વોશરૂમમાંથી યુવતીએ મેસેજ કર્યો- મને મારી નાખશે, મારું કિડનેપિંગ થયું છે, મને બચાવી લો….. જાણો સૌથી મોટો ખુલાસો

વડોદરામાં ગેંગરેપનો ભોગ બનેલ યુવતીએ આત્મહત્યા નહી પરંતુ તેમનું આયોજનપુર્વકનું ખુન થયુ હોવાનો પુરાવો સામે આવ્યો છે. યુવતીએ પોતાના ફોનમાંથી સંજીવભાઈ નામની વ્યકિતને મારો પીછો થઈ રહ્યો છે, હું કીડનેપ થઈ છું મને બચાવો જેવા મેસેજ કર્યા છે. જે ખુદ યુવતીની માતાએ મીડિયા સમક્ષ રજુ કર્યા છે.

Image Source

3 નવેમ્બરની રાતે મહારાષ્ટ્ર જઈ રહેલ યુવતીનો ગુજરાત ક્વિન ટ્રેેનમાં કેટલાક લોકો પીછો કરી રહ્યા હતા, યુવતીએ ત્યારે કોઈક રીતે બાથરુમમાં જઈ પોતાને બચાવવાનો તથા કીડનેપ થયાનો મેસજ સંજીવભાઈના ફોનમાં કર્યો હતો જે મેસેજ સમય સહીત તેમની માતાએ સમાચાર સંસ્થાને બતાવ્યા છે.

Image Source

યુવતીએ ટ્રેનમાંથી કરેલા મેસેજમાં કંઈક આવી રીતે હતું
“Sorry Sanjiv Bhai, Pl save me. out for MHE work, he follow me from NVS. Want to kill anyhow. I cant call in train… get phone somehow… parents don’t know anything. I Kidnapped. I am in washroom now Gonna kill Pl call waiting..”

આ મેસેજમાં યુવતી સંજીવભાઈને કઈ રહી છે માફ કરશો સંજયભાઈ, મહેરબાની કરી મને બચાવી લો. હું કામ માટે મહારાષ્ટ્ર જઈ રહી છું તે મારો નવસારીથી પીછો કરે છે. હું ટ્રેનમાંથી તમને ફોન કરી શકુ તેમ નથી.. મે માંડમાંડ કરીને ફોન મેળવ્યો છે..મારા મા-બાપને કશી જાણ નથી. મને કિડનેપ કરવામાં આવી છે. હું હાલ વોશરુમમાં છું હમણા મને મારી નાખશે…મહેરબાની કરી કોલ કરો હું રાહ જોઈ રહી છું.

Image Source

આ મેસેજ વાંચતા જ મનમાં કેટલાય સવાલો થાય જેવા કે, એ સંજીવભાઈની માફી કેમ માંગે છે, આ સંજીવભાઈ કોણ છે, તે કેમ ના બચાવવા આગળ આવ્યા વગેરે.

આ યુવતીની લાશ સફાઈ કામદારને વલસાડ રેલ્વે સ્ટેશન પરથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. તપાસમાં આ યુવતીની ડાયરીમાંથી તેમની સાથે 28 નવેમ્બરના રોજ વેક્સિન ગ્રાઊન્ડ ખાતે દુશ્કર્મ થયું હોવાની વાત પણ સામે આવી છેે. આ ઘટનાના સતર દિવસ બાદ પણ બે મેગા શહેર વડોદરા અને અમવાદની ક્રાઈમ બ્રાંચ પાસે કોઈ માહિતી નથી જે ચિંતાનો વિષય છે.