વડોદરાની યુવતીને થયો NRI યુવકનો કડવો અનુભવ, સગાઈ કરી-શરીર સુખ માણ્યું, અને પછી ખબર પડી આટલી મોટી વાત

સામાન્ય રીતે દરેક છોકરીઓને અલગ અલગ પ્રકારના છોકરાઓ પસંદ હોય છે. એ જ રીતે દરેક યુવકોની પણ છોકરીની બાબતે અલગ અલગ પસંદ હોય. ત્યારે જે યુવતીઓને એનઆરઆઈ યુવકો સાથે લગ્ન કરવાની ઈચ્છા હોય તે છોકરીએ ખાસ વાંચવા જેવો આ કિસ્સો છે. એનઆરઆઈ યુવકોને પરણવાના મોહમાં કેવી હાલત થાય છે તેનો ચોંકાવનારો કિસ્સો વડોદરામાં બન્યો છે.

image source

બન્યું એવું કે વડોદરાની યુવતીને યુ.એસ.ના વિઝા અપાવવાની લાલચ આપી એનઆરઆઈ યુવકે લગ્ન કર્યાં હતાં. યુવકે લગ્ન પહેલાં જ યુવતીને ફરવા લઈ જઈ શારીરિક સંબધો બાંધ્યા હતા. આઘાતજનક વાત એ છે કે, યુવકે પોતાનાં પહેલાં થયેલાં લગ્નની વાત છૂપાવી રાખી હતી. યુવકીના પરિવારજનોને યુવકનાં પહેલા લગ્નની ખબર પડતાં બીજાં લગ્ન કરનાર એનઆરઆઇ યુવક સામે ફરિયાદ કરી છે.

image source

હાલમાં યુવકના પિતા અને ભાઇની ગોરવા પોલીસે ધરપકડ કરી છે .જ્યારે માતાની પણ પૂછપરછ કરી હતી. વડોદરાની યુવતીએ મેટ્રીમોનિયલ સાઇટ પરથી યુ.એસ.માં મેડિકલ સાધનોનો વેપાર કરતા પ્રતિક રાકેશભાઇ દોશી સાથે લગ્ન નક્કી કર્યા હતા. લગ્ન પહેલાં પ્રતિક અને તેના પરિવારે અગાઉના લગ્નની વાત છૂપાવી હતી. પ્રતિક દીવ ફરવા લઇ ગયો ત્યારે યુવતીની મરજી વગર તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. વડોદરામાં લગ્ન રજિસ્ટર કર્યા બાદ પ્રતિકના પરિવારજનોએ દહેજ માટે ત્રાસ ગુજારવાનું શરૃ કર્યું હતું.

image source

આ બધાની વચ્ચે યુવતીએ પ્રતિકના મોબાઇલમાં અન્ય યુવતીના ફોટા અને વીડિઓ જોતાં તેના અગાઉના લગ્નનો ભાંડો ફૂટ્યો હતો. પ્રતિક સંતોષકારક જવાબ ના આપી શકતાં યુવતીએ દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં ગોરવા પોલીસે પ્રતિકના પિતા રાકેશ નટવરલાલ દોશી અને ભાઇ હાર્દિક રાકેશભાઇ દોશીની ધરપકડ કરી છે. પ્રતિકની માતા મીરા રાકેશભાઇ દોશીની અટકાયત કરી હતી. પ્રતિક વિદેશ હોવાથી તેની પણ તપાસ કરાઇ રહી છે. ત્યારે અમદાવાદ અને વડોદરાના આજુબાજુના લોકોમાં ચકચાર મચી ગઈ છે અને ચારેબાજુ અફરાતફરીનો માહોલ છે. ત્યારે લોકો પણ આ યુવક પર ફિટકાર વરસાવી રહ્યા છે.

image source

આ પહેલાં પણ એક વિપરીત કિસ્સો સામે આવ્યો હતો. મહેસાણા તાલુકાના મેવડ ગામનો શખ્સે પત્નીને અંધારામા રાખી લગ્ન સંબંધમાં અસમર્થ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ખેડા જિલ્લાના વસો તાલુકાના દેવા વાંટા ગામની યુવતિના લગ્ન ફેબ્રુઆરી 2019માં મહેસાણા તાલુકાના મેવડ ગામે જ્ઞાતિના રીત રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ યુવતિ પોતાના સાસરીમાં રહેવા માટે ગઇ હતી. લગ્નની પહેલી રાતે સાસરીમાં આવેલી પરણિતા તેઓના પતિએ જણાવેલ કે, અમારે માતાજીની બાધા હોઈ તે બાધા પતે પછી દેવની પરવાનગી લેવાની છે. અને ત્યારબાદ શારીરિક સંબંધ બાંધવાનો રિવાજ છે. તેમ કહી પત્નીને દૂર રાખતા બીજી રૂમમાં સૂવા જતા રહ્યા હતા.

image source

ત્યારબાદ આડાઅવળા બહાના કાઢી અઠવાડિયા સુધી આ વાત ચાલુ રાખી હતી. લગ્નના એક માસ સુધી પતિ દ્વારા પત્ની સાથે કોઈ જ સહવાસ રાખ્યો ન હતો. અને પરણિતાને જુદા-જુદા બહાના કાઢી પિયર તેમજ બહેનના ઘરે રહેવા પણ મોકલી દીધી હતી. લગ્નના એક વર્ષ સુધી પતિ દ્વારા પત્ની સાથે કોઈ જ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા ન હતા અને લગ્નના ઘણા સમય પછી પરિણીતાએ ઘણું બધું ગુમાવી દીધા બાદ પતિએ જણાવેલ કે, હું શારીરિક સંબંધો બાંધવા માટે અસમર્થ છુ અને નપુસંક છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત