Site icon News Gujarat

આ કારણે વડોદરાની SSG હોસ્પિટલમાં લાગી આગ અને થઈ અફરા-તફરી, 3 દર્દીને ગંભીર અસર

આ કારણે વડોદરાની SSG હોસ્પિટલમાં લાગી આગ અને થઈ અફરા-તફરી, 150 કોરોના દર્દીઓને થઈ સીધી અસર

ગુજરાતમાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના થમવાનું નામ નથી લેતી. હજુ એ ઘટના કોઈના મનમાંથી નીકળી નથી કે અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટના રોજ આગ લાગી હતી. જેમા કોરોનાની સારવાર લઇ રહેલા 8 દર્દીઓના મોત થયા હતા. ત્યારે હવે ફરીથી એક ઘટના પ્રકાશમાં આવી છે. હવે સમાચાર આવ્યા છે કે વડોદરાની SSG હોસ્પિટલમાં આગ લાગી છે. વડોદરાની SSG હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં આગ લાગતા દર્દીઓમાં દોડધામ મચી જવા પામી છે.

image source

વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ લાગી હતી. ઇલેક્ટ્રિક વાયરો સળગતા ધુમાડાથી કોરોના દર્દીઓમાં હાહાકાર મચી ગઈ હતી અને ભાગદોડ મચી જવા પામી હતી. જો કે આગ લાગવાની જાણ થતા જ ફાયર બ્રિગેડ પણ હોસ્પિટલે પહોંચી ગયું હતું અને ફસાયેલા દર્દીઓની બચાવ કામગીરી હાથ ધરી હતી. એક નુકસાનની વાત એ પણ હતી કે લાઈટો બંધ થઈ જવાને કારણે ફાયરની કામગીરીમાં મુશ્કેલી પડી હતી.

ઘટનાસ્થળે તાલ્કાલિક જ ફાઈર ફાઈટરો પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. તેમજ તમામ દર્દીઓને સલામત રીતે બહાર કાઢી લીધા હતા. અત્યારે પ્રાથમિક તારણમાં એવું બહાર આવ્યું છે કે, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. આ આગમાં ત્રણ દર્દીને ધુમાડાની અસર થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.

150 જેટલા દર્દીઓનું કર્યું સ્થળાંતર

image source

વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2ના વોર્ડમાં આગ લાગી હતી ત્યાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત 150 જેટલા દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જ્યારે આ અંગે જાણ થતા OSD ડો. વિનોદ રાવ અને સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રંજન ઐયર દવાખાને દોડી આવ્યા હતા. જોવા જેવી વાત એ છે કે હજુ બે દિવસ પહેલા જ આગ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આજે તો આ દુર્ઘટના બની ગઈ.

તંત્ર કેમ આંખ આડે કાન કરે છે?

અમદાવાદ અને જામનગરની ઘટના બાદ તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા. પરંતુ વારંવાર બનતી આવી જોખમી ઘટનાઓ બાદ તંત્ર ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરી પોતાની જવાબદારીથી ભાગવાનો પ્રયત્ન કરે છે.

શું હતી અમદાવાદ અને જામનગરની ઘટના?

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટના રોજ આગ લાગી હતી. જેમા કોરોનાની સારવાર લઇ રહેલા 8 દર્દીઓના મોત થયા હતા. તેમજ 25 ઓગસ્ટે જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિકલ ICU વિભાગમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી. આ ICU વિભાગમાં 9 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version