ચૂંટણીના રંગો, વડોદરાના અપક્ષ ઉમેદવારે ડિપોઝિટમાં એક-એક રૂપિયાના 3000 સિક્કા આપ્યાં, અધિકારીઓની આંખો ફાટી ગઈ

હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે ઘણા શહેરોમાં અમુક પાર્ટીને ઉમેદવારો પણ નથી મળ્યા તો ઘણી પાર્ટીમાં છેલ્લા દિવસે દોડધામ મચી જવા પામી હતી. ત્યારે હાલમાં એક નવો જ કિસ્સો સામે આવ્યો છે અને લોકો વિચારમાં પડી ગયા છે. વડોદરામાં આ કિસ્સો ચર્ચામાં આવ્યો છે. કારણ કે ત્યાં ટીમ રિવોલ્યુશન સંસ્થાના સભ્ય સ્વેજલ વ્યાસે આજે વોર્ડ નં-8માંથી અપક્ષ ઉમેદવારી નોધાવી હતી અને નર્મદા ભવન ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા, જો કે ફોર્મ ભરવું એ નવી નવાઈ નથી. પણ વાત અહીં કંઈક બીજી જ છે.

image source

આવલ કેસમાં ઘટના એવી ઘટી કે ટીમ રિવોલ્યુશન સંસ્થાના સભ્ય સ્વેજલ વ્યાસે એક-એક રૂપિયાના 3 હજાર સિક્કા લઇને ઉમેદવારી નોંધાવી હતી. આ સીન વિશે સાંભળીને જેમ તમને ઝાટકો લાગ્યો એવી જ રીતે 3 હજાર સિક્કા જોઇને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો વડોદરા શહેરમાં ચાલતી ટીમ રિવોલ્યુશન સંસ્થાના સભ્ય સ્વેજલ વ્યાસને વોર્ડ નં-8ના 3 હજાર પરિવારોએ એક-એક રૂપિયો આપ્યો હતો અને આમ 3 હજાર સિક્કા ભેગા કરીને સ્વેજલ વ્યાસ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે વડોદરાના નર્મદા ભવન ખાતે પહોંચ્યા હતા. કંઈક નવી જ રીતે પોતાની ડિપોઝિટ પેટે આ સભ્યએ 3 હજાર સિક્કા જમા કરાવ્યા હતા. આ વિશે વાત કરતાં ટીમ રિવોલ્યુશન સંસ્થાના સભ્ય સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં છેલ્લા 12 વર્ષથી અમારી ટીમ રિવોલ્યુશન કામ કરી રહી છે.

image source

શહેરમાં શુ શું કામ કર્યું એના વિશે પણ વાત કરતાં સ્વેજલે કહ્યું કે મોટા મોટા પૈસાદાર લોકોને પાર્ટીને ટિકિટ આપે છે. પરંતુ તે જીત્યા પછી તે લોકો વચ્ચે જતા નથી, જેથી આજે અમે લોકો માટે અપક્ષ ઉમેદવારી કરી છે. આ સાથે જ વાત કરી કે-શહેરમાં રોડ, રસ્તા, ગટર અને માં કાર્ડ સહિતની યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે અમે હંમેશા કાર્યરત છીએ. સંઘર્ષ, આંદોલન અને ધરણા કર્યાં છે.

image source

જે નેતાઓ અને પાર્ટીઓનું કામ હોય તે કામ એ લોકો ચુક્યા છે. કોઇ પણ પક્ષનો ટેકો લીધા વિના અમે આજે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. મોટા ગજાની વાત કરતાં તેણે કહ્યું કે-અમારી સાથે મોટી મોટી ગાડીઓમાં કરોડપતિ ઉમેદવારો ફોર્મ ભરતા હતા, પરંતુ અમને ગર્વ એ વાતનો છે કે, અમે વિસ્તારના 3 હજાર પરિવારોના વડીલોના આશિર્વાદરૂપી એક-એક રૂપિયો લઇને અમે ડિપોઝિટ જમા કરાવી છે. અમે આવનાર સમયમાં વડોદરાના હિત માટે કામ કરશું. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં આ ચૂંટણીના કેવા પરિણામો આવે છે અને કોણ કોણ જીતે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત