોતાના સીવી સાથે કંપનીમાં પહોંચ્યો તે જ સાંજે તે ફરી ક્રાઈમ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં આવ્યો ત્યારે તેના હાથમાં પેંડાનું બોક્સ હતું. કારણ રાઠોડની ભલામણ પછી તેને નોકરી મળી ગઈ હતી. હવે આ જ કહાની આજે યુવક અને રાઠોડ સાહેબ બન્નેના મોઢા પર સ્મિત લાવી રહી છે. તો આ જ રીતે લોકોને અને અન્ય પોલીસ સ્ટાફને પણ આ કેસ પછી ઘણું શીખવા મળી શકે એમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત